Divya Bhaskar

Home » Business » Market » Prices of diesel at record level on 3rd consecutive day Petrol prices risent too

ડીઝલ રેકોર્ડ સ્તરે: દિલ્હીમાં 15 પૈસાનો વધારો, ભાવ 69.61 પ્રતિ લીટર, પેટ્રોલ 78ને પાર

Divyabhaskar.com | Updated - Aug 28, 2018, 11:50 AM

પેટ્રોલ મંગળવારે 14થી 15 પૈસા મોંઘું થયું, દિલ્હીમાં આ આંકડો 78.05 રૂપિયા પર પહોંચી ગયો છે

  • Prices of diesel at record level on 3rd consecutive day Petrol prices risent too
    ડીઝલના ભાવમાં સતત ત્રીજા દિવસે વધારો.

    નવી દિલ્હી: ડીઝલની કિંમતો સતત ત્રીજા દિવસે રેકોર્ડ સ્તર પર છે. દિલ્હીમાં ડીઝલ મંગળવારે 69.61 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચ્યું. સોમવારે ડીઝલનો ભાવ 69.46 રૂપિયા અને રવિવારે 69.32 રૂપિયા પ્રતિ લીટર હતો. આ પહેલા 29મેના રોજ સૌથી વધુ 69.31 રૂપિયાનો ભાવ હતો. તેલ કંપનીઓએ તે સમયે 14મેથી 29મે સુધી સતત ભાવ વધાર્યા હતા. પેટ્રોલ મંગળવારે 14થી 15 પૈસા મોંઘું થયું. દિલ્હીમાં આ આંકડો 78.05 રૂપિયા પર પહોંચી ગયો છે.

    તેલ કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોના હિસાબે દરરોજ પેટ્રોલ-ડીઝળના ભાવ નક્કી કરે છે. નવા ભાવ સવારે 6 વાગ્યાથી લાગુ થાય છે. કેન્દ્ર સરકાર પેટ્રોલ પર 19348 અને ડીઝલ પર 15.33 રૂપિયા એક્સાઇઝ ડ્યૂટી લગાવે છે. રાજ્યોના ટેક્સ અલગ હોય છે.

    મેટ્રો શહેરમાં ડીઝલ

    શહેર સોમવારે ભાવ (રૂપિયા/લીટર) મંગળવારે ભાવ (રૂપિયા/લીટર) વધારો
    દિલ્હી 69.46 69.61 15 પૈસા
    કોલકાતા 72.31 72.46 15 પૈસા
    મુંબઈ 73.74 73.90 16 પૈસા
    ચેન્નાઈ 73.38 73.54 16 પૈસા

    પેટ્રોલ પણ રેકોર્ડ સ્તરની નજીક

    દિલ્હીમાં પેટ્રોલ 78.05 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઇ રહ્યું છે. 29મેના રોજ આ રેકોર્ડ 78.43 રૂપિયા પર પહોંચ્યો હતો. ત્યારબાદ 30મેથી 12 જૂન સુધી સતત 14 દિવસ ભાવ ઘટાડવામાં આવ્યા હતા. 29મેના રોજ કોલકાતામાં પેટ્રોલ 81.06, મુંબઈમાં 86.24 અને ચેન્નાઈમાં 81.43 રૂપિયા પ્રતિ લીટર હતું.

    મેટ્રો શહેરમાં પેટ્રોલ

    શહેર સોમવારે ભાવ (રૂપિયા/લીટર) મંગળવારે ભાવ (રૂપિયા/લીટર) વધારો
    દિલ્હી

    77.91

    78.05 14 પૈસા
    કોલકાતા 80.84 80.98 14 પૈસા
    મુંબઈ 85.33 85.47 14 પૈસા
    ચેન્નાઈ 80.94 81.09 15 પૈસા
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Business

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending