Home » Business » Market » સેન્સેક્સ ઉપલા સ્તરથી 200 અંક ઘટ્યો, નિફટી 11,400 નીચે બંધ | market Open at new height, Sensex open at 37876 level; Nifty crosses 11400

રેકોર્ડ ઓપનિંગ પછી બજારમાં ઘટાડો, સેન્સેક્સ ઉપલા સ્તરથી 200 અંક ઘટ્યો, નિફટી 11,400 નીચે બંધ

Divyabhaskar.com | Updated - Aug 07, 2018, 04:01 PM

ટ્રેડિંગ દરમિયાન મેટલ અને ઓટો શેરમાં સારી તેજી જોવા મળી છે. જોકે બેન્કિંગ શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો.

  • સેન્સેક્સ ઉપલા સ્તરથી 200 અંક ઘટ્યો, નિફટી 11,400 નીચે બંધ | market Open at new height, Sensex open at 37876 level; Nifty crosses 11400

    બિઝનેસ ડેસ્કઃ મંગળવારે રેકોર્ડ ઓપનિંગ પછી શેરબજાર ઢીલું પડ્યું હતું. સેન્સેક્સ ખુલતામાં 37,876.87ની ટોચ બનાવીને અંતે 26 અંક ઘટીને 37,665.80 પર બંધ રહ્યો છે, જે ટોચની સપાટીથી 212 પોઇન્ટનો ઘટાડો છે. નિફ્ટી 11.428.95ની સર્વોચ્ચ સપાટી બનાવીને અંતે 2.35 પોઇન્ટના સાધારણ વધારા સાથે 11,389.45 પર બંધ રહ્યો છે. રિલાયન્સ, અદાણીપોર્ટસ, એસબીઆઇ ઘટવાથી દબાણ આવ્યું હતું. અદાણી પોર્ટસ 6.5 ટકા તૂટ્યો હતો.

    બજારમાં રેકોર્ડ સપાટી પછી નરમાઇ

    મંગળવારે શેરબજારે ફરી નવી રેકોર્ડ હાઈ સપાટી બનાવી છે. શેરબજારની શરૂઆતમાં સેન્સેક્સ 37,876ની સપાટીએ પહોંચી ગયો હતો જ્યારે નિફ્ટીએ 11,428ની સપાટીને ટચ કર્યું હતું. જોકે શરૂઆતી સેશનના વધારા બાદ સેન્સેક્સ ગબડીને ટૂંક સમયમાં જ 37,707ની સપાટીએ આવી ગયો હતો. જ્યારે નિફ્ટી 11,400ની સપાટીએ પહોંચ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન મેટલ અને ઓટો શેરમાં સારી તેજી જોવા મળી. જોકે બેન્કિંગ શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. મિડકેપમાં ખરીદી સારી થઈ રહી છે. સોમવારે સેન્સેક્સ 136 પોઈન્ટ વધીને 37,692 અને નિફ્ટી 26 અંક વધીને 11,387ની સપાટીએ બંધ થયા હતા.

    સેન્સેક્સે નવી ઉંચાઈ ક્રોસ કરી

    - 7 ઓગસ્ટે સેન્સેક્સ નિફ્ટીએ 37,876ની સપાટીને ટચ કરી હતી.
    - 6 ઓગસ્ટે સેન્સેક્સે 37,805ની ઓલ ટાઈમ હાઈ સપાટી બનાવી હતી.
    - 1 ઓગસ્ટે સેન્કેક્સે 37,711ની સપાટીને ટચ કર્યું હતું.
    - 31 જુલાઈએ સેન્સેક્સે 37,644ની રેકોર્ડ હાઈ નવી સપાટી બનાવી હતી.
    - 30 જુલાઈએ સેન્સેક્સે 37,533ની રેકોર્ડ હાઈ નવી સપાટી બનાવી હતી.
    - 27 જુલાઈએ સેન્સેક્સે 37,368ની રેકોર્ડ હાઈ સપાટી બનાવી હતી.
    - 26 જુલાઈએ સેન્સેક્સે પહેલીવાર 37,000ની સપાટી ક્રોસ કરીને 37,061નો નવો હાઈ બનાવ્યો હતો.
    - 25 જુલાઈએ સેન્સેક્સે 36,947ની નવી હાઈ બનાવી હતી.
    - 24 જુલાઈએ સેન્સેક્સ રેકોર્ડ 36,902ની સપાટીએ પહોંચ્યો હતો.
    - 23 જુલાઈએ સેન્સેક્સે 36749ની રેકોર્ડ હાઈ સપાટી બનાવી હતી.

    નિફ્ટીએ નવી ઉંચાઈ આંબી

    - 06 ઓગસ્ટે નિફ્ટીએ પહેલીવાર 11,400ની સપાટીને ક્રોસ કરી. નિફ્ટીએ 11,423.60ની ઓલટાઈમ હાઈ સપાટી બનાવી
    - 01 ઓગસ્ટે નિફ્ટી 11,390ની નવી ઉંચાઈએ પહોંચ્યો હતો.
    - 31 જુલાઈએ નિફ્ટીએ 11,366ની નવી રેકોર્ડ હાઈ સપાટી બનાવી હતી.
    - 30 જુલાઈએ નિફ્ટીએ પહેલીવાર 11,300ની સપાટી પાર કરી હતી. નિફ્ટી 11,328ની ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો હતો.
    - 27 જુલાઈએ નિફ્ટીએ પહેલીવાર 11,200ની સપાટી પાર કરી હતી. નિફ્ટી 11,283નું રેકોર્ડ હાઈ લેવલ બનાવ્યું હતું.
    - 26 જુલાઈએ નિફ્ટીએ 11,185ની સપાટી બનાવી હતી.
    - આ પહેલાં 29 જાન્યુઆરી 2018ના રોજ નિફ્ટીએ 11,171ની હાઈ સપાટી બનાવી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Business

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ