નાણાકીય કટોક્ટી / કિંગફિશરની જેમ હવે જેટ એરલાઈન્સ પણ બંધ થવાના આરે

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • જેટમાં ભાગીદારી વેચવાના પ્રયાસો નિષ્ફળ થઇ રહ્યા છે

Divyabhaskar.com

Apr 17, 2019, 12:17 PM IST

મુંબઈ: કિંગફિશરની જેમ જેટ એરલાઈન્સ પણ બંધ થવાની તૈયારીમાં હોવાના અહેવાલ છે. કંપનીને લોન આપનારી બેન્કો તરફથી વધુ ફન્ડિંગ મળવાની આશા નહીં હોવાથી જેટ મેનેજમેન્ટે બોર્ડ સમક્ષ કંપની સંપૂર્ણપણે બંધ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. સાથે જેટમાં ભાગીદારી વેચવાના પ્રયાસો નિષ્ફળ થઇ રહ્યા છે. નરેશ ગોયલના પ્રતિનિધિત્વવાળી ત્રણ કંપનીઓના જૂથે બોલી પ્રક્રિયામાંથી હાથ ખેંચી લીધો છે.

અગાઉ એતિહાદ એરવેઝ અને ટીપીજી કેપિટલે પણ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જો ગોયલ જેટમાંથી નહીં હટે તો તેઓ હરાજીમાં નહીં જોડાય. કંપની સૂત્રોએ પણ જણાવ્યું કે એરવેઝ પોતાના ગ્રાહકોને છેતરવા માગતી નથી અને એવા ભ્રમમાં રાખવા માગતી નથી કે કંપની હજુ પણ સંચાલિત છે. તેથી એવું લાગે છે કે 25 વર્ષ જૂની આ કંપની હવે ડચકાં ખાઇ રહી છે. હાલમાં ઇંધણનો પૂરતો ખર્ચ વહન નહીં કરી શકવાને કારણે જેટનાં 119માંથી માત્ર 7 જ વિમાન ઊડી રહ્યાં છે.

એતિહાદે રોકાણ માટે બે શરતો મૂકી હતી: એતિહાદ એરવેઝે જેટમાં રોકાણ કરવા માટે બે શરતો મૂકી હતી. જેમાં ગોયલને સંપૂર્ણપણે બહાર કરવા અને કોઇ કંપનીમાં 25 ટકા શેર ખરીદવા પર 20 ટકા શેરને ઓપન ઓફર પર રાખવાના શેરબજારના નિયમમાં છૂટ મળવાનો સમાવેશ થાય છે.

બેન્કો જેટને ઇમરજન્સી ફંડ આપવા તૈયાર નથી: એક સિનિયર બેન્કરના જણાવ્યા મુજબ પીએનબી, આઇસીઆઇસીઆઇ અને યસ બેન્ક જેટને ઇમરજન્સી ફંડ આપવા તૈયાર નથી.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી