Home » Business » Market » China imposes 25% additional tariff on 106 US products in retaliation

ચીનનો વળતો વારઃ 106 US પ્રોડક્ટ પર લગાવ્યો વધારાનો 25% ટેરિફ

Divyabhaskar.com | Updated - Apr 04, 2018, 03:39 PM

અમેરિકામાંથી ચીનમાં આયાત થતી આ પ્રોડક્ટસમાં સોયાબીન, પ્લેન, કાર, વ્હીસ્કી અને કેમિકલ્સનો સમાવેશ થાય છે.

  • China imposes 25% additional tariff on 106 US products in retaliation
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    ચીને અમેરિકાની 106 પ્રોડક્ટસ પર વધારાની 25 ટકા ડ્યુટી લગાવતા વિશ્વમાં ટ્રેડ વોર વધવાનો ભય

    બેઇજિંગઃ દુનિયામાં ટ્રેડ વૉરનો ભય વધી રહ્યો છે. હવે ચીને અમેરિકાને વળતા જવાબરૂપે 106 અમેરિકન પ્રોડક્ટ્સની યાદી જાહેર કરી છે અને તેની આયાત પર વધારાની 25 ટકા ડ્યુટી લગાવી છે. અમેરિકામાંથી ચીનમાં આયાત થતી આ પ્રોડક્ટસમાં સોયાબીન, પ્લેન, કાર, વ્હીસ્કી અને કેમિકલ્સનો સમાવેશ થાય છે. રીપોર્ટ અનુસાર, ચીનના મિનિસ્ટ્રી ઓફ કોમર્સનું કહેવું છે કે ટેરિફને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે જેથી ચીનને વાર્ષિક 5,000 કરોડ ડોલર હાંસલ થાય. આની પહેલા અમેરિકાએ ચીનમાંથી આયાત થતી પ્રોડક્ટ્સ પર 5,000 કરોડ ડોલરનો ટેરિફ લગાવ્યો હતો.

    24 કલાકમાં લીધું પગલું


    ઉલ્લેખનીય છે કે યુએસે ચીનમાંથી આયાત થતી એવી પ્રોડક્ટ્સની યાદી જાહેર કરી છે કે જેના પર 25 ટકાથી વધારે ટેરિફ લાગુ કરવાનો પ્રસ્તાવ કર્યો હતો. તેના 24 કલાકની અંદર ચીને પોતાની યાદી જાહેર કરી છે. અમેરિકાના વ્યાપાર પ્રતિનિધિએ જણાવ્યું છે કે પ્રોડક્ટસની આ યાદી અલગ-અલગ એજન્સીઓ વચ્ચે આર્થિક વિશ્લેષણ પછી તૈયાર કરવામાં આવી છે. તેમાં ચીનની એવી પ્રોડક્ટ્સને સામેલ કરવામાં આવી છે જેને ચીનની ઔદ્યોગિક યોજનાથી ફાયદો થઇ રહ્યો છે. તેની અમેરિકાના અર્થતંત્ર પર ઓછામાં ઓછી અસર થશે.

    અમેરિકાએ આ ચીની પ્રોડક્ટસનું લિસ્ટ જાહેર કર્યું


    અમેરિકાએ જે પ્રોડક્ટ્સનું લિસ્ટ જાહેર કર્યું છે તેમાં એવિએશન, ટેલિકોમ્યુનિકેશન્સ, રોબોટિક્સ અને મશીનરી જેવી પ્રોડક્ટસ સામેલ છે. તેમાં આશરે 13,000 જેટલી પ્રોડક્ટ્સ સામેલ છે. તેની યાદી જાહેર કરીને તેના પર લોકોનો અભિપ્રાય માગવામાં આવશે. જરૂર પડ્યે સુનાવણી પણ કરાશે. પ્રોસેસ પૂરી થયા પછી અમેરિકી વ્યાપાર પ્રતિનિધિનું કાર્યાલય એવી પ્રોડક્ટ્સનું આખરી લિસ્ટ જાહેર કરશે જેના પર વધારાનો ટેરિફ લગાવાશે.

    વિશ્વભરના બજારો પર અસર, સેન્સેક્સ 352 અંક ગબડ્યો


    બુધવારે ચીનને વળતા જવાબમાં અમેરિકન પ્રોડક્ટ્સ પર વધુ 25 ટકા ટેરિફની જાહેરાત કરતા વિશ્વના બજારોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું છે. એશિયા અને યુરોપના બજારો ગબડતા ભારતીય બજાર પણ બપોર પછી ગબડ્યું હતું જેમાં સેન્સેક્સ પ્રારંભિક વધારો ગુમાવીને 352 પોઇન્ટ ગબડ્યો છે. એશિયન બજારોમાં હેંગસેંગ 661 પોઇન્ટ ગબડ્યો હતો. જ્યારે કોસ્પિ 34 અંક, સ્ટ્રેટ ટાઇમ્સ 65 અંક ઘટ્યો છે. બપોરે યુરોપના બજારોના FTSE 34 પોઇન્ટ, CAC 40 પોઇન્ટ અને DAX 144 પોઇન્ટ ગબડ્યો છે. ડાઉ ફ્યુચર્સ 285 અંક ઘટીને ચાલી રહ્યો છે.

  • China imposes 25% additional tariff on 106 US products in retaliation
    અમેરિકાને તેની ભાષામાં ચીને આપ્યો જવાબ
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Business

Trending

વીડિયો વધુ જુઓ