Home » Business » Market » Rupee Hits record low of 70 against US dollar for the first time

રૂપિયામાં રેકોર્ડ ઘટાડો, પહેલીવાર ડોલરની સામે 70ના સ્તરે પહોંચ્યો

Divyabhaskar.com | Updated - Aug 14, 2018, 12:52 PM

આ વર્ષે રૂપિયામાં 10%નો ઘટાડો આવી ચૂક્યો છે, રૂપિયા તૂટીને 70.08 પર પહોંચી ગયો

  • Rupee Hits record low of 70 against US dollar for the first time
    રૂપિયા તૂટીને 70.07 પર પહોંચી ગયો. (ફાઇલ)

    નવી દિલ્હીઃ રૂપિયાએ ઘટાડાનો તમામ રેકોર્ડ તોડી દીધો છે. મંગળવારે રૂપિયો ખૂલતા જ ડોલરની સામે 70ના સ્તરે પહોંચી ગયો. રૂપિયો પહેલીવાર 70ના સ્તરે પહોંચ્યો છે. આ વર્ષે રૂપિયામાં 10%નો ઘટાડો આવી ચૂક્યો છે. રૂપિયા તૂટીને 70.09 પર પહોંચી ગયો. આજે રૂપિયો 11 પૈસા ઉપર ખૂલ્યો. સોમવારે રૂપિયો પોતાના સૌથી નીચા સ્તર 69.93 પર પહોંચી ગયો હતો.

    2018માં રૂપિયો 10% તૂટ્યો

    જાપાની યેન (1.7% વધારો)ને બાદ કરતાં આ વર્ષે તમામ એશિયાઈ દેશોની કરન્સીનું મૂલ્ય ઘટ્યું છે. પરંતુ, રૂપિયાનું પ્રદર્શન સૌથી ખરાબ રહ્યું. જેમાં જાન્યુઆરીથી સતત ઘટાડો નોંધાયો છે.

    દેશ કરન્સી ઘટાડો
    હોંગકોંગ ડોલર 0.5%
    મલેશિયા રિંગિટ 1.2%
    થાઇલેન્ડ બહત 2.3%
    સિંગાપુર ડોલર 2.8%
    તાઈવાન ડોલર 3.3%
    સાઉથ કોરિયા વોન 5.3%
    ચીન રેમિંબી 5.5%
    ફિલીપાઇન્સ પૈસો 6.6%
    ઈન્ડોનેશિયા રૂપિહા 7.2%
    ભારત રૂપિયો 9.6%

    રૂપિયો કયા કારણથી તૂટ્યો?


    તુર્કીમાં આર્થિક સંકટની અસર બીજા દેશોની નાણાકિય સ્થિતિ પર પડી શકે છે. આ આશંકાથી સતત બીજા દિવસે રૂપિયામાં ઘટાડો નોંધાયો. એક્સપર્ટ્સના મત મુજબ ટ્રેડ વોરના કારણે ભારત સહિત તમામ એશિયાઈ દેશોની કરન્સી પર નેગેટિવ અસર પડી છે. શુક્રવારથી અત્યાર સુધી રૂપિયો 1.09 રૂપિયા તૂટ્યો છે.

    રૂપિયાના પાંચ નીચલા સ્તર

    તારીખ ડોલરની સામે રૂપિયો
    14 ઓગસ્ટ 2018 70.09
    13 ઓગસ્ટ 2018 69.93
    20 જુલાઈ 2018 69.12
    28 જૂન 2018 69.10
    24 નવેમ્બર 2016 68.86

    ડોલર થશે મજબૂત તો વધશે મોંઘવારી

    - ડોલરના મજબૂત થવાથી ક્રૂડ ઓઇલ પણ મોંઘું થશે. એટલે જે દેશો કાચા તેલની આયાત કરે છે, તેમને હવે પહેલા કરતાં (ડોલરની સરખામણીએ) વધુ નાણાં ખર્ચ કરવા પડશે. ભારત જેવા દેશના દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો જો ક્રૂડ ઓઇલ મોંઘું થશે તો સ્પષ્ટ રીતે મોંઘવારી વધવાની સંભાવના છે.

    ડોલરમાં થતી તમામ ચૂકવણીઓ મોંઘી થઇ જશે

    - રૂપિયો નબળો થાય તો ડોલરની સામે ભારત જે પણ વસ્તુઓ માટે ચૂકવણી કરે છે, તે પણ મોંઘી થઇ જશે. એટલે કે ગ્રાહકોના દ્રષ્ટિકોણથી પણ આ રાહતના સમાચાર નથી. ટુંકમાં, સરળ શબ્દોમાં ભારતનું ઇમ્પોર્ટ બિલ વધી જશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Business

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ