Home » Business » Market » સેન્સેક્સમાં 400 પોઇન્ટનો ઊછાળો, નિફ્ટી 121,350 પર, બેન્કિંગ, ફાઇનાન્સમાં તેજી | market moved up on rally as BSE Index jumped 400 points led by HDFC, Axis Bank, ITC

સેન્સેક્સ 391 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 11,350ની ઉપર બંધ, બેન્કિંગ, ફાઇનાન્સ, મેટલમાં તેજી

Divyabhaskar.com | Updated - Aug 03, 2018, 03:56 PM

માર્કેટમાં તમામ સેક્ટર્સમાં તેજી જોવા મળી છે. તેમાં બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ, મેટલ, એફએમસીજી, ફાર્મા તેજીમાં આગળ છે.

  • સેન્સેક્સમાં 400 પોઇન્ટનો ઊછાળો, નિફ્ટી 121,350 પર, બેન્કિંગ, ફાઇનાન્સમાં તેજી | market moved up on rally as BSE Index jumped 400 points led by HDFC, Axis Bank, ITC

    બિઝનેસ ડેસ્કઃ બે દિવસના કરેક્શન પછી શેરબજારમાં શુક્રવારે ફરીથી તેજી પાછી આવી છે. સેન્સેક્સ બપોર પછી 400થી વધુ પોઇન્ટ ઊછળીને 37,575.60ની ટોચ બનાવીને અંતે 391 પોઇન્ટ વધીને 37556.16 પર બંધ રહ્યો છે. નિફ્ટી 116 પોઇન્ટ વધીને 11360.80 પર બધ થયો છે. માર્કેટમાં તમામ સેક્ટર્સમાં તેજી જોવા મળી હતી. તેમાં બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ, મેટલ, એફએમસીજી, ફાર્મા તેજીમાં આગળ ચાલી રહ્યા હતા.

    બેન્કિંગ, ફાઇનાન્સ, ફાર્મા, એફએમસીજી, ઓટો અને એનર્જીમાં તેજી


    એનએસઇમાં પીએસયુ બેન્ક ઇન્ડેક્સ 1.89 ટકા, પ્રાઇવેટ બેન્ક ઇન્ડેક્સ 1.52 ટકા અને ફાઇનાન્શિયલ સર્વિસીસ ઇન્ડેક્સ 1.54 ટકા વધ્યા છે. તેના પગલે બેન્ક નિફ્ટી 1.24 ટકા વધીને 27,695 પર બંધ રહ્યો છે. ઉપરાંત, એફએમસીજી 1.13 ટકા, ફાર્મા 0.81 ટકા, એનર્જી 0.68 ટકા, આઇટી 0.66 ટકા, રીયલ્ટી 0.60 ટકા, ઇન્ફ્રા 0.57 અને મીડિયા 1.30 ટકા વધ્યા છે.

    એક્સિસ બેન્ક, એચડીએફસી, આઇટીસી, ICICI બેન્કમાં તેજીથી માર્કેટ ઊંચકાયું


    સેન્સેક્સ 24 શેરો વધીને ટ્રેડ કરે છે. તેમાં એક્સિસ બેન્ક 5.17 ટકા વધીને મોખરે છે. એચડીએફસી, એક્સિસ બેન્ક, આઇટીસી, આઇસીઆઇસીઆઇ બેન્ક, કોટક બેન્ક, ટીસીએસ, રિલાયન્સ જેવા શેરોએ 2.33 ટકાથી 0.72 ટકા વધીને માર્કેટને ટેકો આપ્યો છે. જ્યારે ટાટા મોટર્સ, એચડીએફસી બેન્ક, હારો મોટોકોર્પ, ઇન્ડસઇન્ડ બેન્કમાં 0.84 ટકાથી0.28 ટકા ઘટાડો આવ્યો છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Business

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ