ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Business » Market» PSU બેન્કો, એનર્જીમાં વેચવાલીથી સેન્સેક્સ 156 અંક ઘટ્યો | markets recovers from day low led by FMCG, IT, pharma and realty

  સતત બીજા દિવસે માર્કેટમાં ઘટાડો, સેન્સેક્સ 156 અંક ઘટ્યો, PSU બેન્કો, એનર્જીમાં ભારે વેચવાલી

  Business desk | Last Modified - May 16, 2018, 03:56 PM IST

  બેન્કિંગ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસીસ, એનર્જી અને ઇન્ફ્રામાં સૌથી વધારે ઘટાડો.એફએમસીજી, રીયલ્ટી, મીડિયા વધ્યા.
  • સતત બીજા દિવસે માર્કેટમાં ઘટાડો, સેન્સેક્સ 156 અંક ઘટ્યો, PSU બેન્કો, એનર્જીમાં ભારે વેચવાલી
   સતત બીજા દિવસે માર્કેટમાં ઘટાડો, સેન્સેક્સ 156 અંક ઘટ્યો, PSU બેન્કો, એનર્જીમાં ભારે વેચવાલી

   બિઝનેસ ડેસ્કઃ બુધવારે માર્કેટ વોલેટાઇલ ચાલ વચ્ચે દબાણ હેઠળ સતત બીજા દિવસે ઘટીને બંધ રહ્યું હતું. સેન્સેક્સ પ્રારંભમાં ઘટાડા પછી બપોર બાદ નીચા સ્તરથી 250થી વધુ અંક સુધર્યો હતો પરંતુ અંતે -156.06 (-0.44%) અંક ઘટીને 35,387.88 પર બંધ રહ્યો છે. નિફ્ટી 60.75 (-0.56%) અંક ઘટીને 10741.10 પર બંધ થયો છે. પીએસયુ બેન્કો અને એનર્જીમાં વધુ વેચવાલી રહેતા મોટો ઘટાડો આવ્યો હતો.

   પીએસયુ બેન્કો, એનર્જી, મેટલ, ઇન્ફ્રામાં ઘટાડો


   માર્કેટમાં સૌથી વધુ ઘટેલા સેક્ટર્સમાં બેન્કિંગ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસીસ, એનર્જી અને ઇન્ફ્રા રહ્યા છે. એનએસઇમાં પીએસયુ બેન્ક ઇન્ડેક્સ સૌથી વધુ 3 ટકા તૂટ્યો છે. પ્રાઇવેટ બેન્ક ઇન્ડેક્સ 0.93 ટકા અને ફાઇનાન્શિયલ સર્વિસીસ 0.99 ટકા ઘટ્યા છે. બેન્ક નિફ્ટી 1 ટકા ઘટીને 26,188.70 પર બંધ રહ્યો છે. ઉપરાંત એનર્જી 1.88 ટકા, ઇન્ફ્રા 0.65 ટકા, મેટલ 0.37 ટકા અને ઓટો 0.19 ટકા ઘટ્યા છે.

   એફએમસીજી, રીયલ્ટી, મીડિયા વધ્યા


   જ્યારે માર્કેટમાં વધેલા સેક્ટર્સ જોઇએ તો, એનએસઇમાં રીયલ્ટી સેક્ટર ઇન્ડેક્સ 2 ટકા અને એફએમસીજી ઇન્ડેક્સ 1.97 ટકા વધીને આગળ રહ્યા છે. ઉપરાંત મીડિયા, આઇટી, ફાર્મા સાધારણ વધ્યા છે.

   ICICI બેન્ક, રિલાયન્સ, એસબીઆઇ, એચડીએફસી બેન્કમાં ઘટાડો, જ્યારે એચયુએલ અને આઇટીસી મજબૂત


   સેન્સેક્સમાં 30માંથી 19 શેરો ઘટીને બંધ રહ્યા છે. આઇસીઆઇસીઆઇ બેન્ક 3.28 ટકા અને રિલાયન્સ 2.34 ટકા ઘટતા માર્કેટ પર ઘટાડાનું દબાણ વધ્યું હતું. ઉપરાંત એચડીએફસી, એચડીએફસી બેન્ક, એસબીઆઇ, એલએન્ડટી અને હીરો મોટોકોર્પ 2.19 ટકાથી 0.72 ટકા વચ્ચે ઘટ્યા હતા. જયારે એચયુએલ, આઇટીસી બંને શેરો અનુક્રમે 3.84 ટકા અને 1.47 ટકા વધતા માર્કેટને ટેકો મળ્યો હતો. ઉપરાંત, યસ બેન્ક, વિપ્રો, એમએન્ડએમ, સન ફાર્મા, ટીસીએસ અને ઇન્ડસઇન્ડ બેન્ક 1.11 ટકાથી 0.72 ટકા વધ્યા છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Market Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Business Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: PSU બેન્કો, એનર્જીમાં વેચવાલીથી સેન્સેક્સ 156 અંક ઘટ્યો | markets recovers from day low led by FMCG, IT, pharma and realty
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Business

  Trending

  X
  Top