Divya Bhaskar

Home » Business » Market » Indian benchmark indices traded weak amid negative global cues

બેન્કિંગ શેરોની મજબૂતીથી સેન્સેક્સ 115 અંક વધ્યો, મિડ-સ્મોલકેપ શેરોમાં તેજી

Divyabhaskar.com | Updated - Apr 03, 2018, 04:09 PM

પીએસયુ બેન્ક ઇન્ડેક્સ 1.65 ટકા અને પ્રાઇવેટ બેન્ક ઇન્ડેક્સ 1 ટકા વધ્યા. BSE મિડકેપ 0.92 ટકા અને સ્મોલકેપ 1.35 ટકા વધ્યા.

  • Indian benchmark indices traded weak amid negative global cues

    બિઝનેસ ડેસ્કઃ ગ્લોબલ માર્કેટના મિશ્ર સંકેતો કારણે મંગળવારે નબળી શરૂઆત અને દિવસ દરમિયાન ચડઉતર બાદ બેન્કિંગ સેગમેન્ટની આગેવાનીમાં સુધારો આવતા માર્કેટ વધીને બંધ રહ્યું છે. સેન્સેક્સ મંગળવારે સુસ્ત ચાલ બતાવ્યા પછી અંતે 115.27 (+0.35%) પોઇન્ટ વધીને 33,370.63 પર બંધ રહ્યો છે, જે દિવસની નીચી સપાટીથી 249 પોઇન્ટ ઊંચકાયો છે. નિફ્ટી ઇન્ટ્રા-ડે નીચે 10,171ને અડ્યા પછી અંતે 33.2 (+0.33%) પોઇન્ટ વધીને 10,245 પર બંધ થયો છે. આઈસીઆઇસીઆઇ બેન્ક એમએન્ડએમ અને રિલાયન્સ 3 ટકાથી 0.68 ટકા વધતા માર્કેટ ઊંચકાયું છે.

    બેન્કિંગ સેગમેન્ટમાં તેજીથી માર્કેટમાં સુધારો


    બજારમાં ખાસ કરીને બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ સેગમેન્ટમાં વધુ મજબૂતી જોવા મળી છે. એનએસઇમાં પીએસયુ બેન્ક ઇન્ડેક્સ 1.65 ટકા અને પ્રાઇવેટ બેન્ક ઇન્ડેક્સ 1 ટકા વધ્યા છે. તેના પગલે બેન્ક નિફ્ટી 0.75 ટકા વધીને 24,510.60 પર બંધ રહ્યો છે. સેન્સેક્સમાં આઇસીઆઇસીઆઇ બેન્ક 2.94 ટકા વધીને ટોપ ગેઇનર રહ્યો હતો. સરકારી બેન્કોમાં સિન્ડિકેટ બેન્ક, બેન્ક ઓફ ઇન્ડિયા, બેન્ક ઓફ બરોડા, યુનિયન બેન્ક, એસબીઆઇ આશરે 2 ટકા વધ્યા છે.

    ઇન્ફ્રા, એનર્જી, ઓટો, મેટલ વધ્યા જ્યારે આઇટીમાં ઘટાડો


    માર્કેટમાં અન્ય વધેલા સેક્ટર્સમાં મીડિયા, ઇન્ફ્રા, એનર્જી, ઓટો, મેટલ, ફાર્મા અને રીયલ્ટી 1 ટકાથી 0.51 ટકા વચ્ચે વધ્યા છે. જ્યારે આઇટી ઇન્ડેક્સ 0.72 ટકા ઘટ્યો હતો.

    નાના શેરોમાં તેજીથી બીએસઇ મિડકેપ 0.92 ટકા, સ્મોલકેપ ઇન્ડેક્સ 1.35 ટકા વધ્યા
    વિસ્તૃત બજારમાં નાના શેરોમાં જોરદાર ખરીદીથી તેજી આવી છે. બીએસઇ મિડકેપ ઇન્ડેક્સ 0.92 ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ 1.35 ટકા વધ્યા છે. મિડકેપ ઇન્ડેક્સના કુલ 101 શેરોમાંથી 74 શેરો વધીને બંધ રહ્યા છે. તેમાં જીએમઆર ઇન્ફ્રા, એનબીસીસી, જેએસડબલ્યુએનર્જી, કુમિન સિડ, વોકાર્ડ, સન ટીવી, હુડકો 6.6 ટકાથી 3.7 ટકા વધ્યા છે. સ્મોલકેપ ઇન્ડેક્સમા 861 શેરોમાંથી 662 શેરો વધીને બંધ રહ્યા છે. તેમાં હિન્દુસ્તા કોમ્પોઝિટ, ઉજાસ, મોનેટ ઇસ્પાત 20 ટકા ઊછળ્યા છે.


    ICICI બેન્ક, M&M, રિલાયન્સ, એસબીઆઇ વધ્યા


    સેન્સેક્સમાં 30માંથી 18 શેરો વધીને બંધ રહ્યા છે તેમાં આઇસીઆઇસીઆઇ બેન્ક અને એમએન્ડએમ 2.94 ટકા અને 2.92 ટકા વધીને ટોપ ગેઇનર રહ્યા છે. ઉપરાંત રિલાયન્સ, એસબીઆઇ, યસ બેન્ક, ઇન્ડસઇન્ડ બેન્ક, ટાટા મોટર્સ, ભારતી એરટેલ 2.11 ટકાથી 0.68 ટકા વધતા બજારને બળ મળ્યું છે. જોકે, વિપ્રો, એચડીએફસી બેન્ક, એચડીએફસી, એલએન્ડટી, ડો રેડ્ડી, ઓએનજીસી જેવા શેરો 2 ટકાથી 0.44 ટકા ઘટ્યા છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Business

Trending