છેલ્લા 8 મહિનામાં RILના શેરમાં 45 ટકા તેજીથી રોકાણકારો રૂ.2.58 લાખ કરોડ કમાયા

મંગળવારે RILનો શેર 2 ટકાથી વધુ ઊછળીને પ્રથમવાર રૂ.1,300ની સપાટી વટાવીને બીએસઇમાં રૂ.1323ની ઓલટાઇમ હાઇ પર પહોંચ્યો હતો.

Business desk | Updated - Aug 28, 2018, 04:55 PM
RILનો શેર મંગળવારે ઇન્ટ્રા-ડે 2.4 ટકા ઊછળીને રૂ.1323ની ટોચને અડ્યો હતો, જે તેનું સર્વોચ્ચ સ્તર છે.
RILનો શેર મંગળવારે ઇન્ટ્રા-ડે 2.4 ટકા ઊછળીને રૂ.1323ની ટોચને અડ્યો હતો, જે તેનું સર્વોચ્ચ સ્તર છે.

મંગળવારે RILનો શેર 2 ટકાથી વધુ ઊછળીને પ્રથમવાર રૂ.1,300ની સપાટી વટાવીને બીએસઇમાં રૂ.1323ની ઓલટાઇમ હાઇ પર પહોંચ્યો હતો. આ સાથે રિલાયન્સનું માર્કેટ કેપ વધીને રૂ.8.35 લાખ કરોડની ઉપર ગયું છે.

બિઝનેસ ડેસ્કઃ મુકેશ અંબાણીની માલિકીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL)ના શેરમાં સતત જોરદાર તેજી ચાલુ રહી છે. મંગળવારે RILનો શેર 2 ટકાથી વધુ ઊછળીને પ્રથમવાર રૂ.1,300ની સપાટી વટાવીને બીએસઇમાં રૂ.1323ની ઓલટાઇમ હાઇ પર પહોંચ્યો હતો. આ સાથે રિલાયન્સનું માર્કેટ કેપ વધીને રૂ.8.35 લાખ કરોડની ઉપર ગયું છે. ગયા સપ્તાહમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 8 લાખ કરોડ રૂપિયા માર્કેટ કેપ હાંસલ કરનારી પ્રથમ કંપની બની હતી.

આ વર્ષે આરઆઇલનો શેર 45 ટકા વધ્યો છે અને તેના પગલે રોકાણકારોને રૂ.2.58 લાખ કરોડનો ફાયદો થયો છે.

52 સપ્તાહની નવી ઊંચાઇ પર પહોંચ્યો શેર


RILનો શેર મંગળવારે ઇન્ટ્રા-ડે 2.4 ટકા ઊછળીને રૂ.1323ની ટોચને અડ્યો હતો, જે તેનું સર્વોચ્ચ સ્તર છે. શેર અંતે 2 ટકા વધીને રૂ.1318 પર બંધ રહ્યો હતો. આ સાથે કંપનીની માર્કેટ કેપ વધીને 8.35 લાખ કરોડની ઉપર ગઇ છે. કંપનીને ટેલિકોમ સેક્ટરની રેગ્યુલેટર ટ્રાઇ દ્વારા બહાર પાડવામાં આવેલા પોઝિટિવ ડેટાથી લાભ મળ્યો છે. ટ્રાઇના આંકડા અનુસાર, રિલાયન્સ Jioએ ગ્રાહકોની સંખ્યામાં વધારો નોંધાવ્યો છે.


આ વર્ષે અત્યાર સુધીમાં RILના શેરમાં 45 ટકા તેજીથી રોકાણકારો રૂ.2.58 લાખ કરોડ કમાયા

આ વર્ષે અત્યાર સુધીમાં (28 ઓગસ્ટ સુધી) RILના શેરમાં 45 ટકા તેજી આવી છે. તેની સરખામણીમાં સેન્સેક્સ 15 ટકા વધ્યો છે. આ વર્ષે પહેલી જાન્યુઆરીના રોજ શેરની કિંમત રૂ.911.55 હતી તે વધીને 28 ઓગસ્ટના રોજ બીએસઇમાં શેર રૂ.1323ની ટોચે અડ્યો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર છેલ્લા એક મહિનામાં 15 ટકા વધ્યો છે. જ્યારે છેલ્લા 3 દિવસમાં તેના શેરમાં 4.5 ટકા તેજી નોંધાઇ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની માર્કેટ કેપ પહેલી જાન્યુઆરીએ રૂ.5.77 લાખ કરોડ હતી તેનાથી વધીને રૂ.8.35 લાખ કરોડ પર પહોંચી છે. આમ, આઠ મહિનામાં તેની માર્કેટ કેપમાં રૂ.2.58 લાખ કરોડનો વધારો થયો છે. એટલે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના રોકાણકારો રૂ.2.58 લાખ કરોડ કમાયા છે.

આ કારણોથી શેરને મળ્યું બળ


માર્કેટ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, તાજેતરમાં બ્રોડ બેન્ડ સર્વિસના લોન્ચિંગની જાહેરાતથી વધુ રેવન્યુ થવાની ધારણાએ રોકાણકારો આરઆઇએલના શેરમાં સતત ખરીદી કરી રહ્યા છે. તે ઉપરાંત વધારાના ફીચર્સ સાથે જિયો ફોન-2ના લોન્ચિંગ અને આકર્ષક ઓફર્સના પગલે સબસ્ક્રાઇબર્સની સંખ્યા વધવાથી પણ શેરને સપોર્ટ મળી રહ્યો છે.

આગળ વાંચો... સારા પરિણામના પગલે શેરમાં આગળ પણ તેજી રહેવાની આશા...

કંપનીને ટેલિકોમ સેક્ટરની રેગ્યુલેટર ટ્રાઇ દ્વારા બહાર પાડવામાં આવેલા પોઝિટિવ ડેટાથી લાભ મળ્યો છે.
કંપનીને ટેલિકોમ સેક્ટરની રેગ્યુલેટર ટ્રાઇ દ્વારા બહાર પાડવામાં આવેલા પોઝિટિવ ડેટાથી લાભ મળ્યો છે.
માર્કેટ એક્સપર્ટસ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં આગળ પણ તેજીની ધારણા રાખે છે.
માર્કેટ એક્સપર્ટસ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં આગળ પણ તેજીની ધારણા રાખે છે.
X
RILનો શેર મંગળવારે ઇન્ટ્રા-ડે 2.4 ટકા ઊછળીને રૂ.1323ની ટોચને અડ્યો હતો, જે તેનું સર્વોચ્ચ સ્તર છે.RILનો શેર મંગળવારે ઇન્ટ્રા-ડે 2.4 ટકા ઊછળીને રૂ.1323ની ટોચને અડ્યો હતો, જે તેનું સર્વોચ્ચ સ્તર છે.
કંપનીને ટેલિકોમ સેક્ટરની રેગ્યુલેટર ટ્રાઇ દ્વારા બહાર પાડવામાં આવેલા પોઝિટિવ ડેટાથી લાભ મળ્યો છે.કંપનીને ટેલિકોમ સેક્ટરની રેગ્યુલેટર ટ્રાઇ દ્વારા બહાર પાડવામાં આવેલા પોઝિટિવ ડેટાથી લાભ મળ્યો છે.
માર્કેટ એક્સપર્ટસ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં આગળ પણ તેજીની ધારણા રાખે છે.માર્કેટ એક્સપર્ટસ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં આગળ પણ તેજીની ધારણા રાખે છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App