1

Divya Bhaskar

Home » Business » Market » જાહેર થઇ રહ્યું હતું Jio બ્રોડબેન્ડ, ત્યારે DTH, ટેલિકોમ કંપનીઓના ડૂબ્યા રૂ.5,000 કરોડ | DTH, telecom companies lost Rs.5,000 crore when Jio broadband announced

જાહેર થઇ રહ્યું હતું Jio બ્રોડબેન્ડ, ત્યારે DTH, ટેલિકોમ કંપનીઓના ડૂબ્યા રૂ.5,000 કરોડ

Divyabhaskar.com | Last Modified - Jul 05, 2018, 06:42 PM IST

AGMમાં અંબાણી એકબાજુ નવી પ્રોડક્ટસ લોંચ કરી રહ્યા હતા ત્યારે બજારમાં બ્રોડબેન્ડ, ટેલિકોમ અને DTH કંપનીઓના શેરો તૂટતા હતા

  • જાહેર થઇ રહ્યું હતું Jio બ્રોડબેન્ડ, ત્યારે DTH, ટેલિકોમ કંપનીઓના ડૂબ્યા રૂ.5,000 કરોડ | DTH, telecom companies lost Rs.5,000 crore when Jio broadband announced
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    નવી દિલ્હીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 41મી વાર્ષિક જનરલ મીટિંગ (એજીએમ)માં ચેરમેન મુકેશ અંબાણીએ JioGigaFiber બ્રોડબેન્ડની સાથે જિયો ફોન-2, JioGiga રાઉટર અને JioGiga TV સેટ લોન્ચ કર્યા. એજીએમમાં અંબાણી એકબાજુ નવી નવી પ્રોડક્ટસ લોંચ કરી રહ્યા હતા. બીજી બાજુ શેરબજારમાં બ્રોડબેન્ડ, ટેલિકોમ અને ડીટીએચ કંપનીઓના શેરો તૂટી રહ્યા હતા. આ શેરો ગબડવાથી આ કંપનીઓના આશરે 5,000 કરોડ ધોવાયા હતા.


    18 ટકા સુધી તૂટ્યા આ કંપનીઓના શેર


    અંબાણી દ્વારા જિયો ગીગાફાઇબર બ્રોડબેન્ડ શરૂ કરવાની જાહેરાત વખતે શેરબજારમાં બ્રોડબેન્ડ અને કેબલ ટીવી ઓપરેટર્સ કંપનીઓના શેર 18 ટકા સુધી ગબડ્યા હતા. જ્યારે ટેલિકોમ કંપનીઓના શેરોમાં 5 ટકા સુધીનો ઘટાડો આવ્યો હતો. સૌથી વધુ 17.81 ટકાનો કડાકો હેથવે કેબલના શેરમાં આવ્યો હતો. આ સાથે હેથવે કેબલનો શેર બીએસઇમાં 52 સપ્તાહના નીચા સ્તરે રૂ.19.85 પર આવી ગયો હતો. આ ઉપરાંત ડેન નેટવર્કમાં 13.55 ટકા અને સિટી નેટવર્કસમાં 7.53 ટકા ઘટાડો નોંધાયો હતો. જ્યારે ટેલિકોમ કંપની ભારતી એરટેલનો શેર 1.80 ટકા અને આઇડિયા સેલ્યુલરનો શેર 4.55 ટકા ઘટ્યા હતા.

    આગળ વાંચો....આ કંપનીઓના ધોવાઇ ગયા રૂ.5,000 કરોડ

    ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર
  • જાહેર થઇ રહ્યું હતું Jio બ્રોડબેન્ડ, ત્યારે DTH, ટેલિકોમ કંપનીઓના ડૂબ્યા રૂ.5,000 કરોડ | DTH, telecom companies lost Rs.5,000 crore when Jio broadband announced
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    કંપનીઓના ધોવાઇ ગયા રૂ.5,000 કરોડ


    રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ બ્રોડબેન્ડ, જિયોફોન-2, જિયો ટીવી, જિયો રાઉટર લોન્ચ કરવાની જાહેરાત તેની સાથે ટેલિકોમ, ડીટીએચ અને બ્રોડબેન્ડ કંપનીઓને રૂ.4,800 કરોડનું નુકસાન થયું હતું. કારણ કે શેરોમાં ઘટાડો થવાથી આ કંપનીઓની આટલી બજાર મૂડી ધોવાઇ ગઇ હતી.

    - સૌથી વધારે નુકસાન ટેલિકોમ કંપની ભારતી એરટેલને થયું. આ કંપનીનું માર્કેટ વેલ્યુએશન રૂ.2,639 કરોડ ઘટી ગયું. 
    - તે પછી આઇડિયા સેલ્યુલરને રૂ.1,111.78 કરોડનું નુકસાન થયું.
    - આ ઉપરાંત ડિશટીવીને રૂ.413.99 કરોડ, હેથવે કેબલને રૂ.357.11 કરોડ, ડેન નેટવર્કને રૂ.175.22 કરોડ અને સિટી નેટવર્કસને રૂ.92,44 કરોડનું નુકસાન થયું હતું.

  • જાહેર થઇ રહ્યું હતું Jio બ્રોડબેન્ડ, ત્યારે DTH, ટેલિકોમ કંપનીઓના ડૂબ્યા રૂ.5,000 કરોડ | DTH, telecom companies lost Rs.5,000 crore when Jio broadband announced

More From Business

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending