Home » Business » Market » ગ્લોબલ સંકેતોથી વેચવાલીઃ સેન્સેક્સ 300 અંક ગબડ્યો, એનજી, બેન્કો, ઓટો શેરોમાં ઘટાડો | Market slipped due to selling in realty, energy, banking and auto

ગ્લોબલ સંકેતોથી વેચવાલીઃ સેન્સેક્સ 356 અંક ગબડ્યો, ઓટો, બેન્કિગ એન્ડ ફાઇન્સ, એનર્જી શેરોમાં ઘટાડો

Divyabhaskar.com | Updated - Aug 02, 2018, 03:57 PM

રીયલ્ટી 1.66 ટકા, ઓટો 1.44 ટકા, એનર્જી 0.93 ટકા, બેન્ક નિફ્ટી 0.87 ટકા, આઇટી 0.86 ટકા, ફાઇ.સર્વિસ ઇન્ડેક્સ 1 ટકા ઘટ્યા.

  • ગ્લોબલ સંકેતોથી વેચવાલીઃ સેન્સેક્સ 300 અંક ગબડ્યો, એનજી, બેન્કો, ઓટો શેરોમાં ઘટાડો | Market slipped due to selling in realty, energy, banking and auto

    બિઝનેસ ડેસ્કઃ ગ્લોબલ માર્કેટના નબળા સંકેતોના કારણે ગુરુવારે ઘરેલું શેરબજારમાં ઘટાડો આવ્યો છે. બેન્કિંગ, ઓટો, રીયલ્ટી, આઇટી, એનર્જી સેક્ટરમાં મોટા ઘટાડાથી સેન્સેક્સ 356.46 (-0.95%) પોઇન્ટ ઘટીને 37,165.16 પોઇન્ટ પર બંધ રહ્યો છે. નિફ્ટી 101.5 (-0.89%) પોઇન્ટ ઘટીને 11,244.70 પર બંધ આવ્યો છે.

    રીયલ્ટી, ઓટો, એનર્જી, બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ, આઇટી ઘટ્યા જ્યારે ફાર્મામાં તેજી

    એનએસઇમાં રીયલ્ટી 1.66 ટકા, ઓટો 1.44 ટકા, એનર્જી 0.93 ટકા, બેન્ક નિફ્ટી 0.87 ટકા, આઇટી 0.86 ટકા ઇન્ફ્રા 0.45 ટકા અને ફાઇનાન્શિયલ સર્વિસ ઇન્ડેક્સ 1.13 ટકા ઘટ્યા છે. જ્યારે ફાર્મા 1.32 ટકા અને મેટલ 0.23 ટકા વધ્યા છે.

    ભારતી, રિલાયન્સ, એચડીએફસી, મારુતિ ગબડ્યા


    સેન્સેક્સમાં 21 શેરો ઘટ્યા છે તેમાં ભારતી એરટેલ સૌથી વધુ 2.8 ટકા તૂટ્યો છે. ઉપરાંત, રિલાયન્સ, એચડીએફસી બેન્ક, એચડીએફસી, કોટક બેન્ક, ટીસીએસ, મારુતિ, એલએન્ડટી અને આઇટીસી 2.54 ટકાથી 0.88 ટકા ઘટવાથી બજાર પર દબાણ આવ્યું છે. જ્યારે પાવરગ્રિડ 2.25 ટકા, કોલ ઇન્ડિયા, એચયુએલ 1 ટકા, સન ફાર્મા 0.64 ટકા ઇન્ડસઇન્ડ બેન્ક 0.91 ટકા વધ્યા છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Business

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending