Home » Business » Market » Indian stock market start with positive move led by pharma, auto and infra rally

FY2019નો પોઝિટિવ પ્રારંભ, સેન્સેક્સ 287 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 10,200 ઉપર બંધ

Divyabhaskar.com | Updated - Apr 02, 2018, 04:45 PM

ફાર્મા ઇન્ડેક્સ 3.14 ટકા ઊછળીને ટોપ પર રહ્યું હતું. ઓટો ઇન્ડેક્સ પણ 2.19 ટકા વધ્યો. આઇટી, ઇન્ફ્રા, મીડિયા, FMCG પણ વધ્યા

  • Indian stock market start with positive move led by pharma, auto and infra rally

    બિઝનેસ ડેસ્કઃ નાણાકીય વર્ષ 2019ના પ્રથમ દિવસે સોમવારે પોઝિટિવ ગ્લોબલ સંકેતોના પગલે ભારતીય માર્કેટ આશરે 1 ટકા વધ્યું હતું. સેન્સેક્સ 286.68 (+0.87%) પોઇન્ટ વધીને 33,255.36 પર બંધ રહ્યો છે. નિફ્ટી 98.1 (+0.97%) અંક વધીને 10,211.80 પર ટ્રેડ કરે છે. નાના શેરોમાં પણ જોરદાર ખરીદી છે. તેના પગલે બીએસઇ મિડકેપ ઇન્ડેક્સ 1.40 ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ 2.35 ટકા ઊછળ્યા છે.

    ફાર્મા, ઓટો, આઇટી, ઇન્ફ્રા, રીયલ્ટી, એફએમસીજીમાં તેજી જ્યારે પીએસયુ બેન્કોમાં ઘટાડો


    માર્કેટમાં સૌથી વધુ ઊછાળો ફાર્મા અને ઓટો સેક્ટરમાં આવ્યો હતો. એનએસઇમાં ફાર્મા ઇન્ડેક્સ 3.14 ટકા ઊછળીને ટોપ પર રહ્યું હતું. ઓટો ઇન્ડેક્સ પણ 2.19 ટકા વધ્યું હતું. તે ઉપરાંત આઇટી, ઇન્ફ્રા, મીડિયા, એફએમસીજી, રીયલ્ટી, મેટલ, એનર્જી 1.56 ટકાથી 0.58 ટકા વચ્ચે વધ્યા છે. જ્યારે પીએસયુ બેન્ક ઇન્ડેક્સ 0.84 ટકા ઘટ્યો છે. બેન્ક નિફ્ટી સાધારણ 0.27 ટકા વધીને 24,328.50 પર બંધ રહ્યો છે.

    કોટક બેન્ક, એચડીએફસી બેન્ક, રિલાયન્સ, એલએન્ડટી, ટીસીએસ વધ્યા જ્યારે ICICI બેન્ક ટોપ લુઝર


    સેન્સેક્સમાં 26 શેરો વધેલા છે તેમાં કોટક બેન્ક 4.65 ટકા ઊછળીને ટોપ પર બંધ છે. માર્કેટને ઊંચકવામાં મોટો ફાળો આપનાર એચડીએફસી બેન્ક, કોટક બેન્ક અને રિલાયન્સ અનુક્રમે 2 ટકા, 4.65 ટકા અને 1.12 ટકા વધ્યો છે. તે ઉપરાંત એલએન્ડટી, ટીસીએસ, મારુતિ, એચડીએફસી અને ટાટા મોટર્સે પણ 3.47 ટકાથી 0.65 ટકા વધીને માર્કેટને ટેકો આપ્યો હતો. જ્યારે આઇસીઆઇસીઆઇ બેન્ક 5.93 ટકા તૂટીને ટોપ લુઝર બંધ રહ્યો છે. એક્સિસ બેન્ક 2.2 ટકા, કોલ ઇન્ડિયા 2 ટકા, એસબીઆઇ 1.5 ટકા અને ભારતી 1 ટકા ઘટ્યા છે.

    આઇસીઆઇસીઆઇ બેન્કનો શેર 6 ટકા તૂટ્યો


    વીડિયાકોનને ખોટી રીતે રૂ.3250 કરોડની લોન આપવાની બાબતમાં આઇસીઆઇસીઆઇ બેન્કના એમડી ચંદા કોચર પર સવાલ ઊઠ્યા છે. આ અંગે તેમની અને તેમના પતિની પૂછપરછ થઇ શકે છે. આ સમાચારના પગલે સોમવારે આઇસીઆઇસીઆઇ બેન્કનો શેર 7 ટકા તૂટીને રૂ.259ને અડ્યો હતો. અંતે શેર 5.93 ટકા ઘટીને રૂ.261.90 પર બંધ રહ્યો છે.

    કારડા કન્સ્ટ્રક્શન ઇશ્યુ પ્રાઇસથી 24 ટકા ડિસ્કાઉન્ટમાં લિસ્ટ


    રીયલ એસ્ટેટ કંપની કારડા કન્સ્ટ્રક્શનનો શેર બીએસઇ પર 24.4 ટકા ડિસ્કાઉન્ટ સાથે 136 રૂપિયા પર લિસ્ટ થયો હતો. તે પછી શેર રૂ.142.80 સુધી ગયો હતો. કારડા કન્સ્ટ્રક્શનની ઇશ્યુ પ્રાઇસ રૂ.180 હતી.

    સંધાર ટેકનોલોજી 4.25 ટકા પ્રીમિયમ પર લિસ્ટ


    સંધાર ટેકનોલોજીસનો શેર એનએસઇમાં 4.25 ટકા પ્રીમિયમ સાથે રૂ.346.10 પર લિસ્ટ થયો છે. બીએસઇમાં આશેર 3.92 ટકા પ્રીમિયમ સાથે રૂ.345 પર લિસ્ટ થયો હતો. શેર વધીને ઉપર રૂ.351.45 સુધી ગયો છે. ઇશ્યુ પ્રાઇસ શેરદીઠ રૂ.332 નક્કી થઇ હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Business

Trending

વીડિયો વધુ જુઓ