Home » Business » Market » Indian stock benchmark indices lost initial gain due to selling in bank and IT stocks

ટ્રેડ વોરની ચિંતાથી વેચવાલીઃ સેન્સેક્સ ટોપ સ્તરથી 500 અંક ગબડ્યો

Divyabhaskar.com | Updated - Apr 04, 2018, 04:07 PM

બેન્કો, ઇન્ફ્રા, આઇટી અને મેટલ સૌથી વધુ 1.69 ટકાથી 1.10 ટકા વચ્ચે ઘટ્યા છે.જ્યારે ઓટો પોઝિટિવ છે.

  • Indian stock benchmark indices lost initial gain due to selling in bank and IT stocks
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    ચીને અમેરિકાના 106 સામાન પર વધુ 25 ટકા ટેરિફ જાહેર કરતા વૈશ્વિક બજારમાં ઘટાડો આવ્યો છે.

    બિઝનેસ ડેસ્કઃ ચીને અમેરિકાના 106 સામાન પર વધુ 25 ટકા ટેરિફની જાહેરાત કરતા ટ્રેડ વોર તીવ્ર બનવાના ભયે વૈશ્વિક બજારો ઘટતા બપોર બાદ ભારતીય માર્કેટમાં વેચવાલી આવી હતી અને બેન્ચમાર્ક ગબડ્યા છે. સેન્સેક્સ બપોરે 351.56 (-1.05%) પોઇન્ટ ગબડીને 33,019.07 પર બંધ રહ્યો છે, જે દિવસની ટોચથી 500 પોઇન્ટ નીચે અડ્યો છે. નિફ્ટી પણ 116.6 (-1.14%) પોઇન્ટ ઘટીને 10,128.40 પર બંધ થયો છે. મોટી વેચવાલીથી બેન્કિંગ, મેટલ, ઇન્ફ્રા, આઇટી અને ફાર્મામાં 1.70 ટકાથી 1.10 ટકા વચ્ચે ઘટાડો આવ્યો છે.

    માર્કેટ વધીને ખુલ્યા પછી વેચવાલી આવતા ગબડ્યા


    મિશ્ર ગ્લોબલ સંકેતો અને આરબીઆઇની બે દિવસની મીટિંગ પૂર્વે બુધવારે માર્કેટ વધીને ખુલ્યા હતા પરંતુ બપોર બાદ વેચવાલીથી ઘટાડો જોવા મળી રહયો છે. સેન્સેક્સ સવારે વધીને ખુલ્યો હતો અને 135 પોઇન્ટ વધીને ઉપર 33,505 સુધી ગયો હતો પરંતુ બેન્કિંગ, મેટલ, ઇન્ફ્રા સહિતના સેક્ટર્સમાં વેચવાલી આવતા ગબડીને નીચે 32972.56ને અડ્યો હતો. આમ, સેન્સેક્સ ટોપ સ્તરથી આશરે 500થી વધુ પોઇન્ટ ગબડ્યો હતો. નિફ્ટી ઉપર 10,280 સુધી ગયો હતો પરંતુ બપોર ઘટીને 116 પોઇન્ટ ઘટીને 10128.40 પર બંધ રહ્યો છે.

    ઓટો સિવાયના બધા સેક્ટર્સમાં ઘટાડો


    ઓટો અને રીયલ્ટી સિવાયના તમામ સેક્ટરમાં ઘટાડો જોવા મળે છે. તેમાં બેન્કો, ઇન્ફ્રા, આઇટી અને મેટલ સૌથી વધુ 1.69 ટકાથી 1.10 ટકા વચ્ચે ઘટ્યા છે. બેન્ક નિફ્ટી 1.55 ટકા ઘટીને 24,129.50 પર બંધ રહ્યો છે. જયારે ઓટો 0.40 ટકા વધ્યો છે.

    એચડીએફસી, એલએન્ડટી, ટાટા સ્ટીલ ઘટ્યા, ટાટા મોટર્સ ટોપ ગેઇનર


    સેન્સેક્સમાં 25 શેરો ઘટીને બંધ રહ્યા છે તેમાં એચડીએફસી બેન્ક, એચડીએફસી, એલએન્ડટી, ઇન્ફોસીસ, કોટક બેન્ક, ઇન્ડસ ઇન્ડ બેન્ક, એક્સિસ બેન્ક, એસબીઆઇ અને ટાટા સ્ટીલ જેવા શેરો 3.29 ટકાથી 1.36 ટકા વચ્ચે ઘટ્યા છે. જ્યારે ટાટા મોટર્સ 3.60 ટકા ઊછળીને ટોપ ગેઇનર છે. ઉપરાંત અદાણીપોર્ટસ, હીરો મોટોકોર્પ અને એચયુએલ પણ વધ્યા છે.

    મિશ્ર ધાતુ નિગમનો શેર 3.3 ટકા ડિસ્કાઉન્ટમાં લિસ્ટ


    પીએસયુ કંપની મિશ્ર ધાતુ નિગમ (મિધાની)નું શેરબજારમાં લિસ્ટંગ સાધારણ થયું છે. એનએસઇમાં આ મિધાનીનો શેર 3.3 ટકા ડિસ્કાઉન્ટમાં રૂ.87 પર અને બીએસઇમાં પણ એ જ સ્તરે રૂ.87 પર લિસ્ટ થયો હતો. બીએસઇમાં શેર વધીને ઉપર રૂ.90.90 સુધી ગયો છે. મિશ્ર ધાતુ નિગમની ઇશ્યુ પ્રાઇસ રૂ.90 નકકી કરવામાં આવી હતી. ઇશ્યુ 1.21 ગણો ભરાયો હતો.

    આઇસીઆઇસીઆઇ સિક્યોરિટીઝનું 17 ટકા ડિસ્કાઉન્ટમાં નબળું લિસ્ટિંગ

    આઇસીઆઇસીઆઇ બેન્કની પેટાકંપની આઇસીઆઇસીઆઇ સિક્યોરિટીઝનું માર્કેટમાં ખૂબ નબળું લિસ્ટિંગ થયું હતું. બીએસઇમાં આઇસીઆઇસીઆઇ સિક્યોરિટીઝનો શેર 17 ટકાના તીવ્ર ડિસ્કાઉન્ટ સાથે રૂ.431.10 પર લિસ્ટ થયો હતો. એનએસઇમાં આ શેર 16.34 ટકા ડિસ્કાઉન્ટમાં રૂ.435 પર લિસ્ટ થયો હતો. બીએસઇમાં શેર અત્યારે રૂ.445.75 પર બંધ છે. ઇશ્યુ પ્રાઇસ રૂ.520 પ્રતિ શેર હતી. આઇપીઓ 78 ટકા ભરાયો હતો.

  • Indian stock benchmark indices lost initial gain due to selling in bank and IT stocks
    માર્કેટમાં બેન્કિંગ, મેટલ, ઇન્ફ્રા, આઇટી, ફાર્મામાં વેચવાલી
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Business

Trending

વીડિયો વધુ જુઓ