Home » Business » Market » રિલાયન્સની તેજીથી માર્કેટ નવી ઊંચાઇએ બંધ, સેન્સેક્સ પ્રથમવાર 37,600 અને નિફ્ટી 11,350ની પાર | Markets closed on record high led by RIL as Sensex crossed 37,600 first time

રિલાયન્સની તેજીથી માર્કેટ નવી ઊંચાઇએ બંધ, સેન્સેક્સ પ્રથમવાર 37,600 અને નિફ્ટી 11,350ની પાર

Divyabhaskar.com | Updated - Jul 31, 2018, 04:19 PM

આરઆઇએલ 3 ટકા વધ્યો ઉપરાંત એચયુએલ, ઇન્ફોસીસ અને મારુતિ પણ અનુક્રમે 2.52 ટકા અને 1.34 ટકા વધતા માર્કેટને ટેકો મળ્યો.

  • રિલાયન્સની તેજીથી માર્કેટ નવી ઊંચાઇએ બંધ, સેન્સેક્સ પ્રથમવાર 37,600 અને નિફ્ટી 11,350ની પાર | Markets closed on record high led by RIL as Sensex crossed 37,600 first time

    નવી દિલ્હીઃ કંપનીઓના જૂન ક્વાર્ટરના મજબૂત પરિણામોના કારણે સતત સાતમા દિવસે માર્કેટ નવી રેકોર્ડ ઊંચાઇ પર બંધ રહ્યું હતું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં 3.5 ટકા સુધીનો ઊછાળો આવતા માર્કેટ આખરી કલાકમાં રેકોર્ડ ઊંચાઇ બનાવીને બંધ રહ્યું. સેન્સેક્સે ઇન્ટ્રા-ડે 37,644.59ની ઓલટાઇમ રેકોર્ડ હાઇ નોંધાવી હતી અને અંતે 112.18 પોઇન્ટ વધીને 37,606.58 પર સર્વોચ્ચ બંધ આપ્યો છે. નિફ્ટી પણ ઇન્ટ્રા-ડે 11,366 સુધી વધીને અંતે 37 પોઇન્ટ વધી 11,356.50 પર બંધ રહ્યો છે.


    નિફ્ટી પ્રથમવાર 11,300 ઉપર

    - 31 જુલાઇના રોજ નિફ્ટીએ 11,366ની નવી હાઇ બનાવી.
    -30 જુલાઇના રોજ નિફ્ટીએ પ્રથમવાર 11,300ની સપાટી વટાવીને 11,328.11ની ટોચ બનાવી હતી.
    - 27 જુલાઇના રોજ નિફ્ટીએ પ્રથમવાર 11,200ની સપાટી વટાવી હતી.
    - 26 જુલાઇએ નિફ્ટી 11,185.85ની હાઇ બનાવી હતી.

    - તેની પહેલા 29 જાન્યુઆરી 2018ના રોજ નિફ્ટી 11,171.55નું હાઇ લેવલ બનાવ્યું હતું.

    સેન્સેક્સે બનાવ્યો નવો રેકોર્ડ હાઈ

    - મંગળવારે સતત સાતમા દિવસે વધીને સેન્સેક્સે 37,644.49ની રેકોર્ડ હાઇ બનાવી.
    - સોમવારે છઠ્ઠા દિવસે સેન્સેક્સ નવી ઊંચાઈએ પહોંચ્યો હતો. સોમવારે સેન્સેક્સ 37,533.50ના નવા રેકોર્ડ સ્તર પર પહોંચ્યો.

    - 27 જુલાઈના રોજ સેન્સેક્સ 37,368.62ના રેકોર્ડ સ્તર પર પહોંચ્યો હતો.
    - 26 જુલાઈના રોજ સેન્સેક્સ પહેલીવાર 37,000ના સ્તરને પાર કરીને 37,061.62નો હાઇ રેકોર્ડ બનાવ્યો હતો.
    - 25 જુલાઈ- સેન્સેક્સ 36,947.18 હાઇ
    - 24 જુલાઈ- સેન્સેક્સ 36,902.06 હાઇ
    - 23 જુલાઈ- સેન્સેક્સ 36,749.69 રેકોર્ડ સ્તર

    રોકાણકારો કમાયા રૂ.62,550 કરોડ


    બજારમાં તેજીના કારણે મંગળવારના સેશનમાં રોકાણકારો રૂ.62,550 કરોડ કમાયા હતા. સોમવારે બીએસઇમાં લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ રૂ.1,52,50,490.30 કરોડ હતી, જે મંગળવારે રૂ.62,550.70 કરોડ વધીને રૂ.1,53,13,041 કરોડ થઇ હતી.

    રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ફરી દેશની ટોચની કંપની


    રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની માર્કેટ કેપ મંગળવારે 7.51 લાખ કરોડ રૂપિયા પર પહોંચી માર્કેટ કેપિટલાઇઝેશનના આધારે તે ફરીથી દેશની ટોચની કંપની બની ગઇ છે. તેણે રૂ.7.43 લાખ કરોડ માર્કેટ કેપ ધરાવતી ટાટા કન્સલટન્સી સર્વિસિસ (ટીસીએસ)ને પાછળ છોડી દીધી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર રૂ.1,190ની ઓલટાઇમ હાઈ લેવલ પર પહોંચવાના કારણે તે નંબર વન બની. તેનો શેર મંગળવારે ઇન્ટ્રા-ડે 3.5% ઊછળીને સાથે રૂ.1,190 પર પહોંચી ગયો હતો. અંતે શેર 3.14 ટકાના વધારા સાથે રૂ.1185.85 પર બંધ રહ્યો હતો.

    આરઆઇએલ, એચયુએલ, ઇન્ફોસીસ,, મારુતિ વધ્યા જ્યારે એક્સિસ બેન્ક, એચડીએફસી, એસબીઆઇ અને આઇટીસી ઘટ્યા


    સેન્સેક્સમાં 30માંથી 18 શેરો વધીને બંધ રહ્યા છે તેમાં આરઆઇએલ 3 ટકા વધીને ટોપ ગેઇનર રહ્યો હતો. ઉપરાંત એચયુએલ, ઇન્ફોસીસ અને મારુતિ પણ અનુક્રમે 2.52 ટકા અને 1.34 ટકા વધતા માર્કેટને ટેકો મળ્યો હતો. અન્ય વધેલા શેરોમાં હીરો મોટોકોર્પ 2.77 ટકા, અદાણી પાવર 2.41 ટકા, ટાટા સ્ટીલ 1.85 ટકા, ભારતી એરટેલ 1.53 ટકા, ઇન્ડસઇન્ડ બેન્ક 1.44 ટકા, ઇન્ફોસીસ 0.88 ટકા, સન ફાર્મા 0.61 ટકા અને એલએન્ડટી 0.52 ટકા વધ્યા હતા. જ્યારે ઘટેલા શેરોમાં એક્સિસ બેન્ક 3.23 ટકા, એચડીએફસી 1.64 ટકા, એસબીઆઇ 1.33 ટકા, આઇટીસી 1.30 ટકા, ટાટા મોટર્સ 1.18 ટકા, આઇસીઆઇસીઆઇ બેન્ક 1 ટકા ઘટ્યા છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Business

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ