Home » Business » Market » ટ્રમ્પ-કિમની મુલાકાત પછી માર્કેટમાં તેજી, સેન્સેક્સ 200 પોઇન્ટ વધ્યો, ફાર્મા, બેન્કો મોખરે | market show rally after meeting of Trump and Kim Jong Unn led by pharma and PSU banks

ટ્રમ્પ-કિમની મીટિંગ પછી માર્કેટમાં તેજી, સેન્સેક્સ 209 અંક વધ્યો, ફાર્મા, બેન્કો મોખરે

Divyabhaskar.com | Updated - Jun 12, 2018, 03:56 PM

ફાર્મા ઇન્ડેક્સ સૌથી વધુ 2.58 ટકા ઊછળ્યો છે. ઉપરાંત PSU બેન્ક ઇન્ડેક્સ 2.33 ટકા, FMCG 0.88 ટકા, આઇટી 0.65 ટકા વધ્યા છે.

  • ટ્રમ્પ-કિમની મુલાકાત પછી માર્કેટમાં તેજી, સેન્સેક્સ 200 પોઇન્ટ વધ્યો, ફાર્મા, બેન્કો મોખરે | market show rally after meeting of Trump and Kim Jong Unn led by pharma and PSU banks

    બિઝનેસ ડેસ્કઃ મંગળવારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને નોર્થ કોરીયન સરમુખત્યાર કિમ જોંગ ઉન વચ્ચેની મુલાકાત પછી બજાર વધીને બંધ રહ્યું છે. પીએસયુ બેન્કો, ફાર્મા, એફએમસીજી, આઇટી, એનર્જી સેક્ટરની તેજીથી સેન્સેક્સ 209 (0.59%) પોઇન્ટ ઊછળીને 35692.52 પર બંધ રહ્યો છે તે પહેલા 35,743 સુધી ઉપર ગયો હતો. એ જ રીતે, નિફ્ટી ઉપર 10,856.55ની ટોચ બનાવીને અંતે વાગ્યે 66.25 (+0.61%) પોઇન્ટ વધીને 10,853.20 પર બંધ રહ્યો છે.

    ફાર્મા, પીએસયુ બેન્કો, એફએમસીજી, એનર્જી, આઇટી વધ્યા જ્યારે મેટલમાં ઘટાડો


    માર્કેટમાં મોટા ભાગના સેક્ટર્સમાં તેજી રહી હતી. એનએસઇમાં ફાર્મા ઇન્ડેક્સ સૌથી વધુ 2.58 ટકા ઊછળ્યો છે. ઉપરાંત પીએસયુ બેન્ક ઇન્ડેક્સ 2.33 ટકા, એફએમસીજી 0.88 ટકા, અને એનર્જી 0.73 ટકા, આઇટી 0.62 ટકા અને ઇન્ફ્રા 0.61 ટકા વધ્યા છે. જ્યારે મેટલ ઇન્ડેક્સ 0.43 ટકા ઘટ્યો છે.

    એસબીઆઇ, ડો રેડડી, રિલાયન્સ, ટીસીએસ વધ્યા જ્યારે એક્સિસ બેન્ક, ભારતી ઘટ્યા


    સેન્સેક્સમાં 30માંથી 17 શેરો વધીને બંધ રહ્યા છે. તેમાં રેડ્ડીઝ 5.23 ટકા અને એસબીઆઇ 3.36 ટકા વધીને મોખરે રહ્યા હતા. માર્કેટને ટેકો આપનારા શેરોમાં રિલાયન્સ, એસબીઆઇ, ટીસીએસ, એચયુએલ, એલએન્ડટી, એચડીએફસી અને ઇન્ડસઇન્ડ બેન્ક 3.36 ટકાથી 0.73 ટકા વધ્યા છે. જ્યારે ભારતી એરટેલ, ટાટા સ્ટીલ, એક્સિસ બેન્ક, યસ બેન્ક, ટાટા મોટર્સ 2 ટકાથી 0.60 ટકા વચ્ચે ઘટ્યા છે.

    મિડકેપ ઇન્ડેક્સ 0.90 ટકા અને સ્મોલકેપ 0.54 ટકા વધ્યા


    માર્કેટમાં નાના શેરોમાં પણ સારી ખરીદી જોવા મળી છે. તેના પગલે બીએસઇ મિડકેપ ઇન્ડેક્સ 0.90 ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ 0.54 ટકા વધ્યા છે. મિડકેપ શેરોમાં વક્રાંગી, ગ્લેનમાર્ક, એયુબેન્ક, ડિવિઝ લેબ, એબીબી, સેઇલ 4.93 ટકાથી 3.24 ટકા વધ્યા છે. સ્મોલકેપ શેરોમાં બીજીઆર એનર્જી, એસટીસી ઇન્ડિયા, ડ્રેજિંગ કોર્પ, એમએમટીસી, રોલ્ટા, ડીસીએમ શ્રીરામ જેવા શેરો 20 ટકાથી 12 ટકા વચ્ચે ઊછળ્યા છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Business

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending