તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • આ 5 શેરોમાં મળી શકે છે 44% વળતર, બ્રોકરેજ હાઉસીસે આપી રોકાણની સલાહ | Brokerage Houses Suggest To Invest In These 5 Stocks For Return Up To 44%

આ 5 શેરોમાં મળી શકે છે 44% વળતર, બ્રોકરેજ હાઉસીસે આપી રોકાણની સલાહ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવી દિલ્હીઃ માર્કેટમાં વોલેટિલિટી વચ્ચે ગ્લોબલ ટ્રેડ વોર વધવાનું જોખમ વધી ગયું છે. એક્સપર્ટસ માને છે કે ઘરેલુ સ્તરે હાલમાં કોઇ મજબૂત સેન્ટિમેન્ટ નહિ હોવાથી માર્કેટની ચાલ ગ્લોબલ સેન્ટિમેન્ટથી નક્કી થશે. શેરબજારમાં આગામી ટ્રેડિંગ સેશન્સમાં દબાણ જોવા મળી શકે છે. મિડકેપ અને સ્મોલકેપ સેગમેન્ટ વેલ્યુએશન હજુ પણ ફેક્ટર બની રહ્યું છે. તેથી માર્કેટમાં સ્ટોક સ્પેશિફિક એક્શન જ જોવા મળશે. તેથી એવા શેરો પર ફોકસ કરવું જોઇએ કે જેમના ફંડામેન્ટલ્સ સારા હોય. બ્રોકરેજ હાઉસીસે એવા કેટલાક શેરોમાં રોકાણની સલાહ આપી છે, જેમાં 35થી 40 ટકા સુધી રીટર્ન મળી શકે એમ છે.

 

વોલેટિલિટીના સમયમાં ઓછુ જોખમ


બ્રોકરેજ હાઉસ કંપનીના મજબૂત ફંડામેન્ટલ્સના આધારે રોકાણની સલાહ આપે છે. કંપનીઓના સેન્ટિમેન્ટ સુધરવા પર શેરોના ટાર્ગેટ વધારી દેવામાં આવે છે. વળી, કેટલીક કંપનીઓના ફંડામેન્ટલ્સ એટલા મજબૂત હોય છે કે એકથી વધારે બ્રોકિંગ હાઉસ પણ આ શેરમાં રોકાણની સલાહ આપે છે. આ સ્થિતિમાં આ શેરોમાં રોકાણકારો માટે જોખમ ઘણું ઓછું થઇ જાય છે. કારણ કે અલગ અલગ રીસર્ચમાં શેરો સાથે સંકળાયેલા બધા જોખમોને કવર કરી લેવાય છે. ઉપરાંત બ્રોકરેજ હાઉસના પોઝિટિવ આઉટલૂકના કારણે શેર માટે સેન્ટિમેન્ટ સુધરી જાય છે. તેથી શેરોનું પ્રદર્શન સારું બને છે.

 

માત્ર 10 દિવસમાં 100%થી વધુ વળતર મળી શકે અહીં, આ રીતે લઇ શકો લાભ

 

ક્યા શેરોમાં રોકાણની સલાહ


JSW સ્ટીલ


જેએસડબલ્યુ સ્ટીલ ભારતની અગ્રણી સ્ટીલ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ પૈકીની એક છે. કંપનીની કેપેસિટી 18 એમટીપીએ છે. જેને વધારવા માટે કંપની સતત કામ કરી રહી છે. કંપની આગામી દિવસોમાં પોતાની પ્લેટ અને પાઇપ મિલનું યુએસમાં વિસ્તરણ કરી રહી છે. વિસ્તરણ પર આશરે 6,800 કરોડ ડોલરનો ખર્ચની યોજના છે. કંપની યુએસ સ્થિત સ્ટીલ મેન્યુફેક્ચરિંગ યુનિટને અપગ્રેડ પણ કરી રહી છે. રીપોર્ટ અનુસાર, યુએસ માર્કેટમાં વિસ્તરણનો ફાયદો કંપનીને મળશે. આઇસીઆઇસીઆઇ ડાયરેક્ટે શેર માટે રૂ.375નો ટાર્ગેટ આપ્યો છે, જે હાલના રૂ.320ના ભાવ પ્રમાણે 16 ટકા રીટર્નની સંભાવના બતાવે છે.

 

આગળ વાંચો... અન્ય શેરો વિશે શું કહે છે બ્રોકર્સ

 

અન્ય સમાચારો પણ છે...