ઓફિસ માર્કેટ / આશ્રમરોડ, CG રોડ આઉટ; હવે SG હાઇવે બિઝનેસનું નવું એપીસેન્ટર, પશ્ચિમના કુલ ટ્રાન્ઝેક્શનમાં 46% હિસ્સો

SG highway becoming favorite destination for office market in Ahmedabad
X
SG highway becoming favorite destination for office market in Ahmedabad

  • જૂના વિસ્તારોમાં ક્વાલિટી સ્પેસનો અભાવે ઓફિસ ખરીદવા કે પછી ભાડે લેનાર વર્ગ પશ્ચિમ તરફ વળી રહ્યા છે. 
  • રેન્ટલ ઓફિસની માગના કારણે 2018માં ભાડામાં 15% જેવો વધારો નોંધાયો
  • જોકે બેંગલુરુ, પૂના, મુંબઈ અને હૈદરાબાદ કરતાં અમદાવાદનું ઓફિસ માર્કેટ પાછળ

divyabhaskar.com

Jan 10, 2019, 07:58 PM IST
અમદાવાદ: રિયલ એસ્ટેટ માર્કેટમાં હાઉસિંગ સેગમેન્ટ ભલે ધીમું રહ્યું પરંતુ ઓફિસ સ્પેસ સેગમેન્ટમાં વર્ષ 2018 ઘણું સારું માની શકાય. નાઇટ ફ્રેન્કના રિપોર્ટ મુજબ અમદાવાદમાં બિઝનેસ હબ ગણાતા આશ્રમ રોડ, નવરંગપુરા અને સીજી રોડ જેવા વિસ્તારોને પાછળ રાખીને એસજી હાઇવે, પ્રહલાદનગર અને બોપલ જેવા વિસ્તારો બિઝનેસ સ્પેસ માટે ગોટ ફેવરિટ બની રહ્યા છે. જૂના વિસ્તારોમાં ક્વાલિટી સ્પેસનો અભાવ હોઈ ઓફિસ ખરીદવા માંગતા કે પછી ભાડે લેનાર વર્ગ હવે શહેરના પશ્ચિમ વિસ્તારો તરફ વધુ જઈ રહ્યા છે.  પ્રોપર્ટી કન્સલ્ટન્ટ નાઇટ ફ્રેન્ક ઈન્ડિયાએ અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટ પર તૈયાર કરેલા રિપોર્ટ મુજબ, 2018 દરમિયાન અમદાવાદમા ઓફિસ સ્પેસ માર્કેટમાં જે ટ્રાન્જેક્શન થયા છે તેમાંથી 83% એસજી હાઇવે, પ્રહલાદનગર, બોડકદેવ, થલતેજ, સેટેલાઈટ અને કેશવબાગ અને તેની આસપાસના વિસ્તારોમાં થયા છે. નવા વિકસી રહેલા વિસ્તારોમાં ખાસ કરીને એસજી હાઇવે અને પ્રહલાદનાગર તરફ ઓફિસ સ્પેસ સ્ટોક 17% વધ્યો છે. 2018માં પશ્ચિમ અમદાવાદમાં ઓફિસ સ્પેસના ટ્રાન્ઝેક્શનમાં એસજી હાઈવેનો હિસ્સો 46% છે. જે દર્શાવે છે કે એસજી હાઈવે હવે બિઝનેસનું નવું એપી સેન્ટર છે. જોકે દેશના અન્ય શહેરો બેંગલુરુ, પૂના, મુંબઈ અને હૈદરાબાદ કરતાં અમદાવાદ પાછળ છે. 

જુલાઈ-ડિસેમ્બર 2018ના ગાળામાં કમ્પ્લિશનમાં 216%નો ઉછાળો

નાઇટ ફ્રેન્ક તેના રિપોર્ટમાં જણાવે છે કે, ઓફિસ માર્કેટમાં 2017માં 2.7 લાખ ચોરસ મીટરના નવા કમ્પ્લિશન નોંધાયા હતા તેની સામે 2018માં  કમ્પ્લિશન 6% વધીને 2.9 લાખ ચોરસ મીટર થયું હતું. પરંતુ, 2018માં જુલાઈ પછીનો સમય ઘણો સારો રહ્યો હતો. આ સમય ગાળામાં નવા  કમ્પ્લિશનમાં 216% નો વધારો થયો હતો. સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટ (સીબીડી) તરીકે ઓળખાતો અમદાવાદનો પશ્ચિમ ઝોન ઓફિસ માર્કેટમાં સૌથી આગળ છે અને ત્યાં નવા  કમ્પ્લિશનનું પ્રમાણ પણ વધુ છે. ખાસ કરીને પ્રહલાદનગર, એસજી હાઇવે અને તેની આસપાસના વિસ્તારોમાં ઘણી નવી ઓફિસ સ્પેસ ઉપલબ્ધ બની છે. 
2. પશ્ચિમ વિસ્તારના ટ્રાન્ઝેક્શનમાં એસજી હાઇવેનો 46% હિસ્સો
અમદાવાના ઓફિસ માર્કેટમાં 2018 દરમિયાન કુલ 1 લાખ ચોરસ મીટરના ટ્રાન્ઝેક્શન થયા હતા જે આગલા વર્ષના 1.4 લાખ ચોરસ મીટરની તુલનાએ 29%નો ઘટાડો દર્શાવે છે. જોકે જુલાઈ પછીના છ માસિક ગાળામાં  ટ્રાન્ઝેક્શન ખાસ્સા એવા વધ્યા હતા. નાઇટ ફ્રેન્કના રિપોર્ટ મુજબ, જુલાઈ અને ડિસેમ્બર દરમિયાન 50,000 ચોરસ મીટરના કુલ  ટ્રાન્ઝેક્શન નોંધાયા છે જે 2017ના સમાન ગાળા કરતાં 74% વધુ છે. અમદાવાદ શહેરમાં જે કુલ ટ્રાન્ઝેક્શન નોંધાયા છે તેના 83% એકલા સીબીડી એરિયામાં થયા છે અને તેમાં ય એસજી હાઇવેનો હિસ્સો સૌથી વધુ 46% છે. આ વાત દર્શાવે છે કે એસજી હાઇવે ઓફિસ માર્કેટમાં અત્યારે હોટ ફેવરિટ ચાલી રહ્યો છે. 
3. જૂના બિઝનેસ એરિયામાં ક્વાલિટી ઓફિસ સ્પેસનો અભાવ
આશ્રમ રોડ, સીજી રોડ, નવરંગપૂરા જેવા જૂના વિસ્તારો કે જે એક સમયે અમદાવાદનાં મુખ્ય બિઝનેસ કેન્દ્રો ગણાતા હતા ત્યાં હાલમાં ક્વોલિટી ઓફિસ સ્પેસનો અભાવ છે તેના કારણે હવે લોકો સીબીડી વિસ્તારોમાં ઓફિસ ખરીદવાનું અથવા તો ભાડે લેવાનું પસંદ કરે છે. ઓફિસ માર્કેટમાં અત્યારે એસજી હાઇવે સૌથી વધુ માગમાં છે. ત્યારબાદ, કોર્પોરેટ રોડ, સિંધુભવન રોડ, થલતેજ, બોડકદેવ અને સેટેલાઇટ સ્તારમાં ઓફિસ માટેની ડિમાન્ડ વધુ રહે છે.
4. રેન્ટેડ ઓફિસની માગ વધુ રહેતા ભાડામાં 15% વધ્યા
અમદાવાદમાં ઓફિસ સ્પેસ ભાડે અથવા તો લોંગ ટર્મ લીઝ પર લેવાનો ટ્રેન્ડ વધુ છે જેના કારણે 2018 દરમિયાન ભાડામાં 15% સુધીનો વધારો જોવા મળ્યો હતો. નાઇટ ફ્રેન્કના રિપોર્ટ પ્રમાણે 2017માં ઓફિસ માર્કેટમાં સરેરાશ ભાડું રૂ. 441 પ્રતિ ચોરસ મીટર હતું જે 2018માં વધીને રૂ. 506 થયું હતું. સીબીડી ઝોનમાં સૌથી વધુ ઓફિસ રેન્ટ છે. અહીં 484-646 પ્રતિ ચોરસ મીટર ભાડું રહ્યું છે જ્યારે મધ્ય અમદાવાદમાં રૂ. 431-517 પ્રતિ ચોરસ મીટરનું ભાડું ચાલી રહ્યું છે. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી