અપ-ડાઉન / તાતા સ્ટીલનો નફો 54 ટકા ઊછળ્યો, મહિન્દ્રાનો નફો 11 ટકા ઘટ્યો

Divyabhaskar.com | Updated - Feb 09, 2019, 08:40 AM
Tata Steel profit up to 54 percentage and Mahindra net profit fell 11 percent
X
Tata Steel profit up to 54 percentage and Mahindra net profit fell 11 percent

બિઝનેસ ડેસ્ક. તાતા સ્ટીલે ડિસેમ્બરના અંતે પુરા થયેલા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો 54.33 ટકા વૃદ્ધિ સાથે રૂ. 1753.07 કરોડ (રૂ. 1135.92 કરોડ) નોંધાવ્યો છે. કંપનીની કુલ આવકો વધી રૂ. 41431.37 કરોડ (રૂ. 33672.48 કરોડ) થઇ છે. સ્ટેન્ડઅલોન ધોરણે ચોખ્ખો નફો 83.5 ટકા વધી રૂ. 2456.09 કરોડ (રૂ. 1338.09 કરોડ) અને આવકો 10 ટકા વધી રૂ. 17759.85 કરોડ (રૂ. 15777.96 કરોડ) થઇ છે. 

અન્ય કંપનીના પરિણામો

1.મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ ચોખ્ખો નફો 11.44 ટકા ઘટાડા સાથે રૂ. 1076.81 કરોડ (રૂ. 1215.89 કરોડ) નોંધાવ્યો છે. કુલ આવકો રૂ. 13411.29 કરોડ (રૂ. 11676.05 કરોડ) થઇ છે. આલ્કેમ લેબોરેટરીએ શેરદીઠ રૂ. 8 વચગાળાનું ડિવિડન્ડ ચૂકવવાની ભલામણ કરી છે. 
2.આઈડીબીઆઈની ખોટ ત્રણ ગણી: બેડ લોન્સમાં વૃદ્ધિ નોંધાતા આઈડીબીઆઈ બેન્કની Q3 ખોટ ત્રણ ગણી વધી રૂ. 4,185 કરોડ થઈ છે. ગતવર્ષે રૂ. 1,524.31 કરોડ ખોટ કરી હતી. કુલ આવકો પણ ઘટી રૂ. 6,190.94 કરોડ થઈ છે. નેટ એનપીએ ઘટી 14.01ટકા (16.02 ટકા) થઇ છે. 
3.અદાણી ગ્રીન એનર્જીની ખોટ વધી: કંપનીની ખોટ વધી રૂ. 118.74 કરોડ (રૂ. 13.98 કરોડ) થઇ છે. કુલ આવકો રૂ. 470.94 કરોડ (રૂ. 456.21 કરોડ) થઇ છે. 
4.સેન્ટ્રલ બેન્કની ખોટ ઘટી: સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાની ચોખ્ખી ખોટ ઘટી રૂ. 718 કરોડ (રૂ. 1664 કરોડ) થઇ છે. કુલ આવકો રૂ. 6329 કરોડ (રૂ. 6590 કરોડ) થઇ છે. નેટ એનપીએ પણ 10.36 ટકાથી ઘટી 10.32 ટકા થઇ છે.
5.મન્નાપુરમ ફાઇ.નો નફો 42 ટકા વધ્યો: કંપનીનો ચોખ્ખો નફો 42 ટકા વધી 244.11 કરોડ (171.73 કરોડ) થયો છે. કાર્યકારી આવક 24 ટકા વધી રૂ. 1081.20 કરોડ (રૂ. 872 કરોડ) થઇ છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App