Home » Business » Market » Markets closed on all time high levels with Sensex reached to 38,487 led by RIL

સતત ચોથા દિવસે રેકોર્ડ હાઇ પર બંધ રહ્યું માર્કેટ, સેન્સેક્સ 38,337, નિફ્ટી 11,580ની પાર, RILમાં તેજી

Divyabhaskar.com | Updated - Aug 23, 2018, 05:03 PM

ફાર્મા અને આઇટી અનુક્રમે 1.27 ટકા અને 1.24 ટકા વધીને મોખરે રહ્યા હતા. ઉપરાંત ઇન્ફ્રા 1 ટકા, એફએમસીજી 0.91 ટકા વધ્યા.

  • Markets closed on all time high levels with Sensex reached to 38,487 led by RIL

    બિઝનેસ ડેસ્કઃ ગુરુવારે ભારતીય શેરબજાર સતત ચોથા ટ્રેડિંગ સેશનમાં રેકોર્ડ હાઇ પર બંધ રહ્યું હતું. હેવીવેઇટ આરઆઇએલ, એલએન્ડટી, ઇન્ફોસીસ અને ટીસીએસ શેરોમાં તેજીથી સેન્સેક્સ અને નિફ્ટી નવી ઊંચાઇએ બંધ રહ્યા છે. સેન્સેક્સે ઇન્ટ્રા-ડે 38,487.63ની સર્વોચ્ચ સપાટી બનાવી હતી અને અંતે 51 પોઇન્ટ વધીને 38,336.76 પર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ ઉપર 11,620.70ની રેકોર્ડ સપાટી બનાવીને અંતે 11.85 અંક વધીને 11,582.75 પર બંધ રહ્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 2 ટકા તેજી સાથે ઓલટાઇમ હાઇ વધતા તથા એલએન્ડટી પણ 2.3 ટકા વધવાથી માર્કેટ ઊંચકાયું હતું.

    ફાર્મા, આઇટી, ઇન્ફ્રા, એનર્જી અને એફએમસીજીમાં તેજી, બેન્કિંગમાં ઘટાડો

    સેક્ટર્સનો દેખાવ જોઇએ તો ફાર્મા, આઇટી, એનર્જી, એફએમસીજી અને ઇન્ફ્રા વધવામાં મોખરે રહ્યા હતા. એનએસઇમાં ફાર્મા અને આઇટી અનુક્રમે 1.27 ટકા અને 1.24 ટકા વધીને મોખરે રહ્યા હતા. ઉપરાંત ઇન્ફ્રા 1 ટકા, એફએમસીજી 0.91 ટકા અને રીયલ્ટી 0.40 ટકા વધ્યા છે. જ્યારે મેટલ 1.45 ટકા, પીએસયુ બેન્ક 1.22 ટકા, મીડિયા 1 ટકા અને બેન્ક નિફ્ટી 0.81 ટકા ઘટ્યા હતા.

    આરઆઇએલ, એલએન્ડટી, ટીસીએસ, ઇન્ફોસીસ વધ્યા જ્યારે ટાટા મોટર્સ, એસબીઆઇ, એચડીએફસી બેન્કમાં ઘટાડો

    સેન્સેક્સમાં 14 શેરો વધ્યા હતા જ્યારે 17 શેરો ઘટીને બંધ રહ્યા છે. એલએન્ડટી 2.5 ટકા ઊછળીને ટોપ ગેઇનર રહ્યો હતો. તે ઉપરાંત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર 2 ટકા વધતા માર્કેટને મોટો ટેકો મળ્યો હતો. રિલાયન્સના શેરમાં તેજીથી તેની માર્કેટકેપ પ્રથમવાર રૂ.8 લાખ કરોડની પાર ગઇ હતી. આ ઉપરાંત ઇન્ફોસીસ, ટીસીએસ, મારુતિ, એચયુએલ, અદાણી પોર્ટસ, સન ફાર્મા 1.68 ટકાથી 0.61 ટકા વધ્યા છે. જ્યારે ટાટા મોટર્સ 4.33 ટકા, વેદાંતા 2 ટકા અને ટાટા સ્ટીલ 1.85 ટકા તૂટીને ટોપ ગેઇનર બન્યા હતા. તે ઉપરાંત એસબીઆઇ, કોટક બેન્ક, એક્સિસ બેન્ક, એચડીએફસી બેન્ક, યસ બેન્ક, આઇસીઆઇસીઆઇ બેન્ક અને આઇટીસી 1.5 ટકાથી 0.45 ટકા વચ્ચે ઘટ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Business

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ