પોંઝી સ્કીમ બેન / કેન્દ્રએ દેશમાં ચાલતી ચીટફંડ તથા ગેરકાયદે થાપણ યોજનાઓ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો

central govt banned cheat fund and illegal deposit schemes
X
central govt banned cheat fund and illegal deposit schemes

  • ચીટફંડના સૌથી વધુ કેસો પશ્વિમ બંગાળમાં નોંધાય ચૂક્યા છે 
  • નાના અને મધ્યમવર્ગીય લોકોની કમાણીની બચત લૂંટાઈ રહી છે

Divyabhaskar.com

Feb 08, 2019, 08:48 AM IST
બિઝનેશ ડેસ્ક. સરકારે ગેરકાયદે થાપણ યોજનાઓ દ્વારા નાણાં ઉઘરાવતી ચીટ ફંડ જેવી યોજનાઓ પર પ્રતિબંધ મૂક્યો છે. યુનિયન કેબિનેટે અનરેગ્યુલેટેડ ડિપોઝિટ સ્કીમ બિલ પર પ્રતિબંધ મૂક્યો છે. જેનો સૌથી વધુ ભોગ ગરીબો અને મધ્યમવર્ગીય લોકો બની રહ્યા છે. પ્રતિબંધ બાદ ચીટ ફંડ કંપનીઓ ગેરમાર્ગે દોરતી જાહેરાતો કરી શકશે નહીં. શારદા પોંઝી સ્કીમ હેઠળ સીબીઆઈ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહીમાં કેન્દ્ર અને પશ્ચિમ બંગાળ સરકાર વચ્ચે થયેલી તુતુ-મેમે બાદ સરકારે નવો રિઝોલ્યુશન પસાર કર્યો છે.

છેલ્લા ચાર વર્ષમાં 166 કેસ નોંધાયા

બિલમાં કરવામાં આવેલી જોગવાઈ મુજબ, જો કંપનીઓ આ પ્રકારની ગેરકાયદેસર યોજનાઓ હેઠળ થાપણો ઉઘરાવશે અથવા તો ઉઘરાવેલી થાપણો પર ચૂકવણી નહીં કરે તો તેમની વિરૂદ્ધ કડક પગલાં લઈ સજા ફટકારવામાં આવશે. કોઈપણ કંપની આ પ્રકારની ડિપોઝિટ એકત્ર કરશે અથવા રોકાણ માટે આકર્ષવા સેલેબ્રિટિઝને બ્રાન્ડ એમ્બેસેડર બનાવશે તો તે સજાપાત્ર ગણાશે.
દેશમાં ઘણી કંપનીઓ ટૂંકાગાળામાં વધુ રિટર્ન આપવાની લોભામણી જાહેરાતો દ્વારા નાના અને મધ્યમવર્ગીય લોકોની કમાણીની બચત ધોળા દહાડે લૂંટી રહી છે. ઈડી-સીબીઆઈ દ્વારા આવી કંપનીઓને શોધી સજા ફટકારવામાં આવશે. તેમાં ઓનલાઈન થાપણ યોજનાને પણ આવરી લેવામાં આવી છે.
30 નવેમ્બર, 2018 સુધી છેલ્લા ચાર વર્ષમાં ગેરકાયદેસર થાપણ યોજનાઓ વિરૂદ્ધ 166 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ ચીટ ફંડ કંપનીઓ પશ્ચિમ બંગાળમાંથી હતી. બાદમાં ઓરિસ્સા, બિહાર, ઝારખંડ અને આસામમાંથી કેસ નોંધાયા છે. RBI અનુસાર, જુલાઈ, 2014થી મે, 2018 સુધી વિભિન્ન રાજ્યોમાં 978 કેસ નોંધાયા છે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી