શેરબજાર / તાતા મોટર્સની 26 વર્ષમાં પહેલીવાર રૂ. 26960 કરોડની ત્રિમાસિક ખોટ

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર
X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

  • કંપનીના શેરનો  ભાવ ઇન્ટ્રા-ડેમાં 129ના તળિયે
  •  ફેબ્રુઆરી 1993માં શેર 40 ટકા તૂટ્યો હતો
  • જગુઆર (ચિત્તો) પકડવામાં તાતા મોટર ‘ખોટ’વાઇ:

Divyabhaskar.com

Feb 09, 2019, 12:31 AM IST
અમદાવાદ: તાતા મોટર્સનો શેર શુક્રવારે અઢી દાયકાના બીજા ક્રમના સૌથી મોટા 30 ટકાના કડાકા સાથે રૂ. 129ના વર્ષના તળીયે બેસી ગયો હતો. અગાઉ તા. 2 ફેબ્રુઆરી-1993ના રોજ શેર 40.5 ટકા તૂટ્યો હતો. જોકે, વેલ્યૂ બાઇંગના પગલે શેર છેલ્લે બીએસઇ ખાતે 17.28 ટકા ઘટી રૂ. 151.30 બંધ રહ્યો હતો. જેના કારણે કંપનીનું માર્કેટકેપ રૂ. 9123 કરોડ ઘટી રૂ. 43685 કરોડ થઇ ગયું છે. શેર છેલ્લા એક વર્ષમાં 60 ટકા તૂટી ચૂક્યો છે. 
1. ત્રિમાસિક ગાળામાં રૂ. 26960 કરોડની ખોટ
ગુરુવારે કંપનીએ જગુઆર લેન્ડરોવર (જેએલઆર)ની સંપત્તિના મૂલ્યાંકનમાં ઘટાડો (એસેટ એમ્પેરમેન્ટ) થવાના કારણે ડિસે.-18ના અંતે પુરા થયેલા ત્રિમાસિક ગાળામાં રૂ. 26960 કરોડની ખોટ જાહેર કરી હતી. તેના પગલે નિષ્ણાતોએ અંદાજ જારી કર્યા હતા કે, કંપની ભવિષ્યમાં પણ આજ રીતે એમ્પેરમેન્ટ જાહેર કરી શકે છે. તેથી શેરનો ભાવ ઘટી શકે છે. બીજી તરફ એડલવીસ સિક્યુરિટીઝના જણાવ્યા અનુસાર ચીનના બજારોની સ્થિતિ સાવ ખરાબ થઇ રહી છે. તે જોતાં કંપનીએ કઇ એસેટ્સમાં એમ્પેરમેન્ટ કર્યું છે. તે પછી જ ખબર પડે કે આગળ કેવા પગલાં ભરાશે કે નહિં. મોતીલાલ ઓસવાલ સિક્યુરિટીઝે પણ સ્ટોકનું રેટિંગ ડાઉનગ્રેડ કરીને ન્યૂટ્રલ કરી નાંખ્યું છે.
2. શેરની ‌BSE-NSE ખાતે સ્થિતિ
વિગત BSE NSE
છેલ્લો બંધ 182.9 182.85
ખૂલ્યો 164.65 164.6
વધી 164.65 164.6
ઘટી 141.9 129
બંધ 151.3 150.15
ઘટાડો (રૂ.) 31.6 32.7
ઘટાડો% 17.28 17.88
3. LT-એડલવિસે શેર્સ વેચી માર્યા: ADAG
રિલાયન્સ જૂથના રૂ. 400 કરોડના પ્લેજ્ડ શેર્સ એલએન્ડટી ફાઇ. અને એડલવિસે તા. 4-7 ફેબ્રુઆરી દરમિયાન આગોતરી જાણ કર્યા સિવાય વેચી માર્યા હોવાથી અનીલ અંબાણીના રિલાયન્સ જૂથની કંપનીઓના માર્કેટકેપમાં રૂ. 13000 કરોડ (આશરે 55 ટકા)નું ધોવાણ થયું છે. એટલું જ નહિં, આશરે 72 લાખ સંસ્થાકીય, રિટેલ શેરધારકોના હિતોને નુકસાન પહોંચાડ્યું હોવાનો પણ આક્ષેપ રિલાયન્સ એડીએ જૂથે કર્યો છે. જૂથે આ બન્ને કંપનીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી માટે કાનૂની સલાહ માગી હોવાનું પણ જણાવ્યું છે. જૂથે ચાલુ બજારે આ જાહેરાત કરી હોવાના પગલે ADAG શેર્સમાં બાઉન્સબેકની સ્થિતિ રહી હતી.
4. સેન્સેક્સમાં 424 પોઇન્ટની પીછેહઠ
બીએસઇ સેન્સેક્સ આજે વધુ 424.61 પોઇન્ટના કરેકશન સાથે 37000 પોઇન્ટ ઘટી 36546.48 પોઇન્ટ બંધ રહ્યો હતો. નિફ્ટી 125.80 પોઇન્ટ તૂટી 10943.60 પોઇન્ટ બંધ રહ્યો હતો. સેન્સેક્સની આગેવાની હેઠળ આઇટી, ટેકનોલોજી, ઓટો, એફએમસીજી, કેપિટલ ગુડ્સ, ઓઇલ, પાવર, સ્મોલકેપ અને મિડકેપ સેગ્મેન્ટમાં પણ એકથી સાડા ત્રણ ટકા સુધીનો કડાકો નોંધાયો હતો. જોકે, ટેલિકોમ અને રિયાલ્ટી સેગ્મેન્ટમાં એક ટકા ઉપરાંત સુધારો નોંધાયો હતો. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી