• Home
  • Business
  • Latest News
  • UKમાં વિજય માલ્યા પાચે છે રૂ.284 કરોડની પ્રોપર્ટી, 115 કરોડ છે બે યોટ | Vijay Mallya has worth Rs.284 crore property in Uk including 2 yachts

UKમાં વિજય માલ્યા પાસે છે રૂ.284 કરોડની પ્રોપર્ટી, રૂ.115 કરોડની બે યોટ

યુકેની હાઇકોર્ટે માલ્યાની બ્રિટનમાં આવેલી બધી સંપત્તિને જપ્ત કરવાનો આદેશ આપ્યો છે.

moneybhaskar.com | Updated - Jul 06, 2018, 06:20 PM
UKમાં વિજય માલ્યા પાચે છે રૂ.284 કરોડની પ્રોપર્ટી, 115 કરોડ છે બે યોટ | Vijay Mallya has worth Rs.284 crore property in Uk including 2 yachts

નવી દિલ્હીઃ દેશ છોડીને ભાગી ગયેલા લિકર બિઝનેસમેન વિજય માલ્યાની બ્રિટનમાં સંપત્તિ જપ્ત થશે. યુકેની હાઇકોર્ટે માલ્યાની બ્રિટનમાં આવેલી બધી સંપત્તિને જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. બ્રિટનમાં માલ્યા પાસે કુલ 284 કરોડ રૂપિયાની પ્રોપર્ટી છે. તે હવે ગમે ત્યારે જપ્ત કરી શકાશે. હાલમાં માલ્યા લગભગ 9,000 કરોડ રૂપિયાના ફ્રોડ અને મની લોન્ડરિંગ કેસમાં ભારતને પ્રત્યાર્પણ કરવા સામેનો કેસ લડી રહ્યા છે.

ક્યાં કેટલી પ્રોપર્ટી


બેન્કો દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, વિજય માલ્યા પાસે યુકેમાં ત્રણ મકાન છે. ઇંગ્લેન્ડમાં માલ્યા જે ઘરમાં રહે છે તેની કિંમત આશરે 105 કરોડ રૂપિયા (11.5 મિલિયન પાઉન્ડ) છે.


આ ઉપરાંત માલ્યા પાસે બે યોટ છે જેમની કુલ કિંમત 115.15 કરોડ રૂપિયા છે. ફોર્સ ઇન્ડિયા યોટની કિંમત 12.50 કરોડ રૂપિયા (13.95 મિલિયન યુરો) અને જિપ્પોની કિંમત 2.65 કરોડ રૂપિયા (329,500 યુરો) છે.

કરી શકે છે બળપ્રયોગ


આદેશમાં કહેવામાં આવ્યું છે કે હાઇકોર્ટના એન્ફોર્સમેન્ટ ઓફિસર જરૂર પડશે તો પ્રોપર્ટીમાં ઘુસવા માટે બળ પ્રયોગ કરી શકે છે. આ અંગે માહિતગાર લીગલ એક્સપર્ટસના જણાવ્યા અનુસાર,હાઇકોર્ટની ક્વીન બેન્ચ ડિવિઝનના આદેશથી પ્રવેશની અનુમતી મળી ગઇ છે. જ્યારે બેન્ક પોતાની સમક્ષ હાજર બળપ્રયોગના વિકલ્પો પર વિચાર કરી રહી છે.

આગળ વાંચો....35 કરોડ રૂપિયામાં વેચી માલ્યાની લક્ઝરી જેટ

UKમાં વિજય માલ્યા પાચે છે રૂ.284 કરોડની પ્રોપર્ટી, 115 કરોડ છે બે યોટ | Vijay Mallya has worth Rs.284 crore property in Uk including 2 yachts

35 કરોડ રૂપિયામાં વેચી માલ્યાની લક્ઝરી જેટ

 

હાલમાં સર્વિસ ટેક્સ વિભાગને વિજય માલ્યાના લક્ઝરી જેટને વેચવામાં સફળતા મળી હતી. 29 જૂને અમેરિકન શહેર ફ્લોરિડામાં કંપની એવિએશન મેનેજમેન્ટ સેલ્સે તેના માટે 34.8 કરોડ રૂપિયા (5.05 મિલિયન ડોલર)ની બોલી લગાવી હતી, જે સૌથી વધારે હતી. સર્વિસ ટેક્સ વિભાગે માલ્યાની લક્ઝરી જેટ A319 જપ્ત કરી લીધી હતી. એક સમયે વિજય માલ્યા આ જેટમાં દુનિયાભરમાં ફરતા હતા અને મોટી મોટી બિઝનેસ ડીલ્સ કરતા હતા. પરંતુ વિજય માલ્યાની કિંગફિશર એરલાઇન્સ ઉપર સર્વિસ ટેક્સ વિભાગના લગભગ 800 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી ચડતા તેણે માલ્યાના ખાનગી પ્લેનને જપ્ત કરી લીધું હતું.

 

આગળ વાંચો....બ્રિટનમાં 10,000 કરોડનો કેસ હાર્યા હતા માલ્યા

UKમાં વિજય માલ્યા પાચે છે રૂ.284 કરોડની પ્રોપર્ટી, 115 કરોડ છે બે યોટ | Vijay Mallya has worth Rs.284 crore property in Uk including 2 yachts

બ્રિટનમાં 10,000 કરોડનો કેસ હાર્યા હતા માલ્યા


આની પહેલા મે મહિનામાં લંડનની કોર્ટમાં ભારતીય બેન્કો તરફથી 1.55 અબજ ડોલર (10,000 કરોડ રૂપિયા)થી વધારે રકમ કલેક્ટ કરવા માટે દાખલ કરેલી યુકે લાસૂટમાં વિજય માલ્યા વિરુદ્ધ ચુકાદો આવ્યો હતો.

 

X
UKમાં વિજય માલ્યા પાચે છે રૂ.284 કરોડની પ્રોપર્ટી, 115 કરોડ છે બે યોટ | Vijay Mallya has worth Rs.284 crore property in Uk including 2 yachts
UKમાં વિજય માલ્યા પાચે છે રૂ.284 કરોડની પ્રોપર્ટી, 115 કરોડ છે બે યોટ | Vijay Mallya has worth Rs.284 crore property in Uk including 2 yachts
UKમાં વિજય માલ્યા પાચે છે રૂ.284 કરોડની પ્રોપર્ટી, 115 કરોડ છે બે યોટ | Vijay Mallya has worth Rs.284 crore property in Uk including 2 yachts
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App