રિઝર્વ બેન્ક / રિસ્ટ્રક્ચરિંગ સ્કિમથી 7 લાખ જેટલા એમએસએમઈને ફાયદો થવાની આશા

rbi restructuring scheme benefits expectation of 7 lakhs MSME
X
rbi restructuring scheme benefits expectation of 7 lakhs MSME

  • એક લાખ કરોડ સુધીના કરજનું રિકન્સ્ટ્રક્શન થવાની શક્યતા
  • નાણા વિભાગનાં સચિવ રાજીવ કુમારે આ શક્યતાઓ વ્યક્ત કરી
  • ઈફ્રાએ 10 હજાર કરોડના કરજનું રિકન્સ્ટ્રક્શનનું અનુમાન લગાવ્યુ

Divyabhaskar.com

Feb 11, 2019, 09:31 AM IST
બિઝનેસ ડેસ્ક. રિઝર્વ બેન્કે ગત મહિને પ્રસ્તુત કરેલી રિસ્ટ્રક્ચરિંગ સ્કિમમાં અંદાજે 7 લાખ જેટલા મિડિયમ સ્કેલ એન્ડ સ્મોલ સ્કેલ ઈન્ડસ્ટ્રીઝ(એમએસએમઈ)ને ફાયદો થવાનો આણસાર જોવા મળ્યો છે. રિઝર્વ બેન્કની આ સ્કિમથી આવા ઉદ્યોગોને એક લાખ કરોડ સુધીના રિસ્ટ્રક્ચરિંગમાં મદદ મળે તેમ છે. નાણાકીય સેવાઓ વિભાગના સચિવ રાજીવ કુમારે આ અનુમાન લગાવ્યું છે.

નવા ઉદ્યોગોને પણ મોકળુ મેદાન મળશે

એક ખાનગી એજન્સી ઈફ્રાના આંકડા કરતા તો સરકારી આંકડાઓ વધુ સારા છે. ઈફ્રાએ એમએસએમઈના 10,000 કરોડ રૂપિયાના કરજનું રિકન્સ્ટ્રક્શન થવાનો અંદાજ વ્યક્ત કર્યો છે.

રાજીવકુમારે કહ્યું કે, સાત લાખ જેટલા નાના અને મધ્યમ કદના ઔદ્યોગિક એકમોના દેવાનું રિકન્સ્ટ્રક્શન થવું જરૂરી છે. આ સ્કિમ અંતર્ગત 2020 સુધીમાં એક લાખ કરોડ રૂપિયાના કરજનું રિકન્સ્ટ્રક્શન કરવાની જરૂર છે. યોજનાથી વધુમાં વધુ સંસાધનોને સ્વતંત્ર કરવામાં મદદ મળશે અને સાથે માગમાં વધારો થતાં ઉદ્યોગોની તકો વધશે.

બીજી તરફ વિશ્વષકોએ આરબીઆઈના આ નિર્ણયને ખોટમાં ગણાવ્યો છે. તેમનું કહેવું છે કે, કેન્દ્રિય બેન્કોએ કરજ આધારિત રિકન્સ્ટ્રક્શન બંધ કરી દીધું છે. રિઝર્વ બેન્કના આવા નિર્ણયથી બેંકોના એનપીએની કાર્યવાહી વધવાની શક્યતા પણ દર્શાવી છે.
4. 25 કરોડ સુધીના રિકન્સ્ટક્શનની તક
આ યોજના હેઠળ નાની કંપનીઓને 25 કરોડ રૂપિયા સુધીનું કર્જ માત્ર એક વખત રિકન્સ્ટ્રક્ટ કરાવી શકાશે. તેમનાં કરજને એનપીએ જાહેર ન કરતાં તેની સમય મર્યાદા અને વ્યાજનું એનાલિસિસ કરવામાં આવશે. રિઝર્વ બેન્કે 1 જાન્યુઆરીએ આ સ્કિમની જાહેરાત કરી હતી. આ સ્કિમ માટે કેન્દ્રિય બોર્ડે 19 નવેમ્બરનાં રોજ રિઝર્વ બેન્ક સમક્ષ દરખાસ્ત કરી હતી.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી