ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Business » Market» આ સપ્તાહમાં માર્કેટ પર અસર કરશે ગ્લોબલ સેન્ટિમેન્ટ, નિફ્ટી માટે 11,000 મહત્ત્વનું લેવલ | global events may lead Indian stock markets in this week

  આ સપ્તાહમાં માર્કેટ પર અસર કરશે ગ્લોબલ સેન્ટિમેન્ટ, નિફ્ટી માટે 11,000 મહત્ત્વનું લેવલ

  moneybhaskar.com | Last Modified - Jun 11, 2018, 05:26 PM IST

  માર્કેટ એક્સપર્ટસના મતે, નિફ્ટી 10,800ની સપાટી વટાવવામાં સફળ રહ્યો છે. તેથી નિફ્ટી માટે 11,000ની મહત્ત્વની રહેશે.
  • આ સપ્તાહમાં માર્કેટ પર અસર કરશે ગ્લોબલ સેન્ટિમેન્ટ, નિફ્ટી માટે 11,000 મહત્ત્વનું લેવલ
   આ સપ્તાહમાં માર્કેટ પર અસર કરશે ગ્લોબલ સેન્ટિમેન્ટ, નિફ્ટી માટે 11,000 મહત્ત્વનું લેવલ

   બિઝનેસ ડેસ્કઃ સોમવારે માર્કેટ ઇન્ટ્રા-ડે ઊછાળાના અંતે સાધારણ વધીને બંધ રહ્યું. ગયા સપ્તાહમાં બજાર મર્યાદિત રેન્જમાં રહ્યું હતું. આ સપ્તાહમાં બજાર પર ઘરેલુ સેન્ટિમેન્ટની અસર રહેશે. ક્રુડ ઇન્વેન્ટ્રી, ટ્રમ્પ-કિમ જોંગની મુલાકાત, ચોમાસાની ચાલ જેવા ફેક્ટર્સ માર્કેટની ચાલ પર અસર કરશે. માર્કેટ એક્સપર્ટસ માને છે કે નિફ્ટી 10,800ની સપાટી વટાવવામાં સફળ રહ્યો છે. તેથી બજારમાં તેજી વચ્ચે નિફ્ટી માટે 11,000ની સપાટી મહત્ત્વની બની છે.

   નિફ્ટી માટે 11,000 મહત્ત્વની સપાટી


   માર્કેટ એક્સપર્ટ સચિન સર્વદે કહે છે કે બજારમાં આ સપ્તાહમાં તેજી રહેવાની સંભાવના છે. નિફ્ટીમાં 10,800 પર રેઝિસ્ટન્સ છે. ગયા સપ્તાહમાં નિફ્ટી 10,700ની ઉપર બંધ રહેવામાં સફળ રહ્યો હતો, જે બજાર માટે સારો સંકેત છે. નિફ્ટીએ ઇન્ટ્રા-ડે 10,800ની સપાટી વટાવી છે તેથી તે 11,000ની સપાટી સુધી જઇ શકે છે. જોકે, નીચે નિફ્ટીને 10,500 પર મહત્ત્વનો સપોર્ટ છે.


   જ્યારે ટ્રેડસ્વિફ્ટ બ્રોકિંગના ડાયરેક્ટર સંદીપ જૈન કહે છે કે આ બજારમાં ગ્લોબલ ફેક્ટર્સનો પ્રભાવ રહેશે. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં વધારે ઘટાડો આવ્યો છે અને હવે તેમાં ફરીથી ખરીદી આવી શકે છે. નિફ્ટીમાં 10,800 પર અવરોધ રહેશે.

   આ ફેક્ટર્સ બજાર માટે રહેશે પોઝિટિવ

   ક્રુડ ઇન્વેન્ટરી ડેટા


   આ સપ્તાહમાં બુધવારે ક્રુડ ઓઇલ ઇન્વેન્ટરી ડેટા જાહેર થશે. કેડિયા કોમોડિટીના ડાયરેક્ટર અજય કેડિયા કહે છે કે અમેરિકામાં ક્રુડનું પ્રોડક્શન વધ્યું છે. તેમના મતે ક્રુડ ઇન્વેન્ટરીના ડેટા સારા રહેશે. પ્રોડક્શનમાં વધારો થવાથી ક્રુડની કિંમત ઘટશે, જે બજાર માટે સારો સંકેત છે.

   ચોમાસાની ચાલ


   - આ ઉપરાંત બજારની નજર ચોમાસા પર રહેશે. પશ્ચિમ ભારતમાં ચોમાસાએ પ્રવેશ કર્યો છે. આ મોસમમાં ચોમાસુ અનુમાન કરતા ઝડપથી દેશના અલગ અલગ હિસ્સામાં પહોંચી રહ્યું છે. હવામાન વિભાગનું અનુમાન છે કે આ મહિના આખા દેશમાં ચોમાસુ છવાઇ જશે. ચોમાસુ સારું રહે તે માર્કેટ માટે સારા સમાચાર છે.

   ટ્રમ્પ-કિમ જોંગની મુલાકાત પર નજર

   વિશ્વના બજારો આ સપ્તાહમાં ઉત્તર કોરીયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન સાથે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સિંગાપોરમાં મળનારા ઐતિહાસિક સંમેલન પર નજર રાખી રહ્યા છે. બંને નેતાઓ વચ્ચે ઉત્તર કોરીયાના પરમાણુ કાર્યક્રમને બંધ કરવા અને પરમાણુ હથિયારોને નષ્ટ કરવા પર વાતચીત થવાની સંભાવના છે.

   આગળ વાંચો....ક્યા ફેક્ટર્સ માર્કેટ માટે રહેશે નેગેટિવ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Market Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Business Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: આ સપ્તાહમાં માર્કેટ પર અસર કરશે ગ્લોબલ સેન્ટિમેન્ટ, નિફ્ટી માટે 11,000 મહત્ત્વનું લેવલ | global events may lead Indian stock markets in this week
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Business

  Trending

  Top
  `