ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Business » Market» સેન્સેક્સ 200 અંક મજબૂત, નિફ્ટી 10,850 નજીક, બેન્કો, ફાર્મા, FMCG મજબૂત | market trades on strong move led by PSU banks, pharma and FMCG

    સેન્સેક્સ ઇન્ટ્રા-ડે ઊછાળો ગુમાવીને 19 અંક વધીને બંધ, નિફ્ટી 10,800 નીચે, સ્મોલકેપમાં તેજી

    Business desk | Last Modified - Jun 11, 2018, 04:25 PM IST

    પીએસયુ બેન્કો, ફાર્મા, મીડિયા, એફએમસીજી વધ્યા હતા. જ્યારે મેટલ, રીયલ્ટી અને એનર્જી ઘટ્યા.
    • સેન્સેક્સ ઇન્ટ્રા-ડે ઊછાળો ગુમાવીને 19 અંક વધીને બંધ, નિફ્ટી 10,800 નીચે, સ્મોલકેપમાં તેજી
      સેન્સેક્સ ઇન્ટ્રા-ડે ઊછાળો ગુમાવીને 19 અંક વધીને બંધ, નિફ્ટી 10,800 નીચે, સ્મોલકેપમાં તેજી

      બિઝનેસ ડેસ્કઃ સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં બજારો ઇન્ટ્રા-ડે ઊછાળાના અંતે સાધારણ વધીને બંધ રહ્યા છે. સેન્સેક્સ સવારે વધીને ખુલ્યા પછી ઇન્ટ્રા-ડે 261 પોઇન્ટ ઊછળીને 35,704.84 સુધી ઉપર ગયું હતું. પરંતુ બપોર બાદ પ્રોફિટ બુકિંગ આવતા ઊછાળો ધોવાયો હતો. અંતે બીએસઇ બેન્ચમાર્ક ઇન્ડેક્સ 39.80 પોઇન્ટ વધીને 35,483.47 પર બંધ રહ્યો છે. નિફ્ટી ઇન્ટ્રા-ડે ઉપર 10,850.55 સુધી વધ્યા પછી અંતે 19 અંક વધીને 10,786.95 પર ક્લોઝ રહ્યો છે.

      યુએસ-નોર્થ કોરીયા વચ્ચેની મીટિંગ પહેલા એશિયન માર્કેટમાં રીકવરીની અસરથી ઘરેલુ માર્કેટ વધ્યું હતું. માર્કેટમાં પીએસયુ બેન્કો, ફાર્મા, મીડિયા, એફએમસીજી વધ્યા હતા. જ્યારે મેટલ, રીયલ્ટી અને એનર્જી ઘટ્યા છે.

      ભારતી, આઇટીસી, મારુતિ વધ્યા જ્યારે ટાટા સ્ટીલ, ICICI બેન્કમાં ઘટાડો

      સેન્સેક્સમાં 18 શેરો વધીને બંધ રહ્યા છે તેમાં ભારતી એરટેલ 3.2 ટકા ઊછળીને ટોપ પરફોર્મર રહ્યો છે. તે ઉપરાંત આઇટીસી, મારુતિ, ઇન્ડસઇન્ડ બેન્ક, સન ફાર્મા, એક્સિસ બેન્ક જેવા શેરો 1.29 ટકાથી 0.68 ટકા વચ્ચે વધ્યા છે. જ્યારે એચડીએફસી બેન્ક, આઇસીઆઇસીઆઇ બેન્ક, ટાટા સ્ટીલ, કોલ ઇન્ડિયા 1.8 ટકાથી 0.24 ટકા વચ્ચે ઘટ્યા છે.

      સ્મોલકેપ ઇન્ડેક્સ 0.5 ટકા વધ્યો


      વિસ્તૃત માર્કેટમાં મિડકેપ શેરોમાં સાધારણ ટ્રેડિંગ રહ્યું હતું જેના પગલે બીએસઇ મિડકેપ ઇન્ડેક્સ 0.09 ટકા ઘટીને ફ્લેટ બંધ રહ્યો છે. જોકે, બીએસઇ સ્મોલકેપ ઇન્ડેક્સ 0.51 ટકા વધ્યો છે અને તેમાં 63મૂન્સ, એપીએલ લિ. જેયકોર્પ લગભગ 20 ટકા ઊછળ્યા છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Market Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Business Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: સેન્સેક્સ 200 અંક મજબૂત, નિફ્ટી 10,850 નજીક, બેન્કો, ફાર્મા, FMCG મજબૂત | market trades on strong move led by PSU banks, pharma and FMCG
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Business

    Trending

    Top
    `