નફો-નુકશાન / LGનો નફો 80 % તો samsungનો 29% ઘટ્યો હોવાનું અનુમાન

LG 80 percent and samsung 29 percent profit reduced for last quarter
X
LG 80 percent and samsung 29 percent profit reduced for last quarter

  • માર્કેટિંગ ખર્ચ અને હરિફાઈ વધવાના કારણે કંપનીઓનો નફો ઘટ્યો
  • સેમસંગે પાછલા બે વર્ષમાં પ્રથમ વખત ગાઈડન્સ ઘટાડ્યું
  • મેમરી કાર્ડની માંગ ઘટતાં અને સ્માર્ટફોન માર્કેટમાં સ્પર્ધા વધતાં અસર વર્તાઈ

divyabhaskar.com

Jan 08, 2019, 04:24 PM IST
બિઝનેશઃ દુનિયામાં બીજા નંબરની સૌથી મોટી ટીવી કંપની એલજી ઈલેક્ટ્રોનિક્સનાં નફામાં ડિસેમ્બર મહિનામાં 80 %(વાર્ષિક ધોરણે) ઘટાડો થવાની આશંકા વ્યક્ત કરાઈ છે. કંપનીએ મંગળવારે આ માહિતી જાહેર કરી હતી. કંપનીના રિપોર્ટ પ્રમાણે પાછલા ત્રિમાસિક(ઓક્ટોબર-ડિસેમ્બર)માં 6.70 કરોડ ડોલરનો નફો થવાની આશા હતી. તો વિશ્લેષકોએ 34 કરોડ ડોલરની આશા વ્યક્ત કરી હતી.

1. રેવન્યુ 7 % ઘટી હોવાનું અનુમાન
એલજીના અહેવાલમાં કહ્યું છે કે, રેવેન્યુમાં 7%ની ઘટ વર્તાઈ છે. કંપની આ મહિનાના અંતમાં ત્રિમાસિક સરવૈયાની પણ જાહેરાત કરશે. વિશ્લેષકોનું માનીએ તો નવા સ્માર્ટ ફોનનાં માર્કેટિંગનો ખર્ચ અને વર્ષના અંતે બોનસ આપવાના કારણે કમાણી ઉપર અસર વર્તાઈ શકે છે. કાઉન્ટર પોઈન્ટ રિસર્ચના કહેવા પ્રમાણે ગત વર્ષે જૂન સુધી ગ્લોબલ સ્માર્ટ ફોન માર્કેટમાં એલજીનો શેર 3% જેટલો હતો.
2. સેમસંગે નફામાં 29%ની ઘટ દર્શાવી
એલજીની માફક જ સેમસંગે પણ ડિસેમ્બર મહિના સુધીના ત્રિમાસિક ગાઈડન્સમાં ઘટાડાની જાહેરાત કરી હતી. કંપનીના અહેવાન મુજબ ત્રિમાસિક નફો 28.71 ટકા ઘટીને 967 કરોડ ડોલરે આવી ગયો હતો. જે વિશ્લેષકોના અનુમાન પ્રમાણે 18.18 % ઘટ્યો છે. સેમસંગે છેલ્લા 2 વર્ષમાં પ્રથમ વખત ગાઈડન્સમાં ઘટાડો કર્યો છે. મેમરી કાર્ડની માંગ ઘટવાને કારણે અને સ્માર્ટફોન માર્કેટમાં સ્પર્ધા વધવાને કારણે આ નુકશાન ભોગવવું પડ્યું હોવાનું અનુમાન લગાવાયું છે. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી