Home » Business » Market » RIL,L&Tમાં તેજીના પગલે માર્કેટમાં ઊંચાઇના નવા રેકોર્ડ, સેન્સેક્સ પ્રથમવાર 38,300 અને નિફ્ટી 11,500ની પાર | Sensex all time high at 38200, Nifty also crossed 11,500

RIL,L&Tમાં તેજીના પગલે માર્કેટમાં ઊંચાઇના નવા રેકોર્ડ, સેન્સેક્સ પ્રથમવાર 38,300 અને નિફ્ટી 11,500ની પાર

Divyabhaskar.com | Updated - Aug 20, 2018, 04:05 PM

ઇન્ફ્રા 2.75 ટકા, મેટલ ઇન્ડેક્સ 2.50 ટકા, પીએસયુ બેન્ક ઇન્ડેક્સ 1.96 ટકા અને એનર્જી 1.77 ટકા ઊછળીને મોખરે રહ્યા હતા.

  • RIL,L&Tમાં તેજીના પગલે માર્કેટમાં ઊંચાઇના નવા રેકોર્ડ, સેન્સેક્સ પ્રથમવાર 38,300 અને નિફ્ટી 11,500ની પાર | Sensex all time high at 38200, Nifty also crossed 11,500

    બિઝનેસ ડેસ્કઃ પોઝિટિવ ગ્લોબલ સંકેતો અને રૂપિયામાં મજબૂતીના કારણે સોમવારે ભારતીય શેરબજારમાં ઊંચાઇના નવા રેકોર્ડ સર્જાયા હતા. સેન્સેક્સ ઇન્ટ્રા-ડે 392 પોઇન્ટ ઊછળીને 38,340.69ની રેકોર્ડ ઊંચાઇએ અડ્યો હતો અને અંતે 330.87 (+0.87%) પોઇન્ટ વધીને 38,278.75 પર બંધ રહ્યો છે, જે તેનો અત્યાર સુધીનો સર્વોચ્ચ બંધ છે. એ જ રીતે, નિફ્ટી પ્રથમવાર 11,500ની સપાટી પાર કરીને 11,565.30ની સર્વોચ્ચ ટોચ બનાવીને અંતે 75 81 (+0.71%) પોઇન્ટ 11,551.75 વધીને પર રેકોર્ડ સપાટી પર બંધ રહ્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એલએન્ડટી, એચડીએફસી અને એચડીએફસી 6.5 ટકાથી 0.90 ટકા વધતા માર્કેટ ઊંચકાયું હતું.

    ઇન્ફ્રા, મેટલ, એનર્જી, પીએસયુ બેન્કો, ઓટોમાં તેજી, આઇટીમાં ઘટાડો


    એનએસઇમાં આઇટી સિવાયના તમામ સેક્ટર્સ પોઝિટિવ રહ્યા હતા. તેમાં ઇન્ફ્રા 2.75 ટકા, મેટલ ઇન્ડેક્સ 2.50 ટકા, પીએસયુ બેન્ક ઇન્ડેક્સ 1.96 ટકા અને એનર્જી 1.77 ટકા ઊછળીને મોખરે રહ્યા હતા. ઉપરાંત ઓટો 1.10 ટકા, ફાઇનાન્શિયલ સર્વિસીસ ઇન્ડેક્સ 0.75 ટકા, રીયલ્ટી 0.65 ટકા અને બેન્ક નિફ્ટી 0.51 ટકા વધ્યા હતા. જ્યારે આઇટી ઇન્ડેક્સ 0.86 ટકા ઘટ્યો હતો.

    એલએન્ડટી, રિલાયન્સ, ટાટા મોટર્સ, એચડીએફસીમાં તેજી, ઇન્ફોસીસ ટોપ લુઝર

    સેન્સેક્સમાં 30માંથી 23 શેરો વધીને બંધ રહ્યા હતા. તેમાં એલએન્ડટી સૌથી વધુ 6.75 ટકા ઊછળીને ટોપ ગેઇનર રહ્યો હતો. માર્કેટને ઊંચકવામાં એલએન્ડટી ઉપરાંત આરઆઇએલ, એચડીએફસી, એચડીએફસી બેન્ક અને ટાટા મોટર્સની મૂખ્ય ભૂમિકા રહી હતી. આ શેરો 4.74 ટકાથી 0.90 ટકા વચ્ચે ઘટ્યા હતા. ઉપરાંત ટાટા સ્ટીલ, વેદાંતા, બજાજ ઓટો, એસબીઆઇ, વિપ્રો, એમએન્ડએમ અને કોટક બેન્ક પણ 3.24 ટકાથી 0.71 ટકા વધ્યા છે. જ્યારે ઇન્ફોસીસ સૌથી વધુ 3.22 ટકા ગબડ્યો હતો. ઉપરાંત, મારુતિ, આઇસીઆઇસીઆઇ બેન્ક, એક્સિસ બેન્ક પણ 0.80 ટકાથી 0.46 ટકા વચ્ચે ઘટ્યા હતા.

    બજારમાં તેજીના 3 કારણ


    1- વિશ્લેષકો મુજબ, મેટલ, રિયલ્ટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઓઇલ એન્ડ ગેસ, હેલ્થકેર અને બેન્કિંગ સેક્ટરના શેરોમાં સારી ખરીદીથી બજારમાં તેજી આવી.

    2- રૂપિયામાં રિકવરીથી પણ બજારને સપોર્ટ મળ્યો. ડોલરની સામે રૂપિયો સોમવારે 38 પૈસા મજબૂત થઈને 69.77 પર આવી ગયો. ગુરુવારે રૂપિયો 70.40ના રેકોર્ડ લોઅર લેવલે પહોંચ્યો અને 70.15 પર ક્લોઝિંગ થયું. પારસી નવા વર્ષના કારણે શુક્રવારે કરન્સી બજાર બંધ રહ્યું હતું.

    3- સોમવારે એશિયન બજારોથી સારા સંકેત અને શુક્રવારે અમેરિકન માર્કેટમાં તેજીથી ભારતીય શેર બજારને મજબૂતી મળી. અમેરિકા-ચીનની વચ્ચે ટેરિફ વિવાદ ઓછો થવાની આશાથી રોકાણકારોને વિશ્વાસ વધ્યો છે.

    ઈન્ફોસિસના શેરમાં 4% સુધી ગબડ્યો


    આઈટી કં૫ની ઇન્ફોસિસનો શેર 3.97% સુધી તૂટી ગયો. તે એક મહિનામાં સૌથી મોટું ગાબડું છે. કંપનીના સીએફઓ એમડી રંગનાથે શનિવારે રાજીનામું આપ્યું જેના કારણે ઇન્ફોસિસના બોર્ડે મંજૂરી આપી દીધી. ગયા વર્ષે 18 ઓગસ્ટે વિશાલ સિક્કાએ સીઈઓ પદથી રાજીનામું આપી દીધું. ત્યારબાદ પણ ઇન્ફોસિસનો શેર 10% ગબડ્યો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Business

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ