Divya Bhaskar

Home » Business » Market » Increase in the price of diesel at record level in Delhi Petrol prices also increased

ડીઝલ આજે 15 પૈસા સુધી મોંઘું, દિલ્હીમાં રૂ.69.46ના રેકોર્ડ સ્તરે, પેટ્રોલ પર 14 પૈસા સુધીનો વધારો

Divyabhaskar.com | Updated - Aug 27, 2018, 11:07 AM

તેલ કંપનીઓએ 14મેથી 29 મે સુધી ભાવોમાં સતત વધારો કર્યો હતો

  • Increase in the price of diesel at record level in Delhi Petrol prices also increased
    ડીઝલના ભાવ બીજા દિવસે પણ રેકોર્ડ સ્તર પર

    નવી દિલ્હી: ડીઝલના ભાવ સતત બીજા દિવસે રેકોર્ડ સ્તર પર છે. દિલ્હીમાં ડીઝલ સોમવારે 69.46 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું. રવિવારે એક લીટરના ભાવ 69.32 રૂપિયા હતા. આ પહેલા 29મેના રોજ ભાવ સૌથી વધુ 69.31 રૂપિયા હતા. તેલ કંપનીઓએ તે સમયે 14મેથી 29 મે સુધી ભાવોમાં સતત વધારો કર્યો હતો. પેટ્રોલના ભાવોમાં સોમવારે 13થી 14 પૈસા સુધીનો વધારો કરવામાં આવ્યો. દિલ્હીમાં પેટ્રોલ 77.91 રૂપિયા અને મુંબઈમાં 85.33 રૂપિયા થઇ ગયું. ભાવોમાં સતત બીજા દિવસો વધારો કરવામાં આવ્યો છે. તેલ કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારોમાં કિંમતોના આધારે દરરોજ પેટ્રોલ-ડીઝલના ભાવ નક્કી કરે છે. નવી કિંમતો સવારે 6 વાગ્યાથી લાગુ થાય છે.

    મેટ્રો શહેરોમાં ડીઝલ

    શહેર રવિવારે ભાવ (રૂપિયા/લીટર) સોમવારે ભાવ (રૂપિયા/લીટર) વધારો
    દિલ્હી 69.32 69.46 14 પૈસા
    કોલકાતા 72.16 72.31 15 પૈસા
    મુંબઈ 73.59 73.74 15 પૈસા
    ચેન્નાઈ 73.23 73.38 15 પૈસા

    મેટ્રો શહેરોમાં પેટ્રોલ

    શહેર રવિવારે ભાવ (રૂપિયા/લીટર) સોમવારે ભાવ (રૂપિયા/લીટર) વધારો
    દિલ્હી 77.78 77.91 13 પૈસા
    કોલકાતા 80.71 80.84 13 પૈસા
    મુંબઈ 85.20 85.33 13 પૈસા
    ચેન્નાઈ 80.80 80.94 14 પૈસા
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Business

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending