Divya Bhaskar

Home » Business » Market » રીટેલ ફુગાવો ઘટતા સેન્સેક્સ 207 અંક વધ્યો, ફાર્મા, એનર્જી, બેન્ક શેરોમાં તેજી | market rose following low retail inflation

રીટેલ ફુગાવો ઘટતા સેન્સેક્સ 207 અંક વધ્યો, ફાર્મા, એનર્જી, બેન્ક શેરોમાં તેજી

Divyabhaskar.com | Updated - Aug 14, 2018, 05:53 PM

ફાર્મા ઇન્ડેક્સ 3.49 ટકા ઊછળ્યો હતો. ઉપરાંત રીયલ્ટી ઇન્ડેક્સ 1.61 ટકા, એનર્જી 1.15 ટકા, પીએસયુ બેન્ક ઇન્ડેક્સ વધ્યા.

  • રીટેલ ફુગાવો ઘટતા સેન્સેક્સ 207 અંક વધ્યો, ફાર્મા, એનર્જી, બેન્ક શેરોમાં તેજી | market rose following low retail inflation

    બિઝનેસ ડેસ્કઃ જુલાઇમાં રીટેલ ફુગાવો 9 માસના નીચા સ્તરે આવવાથી મંગળવારે ઘરેલુ બજારમાં ઊછાળો આવ્યો હતો. ફાર્મા, પ્રાઇવેટ બેન્કો, રીયલ્ટી, એનર્જીના ટેકે સેન્સેક્સ ઇન્ટ્રા-ડે 287 પોઇન્ટ ઊછળીને 37,932ની ઊંચાઇએ ગયો હતો અને અંતે 207 પોઇન્ટ વધીને 37,852 પર બંધ રહ્યો હતો. એ જ રીતે, નિફ્ટી ઉપર 11,452 સુધી વધ્યા પછી અંતે 79.35 અંક વધીને 11,435 પર બંધ રહ્યો છે. બીએસઇમાં મિડકેપ ઇન્ડેક્સ 0.90 ટકા વધ્યો હતો. આમ, બે દિવસના ઘટાડા પછી માર્કેટમાં ફરી તેજી જોવા મળી છે.

    ફાર્મા, રીયલ્ટી, એનર્જી, પીએસયુ બેન્ક, આઇટી વધ્યા, ઇન્ફ્રામાં ઘટાડો

    એનએસઇમાં ફાર્મા ઇન્ડેક્સ સૌથી વધુ 3.49 ટકા ઊછળ્યો હતો. તે ઉપરાંત રીયલ્ટી ઇન્ડેક્સ 1.61 ટકા, એનર્જી 1.15 ટકા, પીએસયુ બેન્ક ઇન્ડેક્સ 1.12 ટકા, મીડિયા 1.32 ટકા, આઇટી 0.74 ટકા, એફએમસીજી 0.71 ટકા અને ઓટો 0.45 ટકા વધ્યા છે. બેન્ક નિફ્ટી 0.82 ટકા વધીને 28,022 પર બંધ રહ્યો છે. એનએસઇમાં માત્ર ઇન્ફ્રા 0.67 ટકા ઘટ્યો છે.

    રૂપિયો 70 ડોલરે અડતા આઇટીમાં તેજી

    સન ફાર્મા, રિલાયન્સ, ICICI બેન્ક, એક્સિસ વધ્યા જ્યારે એલએન્ડટી, ભારતી ઘટ્યા


    સેન્સેક્સમાં 17 શેરો વધ્યા હતા તેમાં સન ફાર્મા 6.91 ટકા વધીને મોખરે રહ્યો હતો. માર્કેટને ઊંચકનારા શેરોમાં સન ફાર્મા ઉપરાંત રિલાયન્સ, આઇસીઆઇસીઆઇ બેન્ક, એક્સિસ બેન્ક અને યસ બેન્ક 2,87 ટકાથી 2 ટકા વધ્યા છે. જ્યારે હીરો મોટોકોર્પ, એલએન્ડટી, ભારતી એરટેલ, અદાણી પોર્ટ 1.23 ટકાથી 0.69 ટકા ઘટ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Business

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending