યૂથ એન્ડ એજ્યુકેશન / યુવાઓ ! અબ કી બાર, ફરી રહેવું પડશે બેરોજગાર, મનની વાત મનમાં જ રહી ગઈ

No new announcement for youth and women in budget 2019
X
No new announcement for youth and women in budget 2019

  • બજેટ ભાષણમાં યુવાનો-નોકરીનો 4-4 વખત ઉલ્લેખ, નવી કોઈ જાહેરાત નહીં
  • નાણા મંત્રીએ કહ્યું- એક કરોડ લોકોને સ્કિલ ટ્રેનિંગ આપી, ભવિષ્યમાં નોકરીનું સર્જન થશે 

Divyabhaskar.com

Feb 02, 2019, 10:04 AM IST
બિઝનેશ ડેસ્ક. મોદી સરકારનાં કાર્યવાહક નાણામંત્રી તરીકે જવાબદારી નિભાવી રહેલા પીયૂષ ગોયલે વચગાળાના બજેટમાં નોકરિયાતથી લઇને અસંગઠિત વર્ગના લોકોને ખુશ કરવા માટે 105 મિનિટ સુધી જોરદાર ચોગ્ગા-છગ્ગા ફટકાર્યા. તેમણે બજેટમાં યુવા, શિક્ષણ અને નોકરી જેવા મુદ્દાઓ પર બોલને સ્પર્શ જ ના કર્યો. તેને લઈને કોઈ નવી યોજનાની જાહેરાત ન કરાઈ ન તો રોજગારના મુદ્દે કોઈ મજબૂત પગલું ભર્યુ. ફક્ત એટલું જ કહ્યું કે ભારત વિકાસ કરી રહ્યું છે તો નોકરીઓ તો આવશે જ. દેશમાં રોજગારની પરિકલ્પના બદલાઈ રહી છે, નોકરી શોધનારા આજે નોકરી આપી રહ્યા છે. 

યુવાનો-મહિલાઓ માટે બજેટ નિરાશાજનક

1. યુવાઓનું બજેટ માત્ર 1 ટકા વધ્યું
સરકારે ચાલુ વર્ષે યુવા બાબતો સંબંધિત મંત્રાલયનું બજેટ ફક્ત 1 ટકા જ વધાર્યું છે. યુવાનો માટે માત્ર 2216 કરોડ ફાળવાયા છે. આ બજેટથી યુવાનોને રોજગારીની નવી તક મળવાની આશા સૌથી વધુ હતી પણ તેનાથી વિપરિત સાબિત થયું છે.
2. 50 ટકાથી વધુ યુવા મતદારો છતાં નિરાશા
ભારત દુનિયાનો સૌથી વધુ યુવાન વસ્તી ધરાવતો દેશ છે. જેમાં સરેરાશ ઉંમર લગભગ 27 વર્ષની છે. 18થી 34 વર્ષ સુધીની ઉંમરનાં 47 કરોડ મતદારો છે. આ આંકડો કુલ મતદારોનો 50 ટકા કરતા વધુ છે. ત્યારે સરકાર મુદ્દા લોન, સ્ટાર્ટ અપ ઈન્ડિયા, ડિજિટલ ઈન્ડિયાની મદદથી યુવાનો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. જોકે બજેટમાં યુવાનો માટે કોઈ નવી જાહેરાત કરવામાં નહીં આવતાં નિરાશા જોવા મળી હતી.  
3. મહિલાઓની સુરક્ષા માટે 174 કરોડ જ વધાર્યા
આ બજેટમાં મહિલાઓ માટે કોઈ નવી જાહેરાત નથી કરાઈ. સરકારે ફક્ત જૂની યોજનાઓને ગણાવી છે. ભાષણમાં ગોયલે જણાવ્યું કે,  ઉજ્જવલા યોજના હેઠળ 6 કરોડથી વધુ ગેસ કનેક્શન અપાયાં છે. અને એક વર્ષમાં 2 કરોડથી વધુ ઘરોને કનેક્શન આપવામાં આવશે. તો ગર્ભવતી મહિલાઓ માટે મેટરનીટી લિવ 12 અઠવાડિયાથી વધારીને 26 અઠવાડિયા કરાયી છે. આંગણવાડી અને આશા યોજના હેઠળ તમામ શ્રેણીઓમાં કર્મચારીઓનાં વેતનમાં લગભગ 50 ટકાનો વધારો કરાયો હોવાનો સરકારનો દાવો. 
મુદ્રા યોજના હેઠળ અપાયેલ 15.56 કરોડ લોનમાં 70 ટકા લાભાર્થી મહિલાઓ છે. આ બજેટમાં મહિલા સુરક્ષા અને સશક્તીકરણ મિશન માટે 1330 કરોડ રૂપિયા ફાળવાયા છે. જે 2018-19ના સુધારેલા અનુમાનની સામે 174 કરોડ રૂપિયાનો વધારો કરાયો હોવાનો ઉલ્લેખ કર્યો.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી