Divya Bhaskar

Home » Business » Market » 1 ટ્રિલિયન ડોલરની રેસઃ એમેઝોન 902 અબજ ડોલર માર્કેટ કેપ સાથે એપલની નજીક | Amazon reaches close to Apple with usd902 billion market cap in a race of 1 trillion

1 ટ્રિલિયન ડોલરની રેસઃ એમેઝોન 902 અબજ ડોલર માર્કેટ કેપ સાથે એપલની નજીક પહોંચી

Divyabhaskar.com | Updated - Jul 19, 2018, 04:03 PM

એન્યુઅલ પ્રાઇમ ડે સેલમાં કંપનીનું વેચાણ 10 કરોડ ડોલર એટલે કે રૂ.680 કરોડ રૂપિયા થયા પછી એમેઝોનના શેરમાં તેજી આવી છે.

  • 1 ટ્રિલિયન ડોલરની રેસઃ એમેઝોન 902 અબજ ડોલર માર્કેટ કેપ સાથે એપલની નજીક | Amazon reaches close to Apple with usd902 billion market cap in a race of 1 trillion
    21 વર્ષમાં એમેઝોને 1,23,000 ટકા આપ્યું છે રીટર્ન

    સાન ફ્રાંસિસ્કો દુનિયાની સૌથી મોટી ઇ-કોમર્સ કંપની, એમેઝોનનું માર્કેટ કેપ બુધવારે પહેલીવાર 900 અબજ ડોલરની પાર થયું હતું. એન્યુઅલ પ્રાઇમ ડે સેલમાં કંપનીનું વેચાણ 10 કરોડ ડોલર એટલે કે રૂ.680 કરોડ રૂપિયા નોંધાયું છે. આ જાહેરાત પછી એમેઝોનના શેરમાં તેજી આવી છે. કંપનીનો શેર 1,858.88 ડોલર સુધી પહોંચ્યો હતો અને તેની માર્કેટ કેપ વધીને 902 અબજ ડોલર થઇ ગઇ છે.

    એપલ 935 અબજ ડોલર ધરાવતી વિશ્વની સૌથી વધુ માર્કેટ કેપ ધરાવતી કંપની છે. તે એક ટ્રિલિયન ડોલર એટલે કે 68 લાખ કરોડ રૂપિયાના વેલ્યુએશનવાળી દુનિયાની પહેલી કંપની બનવાની નજીક છે. પરંતુ એમેઝોનની બજાર મૂડી જે ઝડપથી વધી રહી છે તેનાથી લાગે છે કે તે એપલની પહેલા 1 ટ્રિલિયન ડોલર માર્કેટ કેપની કંપની બની શકે છે. એમેઝોન અને એપલના માર્કેટ કેપ વચ્ચે હાલમાં માત્ર 33 અબજ ડોલરનું અંતર છે. ગયા મહિનાની શરૂઆતમાં બંને વચ્ચે 159 અબજ ડોલરનું અંતર હતું.

    7 મહિનામાં એપલથી 5 ગણું વધારે એમેઝોનનું રીટર્ન


    2018ની શરૂઆતના સાત મહિનામાં એમેઝોનના શેરમાં 57 ટકાથી વધારે તેજી આવી છે. જ્યારે એપલનો શેર માત્ર 12 ટકા જ વધ્યો છે. આમ એમેઝોને એપલથી પાંચ ગણું વધારે રીટર્ન આપ્યું છે. એમેઝોને આ વર્ષે ફેબ્રુઆરીમાં માઇક્રોસોફ્ટને પાછળ છોડી હતી અને હવે તે ઝડપથી એપલની નજીક પહોંચી ગઇ છે. એમેઝોન 26 જુલાઇના રોજ એપ્રિલ-જૂન ક્વાર્ટરનું પરિણામ જાહેર કરશે. પરિણામ જાહેર કર્યા પછી એમેઝોનનો શેર વધશે તો માર્કેટ કેપ પણ વધી શકે છે.

    5 મહિનામાં આટલી વધી માર્કેટ વેલ્યુ

    કંપની 14 ફેબ્રુઆરીએ માર્કેટ કેપ 19 જુલાઇએ માર્કેટ કેપ વધારો
    એમેઝોન 702 અબજ ડોલર 902 અબજ ડોલર 200 અબજ ડોલર
    એપલ 849 અબજ ડોલર 935 અબજ ડોલર 86 અબજ ડોલર

    21 વર્ષમાં એમેઝોને 1,23,000 ટકા આપ્યું રીટર્ન


    કંપની 1997માં અમેરિકન બજારમાં લિસ્ટ થઇ હતી. તે સમયે ઇનિશિયલ પબ્લિક ઓફર (આઇપીઓ)ની પ્રાઇસ 18 ડોલર હતી. આઇપીઓ મારફત સ્ટોક ખરીદનારા રોકાણકારોના એક શેરનું વર્તમાન મૂલ્ય 22,200 ડોલર થઇ ગયું છે. શેર ત્રણવાર સ્પ્લિટ થયો છે.

    એમેઝોનની રેવન્યુ એપલથી વધારે

    રેવન્યુ ગ્રોથ રેટ 2013 2014 2015 2016 2017
    એપલ 9.2% 6.9% 27.8% -7.7% 6.3%
    એમેઝોન 21.8% 19.5% 20.2% 27.08% 30.7%


    પેટ્રોચાઇના ફક્ત 1 દિવસ માટે 1 ટ્રિલિયન ડોલર પર હતી


    2007માં પેટ્રોચાઇના કંપનીએ 1 ટ્રિલિયન ડોલરના માર્કેટ કેપનો આંકડો હાંસલ કર્યો હતો. ત્યારે શાંઘાઇ શેરબજારમાં તેના શેરમાં ત્રણ ગણો વધારો થયો હતો. પરંતુ એક જ દિવસમાં કંપનીની માર્કેટ કેપ નીચે આવી ગઇ હતી. માર્ચ 2008 સુધી તે 500 અબજ ડોલર પર રહી ગઇ. હાલ તે અલીબાબાથી પાછળ છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Business

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending