Home » Business » Latest News » Over 26,000 national and international companies will participate in Vibrant Gujarat

દેશ-વિદેશની 26 હજારથી વધુ કંપનીઓ ભાગ લેશે, આફ્રિકાના 54 પૈકી 40 દેશો જોડાશે

Divyabhaskar.com | Updated - Jan 11, 2019, 06:42 PM

 • Over 26,000 national and international companies will participate in Vibrant Gujarat
  અમદાવાદ: ગુજરાત સરકાર આગામી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2019ને સફળ બનાવવા માટે પૂરજોશમાં તૈયારીઓ કરી રહી છે. હાલમાં સરકારી તંત્ર દ્વારા આ ઈવેન્ટની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. આ અંગેની માહિતી આપતા રાજ્યના મુખ્ય સચિવ જે. એન. સિંઘે જણાવ્યુ હતું કે, આ વખતે વિશ્વના 15 દેશો પાર્ટનર કંટ્રી તરીકે ઈવેન્ટમાં જોડાશે. અત્યાર સુધીમાં દેશ-વિદેશની 26,000 જેટલી કંપનીઓએ વાયબ્રન્ટ ગુજરાતમાં ભાગ લેવા માટે નોંધણી કરાવી દીધી છે અને હજુ પણ રજીસ્ટ્રેશન ચાલુ હોઈ આ આંક વધી શકે છે. અત્યાર સુધીમાં 115 ડેલિગેશને સમિટમાં આવવા નોંધણી કરાવી છે. આ ઈવેન્ટના મધ્યમથી રાજ્ય સરકાર 2022માં ગુજરાત કેવું હશે તે અંગેનો રોડમેપ પણ દુનિયાની સમક્ષ મૂકવાની તૈયારી કરી રહી છે.

વાયબ્રન્ટ ગુજરાતને વૈશ્વિક ઈવેન્ટ બનાવવાના પ્રયત્નો

 • 1.વિશ્વભરમાં ગુજરાતની આગવી ઓળખ બની રહેલી ગુજરાત સરકારની ફ્લેગશિપ ઈવેન્ટ એવી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ માત્ર ગુજરાત સુધી સીમિત ન રહે અને આ બિઝનેસનું એક વૈશ્વિક પ્લૅટફૉર્મ બની રહે તે માટે ગુજરાત સરકાર પ્રયત્નશીલ છે. આ અંગે સિંઘે જણાવ્યુ કે, આ વખતના વાયબ્રન્ટને અમે નેશનલ અને ઇન્ટરનેશનલ લૂક આપવા માગીએ છીએ અને અમારી તૈયારીઓ પણ તેવા પ્રકારની જ છે. આ ઈવેન્ટ ગુજરાતમાં યોજાય છે પરંતુ તે હવે સમગ્ર દેશનું પ્રતિનિધિત્વ કરે છે અને હવે તે વૈશ્વિક ફલક બને તેવા અમારા પ્રયત્નો છે. 
 • દેશ-વિદેશના વિવિધ સેમિનારો યોજાશે
  2.આગામી વાયબ્રન્ટમાં આંધ્રપ્રદેશ, હરિયાણ, કર્ણાટક, પંજાબ, ઓડિશા, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ અને ઝારખંડ જેવા રાજ્યોમાં આવનાર સમયમાં રોકાણની ઉજ્જવળ તકોની સંભાવના દર્શાવતા વિશેષ સેમિનાર યોજાશે. ભારતના રાજ્યો ઉપરાંત અન્ય કન્ટ્રી સેમિનાર યોજાશે જેમાં ૨૨ દેશોનું પ્રતિનિધિત્વ હશે. સમિટમાં યોજાનારા કન્ટ્રી સેમિનારોમાં જર્મની, કેનેડા, જાપાન, ડેનમાર્ક, નેધરલેન્ડ, સાઉથ કોરિયા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોનું પ્રતિનિધિત્વ હશે તેઓ તેમના સામર્થ્ય અને રસના ક્ષેત્રો રજૂ કરશે. 
 • રોડ મેપ ગુજરાત સ્પ્રિન્ટ ટુ 2022 વિશ્વ સમક્ષ રજૂ થશે
  3.આગામી વર્ષ ૨૦૨૨ સુધીમાં વૈશ્વિક રોકાણકારો માટે પસંદગીનું શ્રેષ્ઠ કેન્દ્ર બનવા ગુજરાતે જે દોટ મુકી છે તેનો રોડ મેપ ગુજરાત સ્પ્રિન્ટ ટુ 2022 અંતર્ગત સમગ્ર વિશ્વ સમક્ષ રજૂ થશે. આનો ઉદ્દેશ ગુજરાતના ભવિષ્યના ભૌતિક અને સામાજિક આંતરમાળખાકીય વિકાસને પ્રદર્શિત કરીને ગુજરાતની ભાવિ ઔદ્યોગિક શ્રેષ્ઠતાને વિશ્વ સમક્ષ મૂકવાનો છે. ગુજરાતમાં રાજકીય સ્થિરતા, શિક્ષણની સુવિધા, તબીબી સુવિધાઓ, રોજગારી તકો અને મજબૂત કનેક્ટિવિટી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે જેના પરિણામે ગુજરાત શાંતિપૂર્ણ જીવન જીવવા માટે યોગ્ય સ્થળ છે તે દર્શાવવાનો પણ ઉદ્દેશ છે.
 • આફ્રિકા ઉપર સરકારનું ખાસ ફોકસ
  4.આફ્રિકન અને ભારતીય કંપનીઓ તેમના પરસ્પર રસનાં ક્ષેત્રોના વિવિધ ઉત્પાદનો અને સેવાઓને પ્રદર્શિત કરી શકે એ માટે એક વિશેષ આફ્રિકા પેવેલિયન ઉભું કરવામાં આવશે. આ ઇવેન્ટમાં ભાગ લેવા માટે 54 આફ્રિકન દેશો પૈકીના 40 દેશોએ સહમતી આપી છે. ભારતમાંથી સુઝલોન, વેદાંતા, ગોદરેજ, ઝાયડસ અને રિલાયન્સ જેવી કંપનીઓ પણ આમાં જોડાશે. આ ઉપરાંત 19 જાન્યુઆરીના રોજ આફ્રિકન ડેની ઉજવણી કરવામાં આવશે. ગુજરાત દ્વારા આફ્રિકન દેશોને પૂરી પાડવામાં આવતી તબીબી સેવાઓ અને મેડિકલ ટુરિઝમ ક્ષેત્રે રહેલી સંભવિત તકો વિશે ચર્ચા કરવામાં આવશે. ગુજરાત પાસે વૈશ્વિક સ્તરની પોષાય તેવી તબીબી સેવાઓ ઉપલબ્ધ છે. આ ઉપરાંત આફ્રિકન પ્રતિનિધિ મંડળ માટે ઝાયડ્સ હોસ્પીટલ, યુ.એન. મહેતા ઇન્સ્ટીટ્યુટ ઓફ કાર્ડિઓલોજી, અમૂલ ડેરીનો પ્રોસેસીંગ પ્લાંટ, આઈઆઈટી- ગાંધીનગર, ગિફ્ટ સિટીની મુલાકાતનું આયોજન પણ કરવામાં આવ્યું છે. 
 • વિશ્વના મહાનુભાવો સહભાગી બનશે
  5.ડેનમાર્ક, ચેક રિપબ્લિક, ઉઝબેકિસ્તાન, માલ્ટા અને રવાન્ડા સહિતના 5 દેશોના વડાઓ વૈશ્વિક સમિટમાં ભાગ લેશે તેમજ 18 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન મોદી સાથે ડિનર પણ યોજવામાં આવશે. સમિટની નવમી આવૃત્તિમાં 15 દેશો ભાગીદાર દેશ તરીકે સહભાગી બનશે. જેમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, ચેક રિપબ્લિક, ડેનમાર્ક, ફ્રાન્સ, જાપાન, મોરક્કો, નોર્વે, પોલેન્ડ, સાઉથ આફ્રિકા, રીપલ્બિક ઑફ કોરિયા, થાઈલેન્ડ, નેધરલેન્ડ્સ, યુએઈ અને ઉઝબેકિસ્તાનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 11 આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પણ સહભાગી બનશે જેમાં ધી ઓસ્ટ્રેલિયા ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ, કેનેડા ઈન્ડિયા ફેડરેશન, કોમનવેલ્થ એન્ટરપ્રાઈઝ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ કાઉન્સિલ, ઈન્ડો-ચાઈના ચેમ્બર ઑફ કોમર્સ, ઈન્ટરનેશનલ ફાયનાન્સ કોર્પોરેશન, જાપાન એક્સટર્નલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન, કોરિયા ટ્રેડ ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન એજન્સી, ધી નેધરલેન્ડ્સ ઈન્ડિયા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ટ્રેડ, યુએઈ-ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ, યુએસ-ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ અને યુ.એસ-ઈન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ ફોરમ જેવી સંસ્થાઓ વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગીદાર બનશે. 
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Business

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ