Home » Business » Market » World Gold Council report, Gold is more expensive, demand at the bottom of 9 years

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો રિપોર્ટ: સોનું વધુ મોંઘું, માંગ 9 વર્ષના તળિયે

Divyabhaskar.com | Updated - Aug 03, 2018, 04:14 AM

ત્રિમાસિક ગાળામાં 30 હજારથી નીચે સોનાના ભાવ ગયા નહીં

  • World Gold Council report, Gold is more expensive, demand at the bottom of 9 years

    નવી દિલ્હી: ભારતમાં સોનાની માંગ એપ્રિલ-જૂનના ત્રિમાસિક ગાળામાં 8 ટકા ઘટીને 187.2 ટનની થઈ છે. ગયા વર્ષે જૂનના ત્રિમાસિક ગાળામાં સોનાની માંગ 202.6 ટન રહેવા પામી હતી. ઘરઆંગણે બજારમાં સોનાની વધુ કિંમત માંગ ઘટાડાનું મુખ્ય કારણ છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે ગુરુવારે રજૂ કરેલા અહેવાલમાં જણાવાયું છે કે, છેલ્લા ત્રિમાસિક ગાળામાં 32 ટન સોનું રિસાયકલ થયું. જે એક વર્ષ પહેલાની તુલનાએ 8 ટકા વધુ છે. આયાત 38 ટકા ઘટી છે.


    સમગ્ર વર્ષમાં ડિમાન્ડ 700થી 800 ટન રહેવાનો અંદાજ છે. ગયા વર્ષે આ પ્રમાણ 727 ટનનું હતું. સોનાની માંગ 2009 પછીની સૌથી ઓછી માંગ ચાલુ વર્ષે નોંધાઈ છે. કાઉન્સિલના ભારતીય એકમના MD સોમસુંદરમ પીઆરએ કહ્યું કે, ગયા વર્ષે જીએસટી લાગુ થતાં પહેલા સોનાની ખરીદીમાં તેજી આવી હતી. લોકોને ભાવ વધવાની આશંકા હતી. ચાલુ વર્ષે અક્ષયતૃતિયા અને લગ્નને કારણે પ્રારંભમાં માંગ જોવા મળી. પરંતુ પછીથી તેમાં ઘટાડો જોવા મળ્યો. સારા ચોમાસા ઉપરાંત વધુ એમએસપી અને તહેવારની સીઝનને કારણે બીજા છ માસિક ગાળામાં માંગ વધવાની આશા છે.


    સોનાના વપરાશનું સરવૈયું

    ભારત

    વિગત 2018 2017 વધઘટ
    માગ 187.2 202.6 -8
    જ્વેલરી 147.9 161 -8
    રોકાણ 39.3 41.6 -5
    રિસાઈકલ 32 29.6 +8
    વૈશ્વિક
    કુલ 946.3 1007.5 -4
    રોકાણ 281.4 310.3 -9
    ઇટીએફ 34 63 -46
    જ્વેલરી 510 519.4 -2
    રિસાઈકલ 295 283 +4
    સપ્લાય 1120 1086 +3

    (નોંધ – ટનમાં, વધઘટ ટકામાં)

    ત્રિમાસિક ગાળામાં કિંમત 30 હજારથી વધુ


    2 એપ્રિલ: પ્રતિ 10 ગ્રામ 31460 રૂપિયા
    30 જૂન: પ્રતિ 10 ગ્રામ 31420 રૂપિયા
    એપ્રિલ-જૂનમાં સોનાની કિંમત 30 હજારથી વધુ રહી. નિષ્ણાંતો કહે છે કે રૂપિયો નબળો થતા આયાત મોંઘી છે. આથી ઓછી માંગ છતાં ભાવ ઊંચા રહ્યા છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Business

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ