Divya Bhaskar

Home » Business » Market » PNBને જૂન ક્વાર્ટરમાં રૂ.940 કરોડની ખોટ, નીરવ મોદીના ફ્રોડથી બેન્કને ફટકો | PNB posted better than expected June quarter net loss at Rs 940 crore

PNBને જૂન ક્વાર્ટરમાં રૂ.940 કરોડની ખોટ, નીરવ મોદીના ફ્રોડથી બેન્કને ફટકો

Divyabhaskar.com | Updated - Aug 07, 2018, 04:41 PM

જૂન ક્વાર્ટરમાં પીએનબીની ઇન્કમ રૂ.14,468.14 કરોડ હતી તે વધીને રૂ.15,072 કરોડ થઇ છે.

  • PNBને જૂન ક્વાર્ટરમાં રૂ.940 કરોડની ખોટ, નીરવ મોદીના ફ્રોડથી બેન્કને ફટકો | PNB posted better than expected June quarter net loss at Rs 940 crore

    નવી દિલ્હીઃ દેશની બીજા નંબરની સરકારી બેન્ક પંજાબ નેશનલ બેન્ક (પીએનબી)ને જૂન 2018માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રૂ.940 કરોડની કુલ ખોટ થઇ છે. આ વર્ષની શરૂઆતમાં પીએનબીમાં રૂ.13,500 કરોડના ફ્રોડનો પર્દાફાશ થયો હતો. તેના કારણે બેન્કને વધારે ફંડની જોગવાઇ કરવી પડી. પીએનબીને ખોટ થવાનું મુખ્ય કારણ આ છે.

    બેન્કે એક નિવેદનમાં જણાવ્યું કે 30 જૂને પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં બેન્કને રૂ.940 કરોડની કુલ ખોટ થઇ છે, જ્યારે અગાઉના વર્ષે સમાન ગાળામાં રૂ.343 કરોડ નફો થયો હતો.

    ઇન્કમ વધીને રૂ.15,072 કરોડ થઇ


    જોકે, ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં બેન્કની કુલ ઇન્કમ વધી છે. એટલે કે અગાઉના વર્ષના સમાન ગાળામાં ઇન્કમ રૂ.14,468.14 કરોડ હતી તે વધીને રૂ.15,072 કરોડ થઇ છે. જ્યારે ગ્રોસ એડવાન્સની સરખામણીમાં ગ્રોસ નોન-પરફોર્મિંગ એસેટ (એનપીએ) 18.26 ટકા વધવાની સાથે પીએનબીની બેડ એસેટ્સમાં ઘટાડો નોંધાયો છે.

    માર્ચ કવાર્ટરમાં નોંધાયો હતો બેન્કિંગ હિસ્ટ્રીની સૌથી વધુ ખોટ


    પીએનબીને જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં મોટો ફટકો પડ્યો હતો. આ ગાળા દરમિયાન પીએનબીને સ્ટેન્ડએલોન બેઝિસ પર રૂ.13,417 કરોડની ખોટ થઇ હતી, જે કોઇ પણ સ્થાનિક બેન્કને થયેલી અત્યાર સુધીની સૌથી વધુ ખોટ હતી.

    આ વર્ષે ફેબ્રુઆરીમાં બહાર આવ્યું હતું રૂ.13,500 કરોડનું ફ્રોડ

    પીએનબીનું માર્ચ ક્વાર્ટરનું રિઝલ્ટ એટલા માટે મહત્ત્વનું છે કારણ કે ભારતના બેન્કિંગ ઇતિહાસમાં પીએનબીમાં સૌથી મોટી છેતરપીંડી બહાર આવી હતી. લગભગ રૂ.13,500 કરોડનું આ ફ્રોડ બે જ્વેલરી ગ્રુપ્સ સાથે સંકળાયેલું હતું, જેમણે પીએનબીના સ્ટાફ દ્વારા ઇશ્યુ થયેલી ફેક ગેરન્ટીથી ઓવરસીઝ ક્રેડિટ મેળવી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Business

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending