Divya Bhaskar

Home » Business » Market » market closed negative due to selling in banking, energy due to weak rupee

બેન્કિંગ, એનર્જી અને ઓટો શેરોમાં વેચવાલીથી સેન્સેક્સ 33 અંક ઘટ્યો, રૂપિયામાં 70.82નું ઓલટાઇમ બોટમ

Divyabhaskar.com | Updated - Aug 30, 2018, 03:49 PM

બેન્કિંગ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસીસ, એનર્જી, ઓટોમાં વેચવાલી આવી, રિલાયન્સ, મારુતિ, એચડીએફસી જેવા હેવીવેઇટ શેરોમાં ઘટાડો.

  • market closed negative due to selling in banking, energy due to weak rupee

    બિઝનેસ ડેસ્કઃ યુરોપીયન માર્કેટમાં ઘટાડા વચ્ચે ડોલર સામે રૂપિયામાં ઓલટાઇમ 70.82ના તળિયે ગબડતા ગુરુવારે માર્કેટમાં નબળાઇ રહી હતી. ઓગસ્ટ ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સની એક્સપાયરીના દિવસે ભારતીય માર્કેટ ઘટીને બંધ રહ્યું છે. બેન્કિંગ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસીસ, એનર્જી, ઓટો શેરોમાં વેચવાલીના કારણે માર્કેટ સતત બીજા દિવસે ઘટ્યું હતું. સેન્સેક્સ ઇન્ટ્રા-ડે 140 પોઇન્ટ ઘટીને નીચે 38,581.83 સુધી ગયો હતો પરંતુ અંતે માત્ર 32.83 પોઇન્ટ ઘટીને 38,690 પર બંધ રહ્યો છે. એ જ રીતે, નિફ્ટી નીચે 11,640ને અડ્યો હતો પણ અંતે 15 પોઇન્ટના ઘટાડા સાથે 11,676.80 પર બંધ રહ્યો હતો. રિલાયન્સ, મારુતિ, એચડીએફસી જેવા હેવીવેઇટ શેરો 1.67 ટકાથી 1 ટકા વચ્ચે ઘટ્યા હતા.

    એનર્જી, બેન્કિંગ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસીસ, ઓટોમાં ઘટાડો જ્યારે એફએમસીજી, ફાર્મા, મેટલ વધ્યા


    એનએસઇમાં એનર્જી ઇન્ડેક્સ સૌથી વધુ 0.62 ટકા ઘટ્યો હતો. ઉપરાંત બેન્ક નિફ્ટી 0.43 ટકા, ફાઇનાન્શિયલ સર્વિસિસ ઇન્ડેક્સ 0.54 ટકા અને ઓટો 0.45 ટકા ઘટ્યા હતા. બેન્કોમાં પ્રાઇવેટ બેન્ક શેરોમાં ઘટાડો આવ્યો હતો. તેના કારણે પ્રાઇવેટ બેન્ક ઇન્ડેક્સ 0.45 ટકા ઘટ્યો હતો. જ્યારે એફએમસીજી 1.28 ટકા, ફાર્મા 1.12 ટકા, મેટલ 0.85 ટકા, રીયલ્ટી 0.60 ટકા અને ઇન્ફ્રા 0.42 ટકા વધ્યા હતા.


    ડોલર સામે રૂપિયો 23 પૈસા ઘટી 70.82ના સૌથી નીચા તળિયે

    ડોલર સામે રૂપિયો ગુરુવારે 23 પૈસા ગબડીને 70.82ના સૌથી નીચા તળિયે પહોંચ્યો હતો. બુધવારે રૂપિયો 70.65 સુધી ઘટ્યો હતો. જોકે, ક્લોઝિંગ 49 પૈસા ઘટીને 70.59 પર થયું હતું. ફોરેક્સ ડીલર્સના જણાવ્યા અનુસાર, આયાતકારો અને રીફાઇનરીઓ તરફથી ડોલરની માગ વધી છે. તેના કારણે રૂપિયામાં નબળાઇ આવી છે. ડોલર અન્ય દેશોની કરન્સી સામે પણ મજબૂત બન્યો છે. આ વર્ષે રૂપિયો ડોલર સામે 10 ટકા ઘટી ગયો છે. જાન્યુઆરીથી રૂપિયા સતત ઘટી રહ્યો છે અને 18 વર્ષમાં ઘટાડાનો આ સૌથી લાંબો ગાળો રહ્યો છે. રૂપિયો ગબડવાથી પેટ્રોલ-ડીઝલ મોંઘા થઇ શકે છે અને મોંઘવારી વધી શકે છે.

    રિલાયન્સ, મારુતિ, ઇન્ડસઇન્ડ બેન્કમાં ઘટાડો, સન ફાર્મા, આઇટીસી વધ્યા


    સેન્સેક્સમાં 16 શેરો ઘટીને અને 15 શેરો વધીને બંધ રહ્યા છે. રિલાયન્સ, મારુતિ, ઇન્ડસઇન્ડ બેન્ક, યસ બેન્ક, એક્સિસ બેન્ક, એચડીએફસી, કોટક બેન્ક, ટાટા મોટર્સ, એચડીએફસી બેન્ક, એસબીઆઇ 1.71 ટકાથી 0.48 ટકા ઘટ્યા છે. જ્યારે સન ફાર્મા, આઇટીસી, ટાટા સ્ટીલ, ભારતી, આઇસીઆઇસીઆઇ બેન્ક, એચયુએલ, વેદાંતા, ટીસીએસ ઇન્ફોસીસ 3 ટકાથી 0.51 ટકા વધ્યા છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Business

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending