• Home
  • Business
  • Market
  • The trend of declining rupee continues. On Thursday, the rupee open with a big drop.

રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે, 43 પૈસા ઘટીને 70.32ની સપાટીએ પહોંચ્યો

ડોલર સામે રૂપિયો સતત ઘટી રહ્યો છે, ગુરુવારે રૂપિયાની શરૂઆત મહત્તમ ઘટાડા સાથે થઈ હતી

divyabhaskar.com | Updated - Aug 16, 2018, 09:21 AM
The trend of declining rupee continues. On Thursday, the rupee open with a big drop.

નવી દિલ્હી: ડોલર સામે રૂપિયો સતત ઘટી રહ્યો છે. ગુરુવારે પણ રૂપિયાની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. ડોલરની સરખામણીએ રૂપિયો 29 પૈસા ઘટીને 70.19ની સપાટીએ ખૂલ્યો હતો. ફોરેક્સ માર્કેટ ખૂલતાં જ ડોલર સામે રૂપિયો વધારે નબળો થઈને 70.32ની સપાટીએ પહોંચ્યો હતો. ડોલર સામે રૂપિયો પ્રથમ વખત આટલી નીચલી સપાટીએ જોવા મળ્યો છે. આ પહેલાં મંગળવારે રૂપિયાએ ઓલ ટાઈમ લો 70.10ની સપાટી બનાવી હતી. જોકે મંગળવારે ઓલટાઈમ લો સપાટીએ પહોંચ્યા પછી રૂપિયામાં થોડી રિકવરી જોવા મળી હતી. સોમવારે ડોલરની સરખામણીએ રૂપિયો 1.09 મંજબૂત થઈને 69.93ની સપાટીએ જોવા મળ્યો હતો.

હકીકતમાં તૂર્કીના મેટલ ઈમ્પોર્ટની ડ્યૂટી અમેરિકાએ બમણી કરી દીધી છે. ત્યારપછી કરન્સી માર્કેટમાં ખૂબ ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે. અમેરિકાની આ જાહેરાત પછી તુર્કીની કરન્સી લીરામાં 40 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. તે સિવાય રૂપિયા અને યુરો ઉપર પણ પ્રેશર જોવા મળ્યું હતું. તે સાથે જ ડોલર ઈન્ડેક્સ 14 મહિનાની ઉંચાઈ પર પહોંચી ગયો છે. તેના કારણે રૂપિયા ઉપર પ્રેશર વધ્યું છે.

રૂપિયામાં ઘટાડો ચિંતાનો વિષય નથી


જોકે સરકારે ડોલરની સરખામણીએ રૂપિયામાં ઓલ ટાઈમ લો થવામાં વિદેશી કારણોને જવાબદાર ઠરાવ્યા છે અને કહ્યું છે કે, તેમાં કોઈ ચિંતાનો વિષય નથી. ઈકોનોમી અફેર્સના સેક્રેટરી સુભાષ ચન્દ્ર ગર્ગે કહ્યું કે, વિદેશી કારણો આગળ જઈને સામાન્ય થઈ જશે. નોંધનીય છે કે, તુર્કીમાં ઈકોનોમી અને પોલિટિકલ ક્રાઈસિસથી ડોલરની સરખામણીએ રૂપિયો ઓલ ટાઈમ લો 70.10ની સપાટીએ આવી ગયો છે.

આ મહિને રૂપિયો 2.51 ટકા નબળો થયો


રૂપિયો ગયા વર્ષે ડોલરની સરખામણીએ 5.96 ટકા મજબૂત થયો હતો. જે હવે 2018ની શરૂઆતથી સતત નબળો થઈ રહ્યો છે. આ વર્ષે પણ અત્યાર સુધીમાં રૂપિયામાં 10 ટકા સુધીનો ઘટાડો આવ્યો છે. જ્યારે આ એક મહિના દરમિયાન રૂપિયો 2.51 ટકા નબળો થયો છે.

X
The trend of declining rupee continues. On Thursday, the rupee open with a big drop.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App