Divya Bhaskar

Home » Business » Market » બીએસઇ પર 222 કંપનીઓ બુધવાથી થશે ડીલિસ્ટ, 6 માસથી નથી થઇ રહ્યું ટ્રેડિંગ | BSE will de-list 222 companies from its platform on Wednesday due to lack of trading

બીએસઇ પર 222 કંપનીઓ બુધવારથી થશે ડીલિસ્ટ, 6 માસથી નથી થઇ રહ્યું ટ્રેડિંગ

Divyabhaskar.com | Updated - Jul 03, 2018, 02:47 PM

આ એવી કંપનીઓ છે કે જેમના શેરોમાં છેલ્લા છ માસથી વધુ સમયથી કોઇ ટ્રેડિંગ થઇ રહ્યું નથી.

  • બીએસઇ પર 222 કંપનીઓ બુધવાથી થશે ડીલિસ્ટ, 6 માસથી નથી થઇ રહ્યું ટ્રેડિંગ | BSE will de-list 222 companies from its platform on Wednesday due to lack of trading

    નવી દિલ્હીઃ દેશના અગ્રણી સ્ટોક એક્સચેન્જ બીએસઇ બુધવારથી પોતાના પ્લેટફોર્મ પરથી 222 કંપનીઓને ડીલિસ્ટ કરવાનું છે. આ એવી કંપનીઓ છે કે જેમના શેરોમાં છેલ્લા છ માસથી વધુ સમયથી કોઇ ટ્રેડિંગ થઇ રહ્યું નથી. આ જાણકારી બીએસઇએ એક સરક્યુલર મારફત આપી છે. એકબાજુ સરકાર પણ શેલ કંપનીઓ સામે કાર્યવાહી કરી રહી છે તેવા સમયે બીએસઇએ પણ આ પગલું લીધું છે.

    ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ઓગસ્ટમાં માર્કેટ રેગ્યુલેટર સેબીએ સ્ટોક એક્સચેન્જમાંથી 331 શંકાસ્પદ શેલ કંપનીઓ સામે કાર્યવાહી કરવા જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે સરકાર ગેરકાયદેસર ફંડને રોકવા માટે 2 લાખ શેલ કંપનીઓ પર પ્રતિબંધ લગાવી ચૂકી છે. બીએસઇએ એક સરક્યુલરમાં જણાવ્યું છે કે તેમાંથી 210 કંપનીઓમાં ટ્રેડિંગ 6 થી વધુ મહિનાથી પ્રતિબંધિત છે. 4 જુલાઇથી આ કંપનીઓ બીએસઇના પ્લેટફોર્મમાંથી ડીલિસ્ટ થઇ જશે.

    કમ્પલસરી ડીલિસ્ટિંગવાળી કંપનીઓ પણ સામેલ


    આમાં એશિયન ઇલેક્ટ્રોનિક્સ, બિરલા પાવર સોલ્યુશન્સ, ક્લાસિક ડાયમંડ્સ ઇન્ડિયા લિમિટેડ, ઇનોવેટિવ ઇન્ડસ્ટ્રીઝ, પેરામાઉન્ટ પ્રિન્ટપેકેજિંગ અને SVOGL, ઓઇલ એન્ડ ગેસ એન્ડ એનર્જી જેવી કંપનીઓ પણ છે, જેમનું એનએસઇમાંથી કમ્પલરી ડીલિસ્ટિંગ થઇ ચૂક્યું છે. હવે તે બીએસઇમાંથી પણ ડીલિસ્ટ થશે. ડિલિસ્ટિંગ રેગ્યુલેશન્સ અનુસાર, ડીલિસ્ટ કંપની, તેમના પૂર્ણકાલિન ડાયરેક્ટર્સ અને પ્રમોટર્સ પર પણ ડીલિસ્ટિંગ તારીખથી 10 વર્ષ સુધીનો શેરબજારમાં ટ્રેડિંગ પર પ્રતિબંધ આવી જશે.

    આ કંપનીઓ પણ થશે ડીલિસ્ટ


    એક્સચેન્જે માહિતી આપી છે કે લિક્વિડેશનનના કારણે MMS ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઓસિસ ટેક્સટાઇલ્સ, ઇન્ટિગ્રેટેડ પાઇનાન્સ કંપની, ઓમ્નીટેક ઇન્ફોસોલ્યુશન્સ, ફ્લાસેસ ડાયમંડ ઇન્ડિયા અને ઇન્ડો બોનિટો મલ્ટિનેશનલ 6 મહિનાથી વધુ સસ્પેન્ડેડ છે. આ કંપનીઓ પણ ડીલિસ્ટ થશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Business

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending