Home » Business » Market » Market capitalization of Apple may touch 1 trillion dollar today

એપલ 1 ટ્રિલિયન ડોલર માર્કેટકેપ હાંસલ કરનારી અમેરિકાની પ્રથમ અને વિશ્વની બીજી કંપની બની

Divyabhaskar.com | Updated - Aug 02, 2018, 10:25 PM

મે 2009માં એપલનું વેલ્યુએશન 121 અબજ ડોલર હતું જે હવે 1000 અબજ ડોલર થઇ ગયું છે.

  • Market capitalization of Apple may touch 1 trillion dollar today
    જાન્યુઆરી 2018થી અત્યાર સુધી એપલના શેરમાં 20% તેજી આવી છે.

    સાન ફ્રાન્સિસ્કો એપલ ગુરુવારે એક ટ્રિલિયન ડોલર (68 લાખ કરોડ રૂપિયા)ની માર્કેટ કેપ ધરાવતી કંપની બની ગઇ છે. બુધવારે 6 ટકા તેજી પછી એપલના શેરમાં ગુરુવારે થોડોક ઘટાડો આવ્યો હતો, પરંતુ પછી તરત તેજી આવી હતી. શેરમાં ઊછાળાના કારણે કંપનીની માર્કેટ કેપ 1000 અબજ ડોલર થઇ ગઇ છે. એપલ આ આંકડા સુધી પહોંચનારી અમેરિકાની પ્રથમ અને વિશ્વની બીજી કંપની છે. તેની પહેલા નવેમ્બર 2017માં શાંઘાઇના શેરબજારમાં પેટ્રોચાઇનાનું માર્કેટ વેલ્યુએશન આ લેવલે પહોંચ્યું હતું. જોકે, ટ્રેડિંગ સેશન પૂરું થયા પછી તે એક ટ્રિલિયન ડોલરની નીચે આવી ગઇ હતી.

    1 ટ્રિલિયન ડોલરનો મતલબ

    - 1 ટ્રિલિયન ડોલર એટલે 68 લાખ કરોડ રૂપિયા જે ભારતીય અર્થતંત્રના 42 ટકા જેટલા થાય.
    - દુનિયાના 192 દેશોમાં માત્ર 16 દેશોની જીડીપી જ 1 ટ્રિલિયન ડોલરથી વધારે છે.
    - ભારતીય કંપની ટીસીએસની માર્કેટ કેપ 7.47 લાખ કરોડ રૂપિયા છે.
    - રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 7.40 લાખ રૂપિયાની માર્કેટ કેપ સાથે બીજા નંબરે છે.

    7 મહિનામાં શેર 20 ટકા વધ્યો


    જાન્યુઆરી 2018થી અત્યાર સુધી એપલના શેરમાં 20 ટકા તેજી આવી છે. છેલ્લા 12 મહિનામાં આ શેર 34 ટકા વધ્યો છે. ગુરુવારની તેજી પછી શેર અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો છે. કંપનીની માર્કેટ કેપ 9 વર્ષમાં આશરે 900 ટકા વધી છે. મે 2009માં એપલનું વેલ્યુએશન 121 અબજ ડોલર હતું જે હવે 1000 અબજ ડોલર થઇ ગયું છે. 24 જાન્યુઆરી 2013માં શેરમાં ઘટાડો આવવાના કારણે માર્કેટ કેપ એક જ દિવસમાં 59.6 અબજ ડોલર ઘટી ગઇ હતી. એપલ 7 વર્ષથી સતત દુનિયાની નંબર 1 કંપની બનેલી છે.

    એપલના શેરોમાં તેજીનું કારણ

    - એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં કંપનીનો નફો 32% વધીને 79,000 કરોડ રૂપિયા થઇ ગયો. રેવેન્યુ 17% વધીને 3.6 લાખ કરોડ રૂપિયા થઇ ગઇ. આઇફોનના વેચાણથી રેવેન્યુમાં 20% વધારો થયો. કંપનીએ 4.13 કરોડ આઇફોન વેચ્યા. જોકે, આ જૂન 2017ના ક્વાર્ટરથી 1% અને માર્ચ 2018ના ક્વાર્ટરથી 21% ઓછું છે. પરંતુ આઇફોનની સરેરાશ કિંમતમાં 20% વધારાના કારણે રેવેન્યુ વધી. એપલ વોચ, હોમપોડ સ્પીકર અને અન્ય હાર્ડવેરનું વેચાણ 37% વધીને 25,000 કરોડ રૂપિયા થઇ ગયું.

    એક ટ્રિલિયન ડોલર માર્કેટકેપની રેસ

    કંપની માર્કેટકેપ (ડોલરમાં)
    એપલ 1000 અબજ
    એમેઝોન 879 અબજ
    આલ્ફાબેટ 842 અબજ

    પેટ્રોચાઇના ફક્ત એક દિવસ માટે 1 ટ્રિલિયન ડોલર પર હતી

    2007માં પેટ્રોચાઇના કંપની 1 ટ્રિલિયન ડોલરની માર્કેટકેપના આંકડા પર પહોંચી હતી. ત્યારે શાંઘાઈના શેરબજારમાં તેના શેર્સમાં ત્રણગણો વધારો થયો હતો. પરંતુ એક જ દિવસમાં કંપની આ માર્કેટકેપથી નીચે આવી ગઇ. માર્ચ 2008 સુધી તે 500 અબજ ડોલર પર આવી ગઇ. આજે તે અલીબાબાથી પણ પાછળ છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Business

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ