પ્રયોગ / વાઈબ્રન્ટમાં જાદુગરો અને કાર્ટૂનિસ્ટ આવકવેરા વિશે લોકોને જાગૃત કરશે

Magician and caricature artists give knowledge of Income Tax in Vibrant Gujarat
X
Magician and caricature artists give knowledge of Income Tax in Vibrant Gujarat

  • લોન્જનો ઉપયોગ કરદાતાઓને પડતી સમસ્યાઓ અંગે તેમની પાસેથી પ્રતિસાદ મેળવાશે
  • ગુજરાતનાં નાગરિકો વચ્ચે આવકવેરા વિભાગની બ્રાન્ડ વેલ્યુ વધારવાના પ્રયત્ન
  • મુલાકાતીઓને ક્લીન મની મૂવમેન્ટને ટેકો આપવા ઓનલાઇન પ્રતિજ્ઞા લેવડાવાશે

divyabhaskar.com

Jan 10, 2019, 07:49 PM IST
અમદાવાદ: આ વખતની વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં કેટલું રોકાણ આવશે કે પછી કેટલા કરારો થશે તે નક્કી નથી પરંતુ આવકવેરા વિભાગે આ ઈવેન્ટને મુલાકાતીઓ માટે રસપ્રદ બનાવવા માટે પૂરતી તૈયારીઓ કરી લીધી છે. આવકવેરા વિભાગ દ્વારા પ્રદાન કરવામાં આવતી વિવિધ સેવાઓ વિશે લોકજાગૃતિ અર્થે 18 થી 22 જાન્યુઆરી, 2019 સુધી આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોમાં આવકવેરા વિભાગ દ્વારા કરદાતા લોન્જ શરૂ કરવામાં આવશે જેમાં શેરી નાટક, જાદુગર અને વ્યંગ ચિત્રકારો દ્વારા કરવેરાને લગતા કાયદાઓની સમજ લોકોને આપવામાં આવશે. આની પાછળ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટનો ઉદ્દેશ પ્રત્યક્ષ કરવેરાનાં કાયદાઓનું વધારે સારી રીતે પાલન સુનિશ્ચિત કરવા કરદાતાઓને વિવિધ પદ્ધતિઓનો પરિચય કરાવવાનો છે. અગાઉ નવી દિલ્હી, મુંબઈ, અમદાવાદ, ભુવનેશ્વર અને કોલકાતામાં કેટલીક કરદાતા લોન્જ શરૂ કરવામાં આવી હતી. વર્ષ 2017માં પણ કરવેરા વિભાગે આવી જ એક લોન્જ શરૂ કરી હતી. જોકે, આ વર્ષે આ પ્રયોગ નવો રહેશે.

યુવાનોને આકર્ષવા વર્ચ્યુઅલ રિયાલિટી ગેમ

વાઈબ્રન્ટ ગુજરાતમાં યુવા મુલાકાતીઓની સંખ્યા સારા પ્રમાણમાં હોય છે. આ વિઝિટર્સમાંના ઘણા ટેક્સ પેયર હશે અથવા તો આવતા સમયમાં કરદાતા બની શકે છે. યુવા મુલાકાતીઓને ઇન્કમટેક્સ અંગેની સમજ આપવા અને આવકવેરાની ચૂકવણી કરવાનું મહત્ત્વ સમજાવવા વર્ચ્યુઅલ રિયાલિટી ગેમ રાખવામાં આવશે. આમાં સાઈકલ અને કારની ગેમ હશે.
2. બાળકો માટે પણ મનોરંજનની વ્યવસ્થા
મુલાકાતીઓ સાથે આવતા બાળકોને મનોરંજન સાથે જ્ઞાન મળી રહે તે માટે પણ આવકવેરા વિભાગે વ્યવસ્થા કરી છે. આ પાછળનો ઉદ્દેશ 
એવો છે કે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા કેવા પ્રકારની કામગીરી કરવામાં આવે છે તેની પ્રાથમિક સમજ બાળકોને મળી રહે. આ લોન્જમાં પુખ્ત વયની વ્યક્તિ સાથે મુલાકાત લેનારા બાળકો માટે ચિત્રસ્પર્ધા યોજવામાં આવશે. 
3. કરદાતા લોન્જમાં નીચેની સુવિધાઓ અને પ્રવૃત્તિઓ હાથ ધરાશે
  1. પાન કાર્ડ, આધાર-પાન લિંન્કિગ અને પાન સાથે સંબંધિત પ્રશ્નો માટે અરજી.
  2. ઇ-ફાઇલિંગ અને ફોર્મ 26AS સાથે સંબંધિત પ્રશ્નોનું સમાધાન.
  3. કરવેરા રિટર્ન તૈયાર કરવાની સેવા નિઃશુલ્ક ઉપલબ્ધ થશે.
  4. વિવિધ મુદ્દાઓ પર કરદાતા માટેની માહિતી આપતા બ્રોશર, જે ઇ-ફોર્મેટ અને પેપર ફોર્મેટ એમ બંનેમાં ઉપલબ્ધ થશે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી