Home » Business » Market » RILએ રચ્યો ઇતિહાસ, રૂ.8 લાખ કરોડથી વધુ માર્કેટ કેપ ધરાવતી દેશની પ્રથમ કંપની બની | RIL becomes the first listed Indian company to hit Rs 8 lakh crore in market valuation

RILએ રચ્યો ઇતિહાસ, રૂ.8 લાખ કરોડથી વધુ માર્કેટ કેપ ધરાવતી દેશની પ્રથમ કંપની બની

Divyabhaskar.com | Updated - Aug 23, 2018, 03:43 PM

RILનો શેર લગભગ 2 ટકા ઊછળીને રૂ.1273.55ની રેકોર્ડ હાઇ સપાટીએ પહોંચ્યો હતો અને તેની માર્કેટ કેપ લગભગ રૂ.8.4 લાખ કરોડ થઇ।

  • RILએ રચ્યો ઇતિહાસ, રૂ.8 લાખ કરોડથી વધુ માર્કેટ કેપ ધરાવતી દેશની પ્રથમ કંપની બની | RIL becomes the first listed Indian company to hit Rs 8 lakh crore in market valuation
    RILને ટેલિકોમ સેક્ટરના રેગ્યુલેટર ટ્રાઇ દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટાનો ફાયદો મળ્યો.

    મુંબઇઃ મુકેશ અંબાણીની માલિકીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL)ગુરુવારે 8 લાખ કરોડ રૂપિયાથી વધારે માર્કેટ કેપિટલાઇઝેશન (માર્કેટ કેપ) ધરાવતી કંપની બની ગઇ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં આશરે 2 ટકા ઉ તેજીથી તેના માર્કેટ કેપમાં ઊછાળો આવ્યો છે. આ સાથે તે ટીસીએસ (માર્કેટ કેપ રૂ.7,79,880.76 કરોડ)ને પાછળ રાખીને ફરી દેશની સૌથી વધુ મૂલ્ય ધરાવતી કંપની બની છે. RILના શેરે આ વર્ષે લગભગ 37 ટકા તેજી નોંધાવી છે. તેની પહેલપા 13 જુલાઇએ RILની માર્કેટ કેપ 7 લાખ કરોડ રૂપિયાથીપર ગઇ હતી. તેની સાથે તે ટીસીએસ પછીની બીજી સૌથી મોટી કંપની બની ગઇ હતી.

    RILનો શેર રેકોર્ડ હાઇ પર પહોંચ્યો

    બીએસઇમાં RILનો શેર લગભગ 2 ટકા ઊછળીને રૂ.1273.55ની રેકોર્ડ હાઇ સપાટીએ પહોંચ્યો હતો, જે તેની અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટી છે. આ સાથે કંપનીની માર્કેટ કેપિટલાઇઝેશન 8 લાખ કરોડ રૂપિયાથી ઉપર લગભગ 8.4 લાખ કરોડ રૂપિયાની સપાટી સુધી વધી ગઇ હતી. કંપનીને ટેલિકોમ સેક્ટરના રેગ્યુલેટર ટ્રાઇ દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટાનો ફાયદો મળ્યો. ટ્રાઇના આંકડા અનુસાર રિલાયન્સ જિયોના ગ્રાહકોમાં ફરી વધારો થયો હતો.

    આ કારણોથી કંપનીના શેરને મળ્યો સપોર્ટ


    માર્કેટ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, હાલમાં બ્રોડ બેન્ડ સર્વિસીસની લોન્ચિંગની જાહેરાત પછી વધુ આવક થવાની ધારણાથી રોકાણકારો લગાતાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર ખરીદી રહ્યા છે. તે ઉપરાંત વધારાના ફીચર્સની સાથે Jio Phone 2ના લોન્ચિંગ અને અનાકર્ષક ઓફર્સના બળે સબસ્ક્રાઇબર્સની સંખ્યા વધવાથી શેરને સપોર્ટ મળી રહ્યો છે.

    આઆઇએલના જૂન ક્વાર્ટરના સારા પરિણામનો પણ સપોર્ટ

    જુલાઇમાં આવેલા જૂન ક્વાર્ટરના પરિણામથી પણ આરઆઇએલે સારો સંકેત આપ્યો હતો. રિલાયન્સ જિયોએ જૂન ક્વાર્ટરમાં 20 ટકા ગ્રોથની સાથે રૂ.612 કરોડનો પ્રોફિટ નોંધાવ્યો હતો. તેની ઓપરેશન્સમાંથી રૂ.8,109 કરોડની રેવન્યુનો ફાયદો મળ્યો હતો. તેની પહેલા માર્ચ ક્વાર્ટરમાં જિયોએ રૂ.510 કરોડનો નફો કર્યો હતો. વળી, સ્ટોર્સની સંખ્યા ઝડપથી વધવાના કારણે આરઆઇએલની ઓર્ગનાઇઝ્ડ રીટેલની રેવન્યુ 123.7 ટકા વધીને રૂ.25,890 કરોડ થઇ હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Business

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ