એક્શન / યસ બેન્કે ગોપનીય રિપોર્ટ સાર્વજનિક કર્યો, આરબીઆઈએ કાર્યવાહીની ચેતવણી આપી

Divyabhaskar.com | Updated - Feb 16, 2019, 03:33 PM
Yes Bank Nil Divergence Report: RBI Threatens Action
X
Yes Bank Nil Divergence Report: RBI Threatens Action

  • યસ બેન્કે બુધવારે જણાવ્યું હતું કે તેના એનપીએના એસ્ટીમેશનમાં આરબીઆઈને કોઈ તફાવત મળ્યો નથી
  • આરબીઆઈએ કહ્યું- આ કોઈ ઉપલબ્ધી નથી, તેની પ્રેસ રિલિઝ બહાર પાડીને બેન્કે નિયમ તોડ્યો
  • રિસ્ક એસેસમેન્ટ રિપોર્ટ અંગે જણાવવાથી યસ બેન્કના શેરમાં ગુરૂવારે 32%નો ઉછાળો આવ્યો હતો  

મુંબઈઃ આરબીઆઈએ ગોપનીય રિપોર્ટ સાર્વજનિક કરવા પર યસ બેન્કની વિરુદ્ધમાં કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. યસ બેન્કે પોતે આ અંગેની માહિતી શુક્રવારે આપી હતી. બેન્કે બુધવારે જણાવ્યું હતું કે તેને આરબીઆઈ તરફથી 2017-18નો રિસ્ક અસેસમેન્ટ રિપોર્ટ મળ્યો છે. તેને બેન્ક દ્વારા જાહેર એનપીએના એસ્ટીમેશનમાં કોઈ અંતર મળ્યું નથી. ઉલ્લેખનીય છે કે આરબીઆઈના રિપોર્ટને સાર્વજનિક કરવો તે નિયમનું ઉલ્લંઘન છે.

યસ બેન્ક લોકોને ગેરમાર્ગે દોરી રહી છેઃ આરબીઆઈ

1.આરબીઆઈનું કહેવું છે કે નિલ ડાયવર્જેન્સ(એનપીએના એસ્ટીમેશનમાં ફર્ક મળ્યો નથી) કોઈ ઉપલબ્ધી નથી, જેને પ્રકાશિત કરવામાં આવે. આ અંગે યસ બેન્ક જે પ્રેસ રિલિઝ બહાર પાડી છે તેને ગંભીરતાથી લેવાઈ રહી છે અને બેન્કની વિરુદ્ધમાં રેગ્યુલેટરી એક્શન લેવામાં આવી શકે છે.
2.આરબીઆઈના જણાવ્યા પ્રમાણે રિસ્ક એસેસમેન્ટ રિપોર્ટમાં યસ બેન્કની કાર્યપ્રણાલીની ખામીઓનો પણ ઉલ્લેખ છે. રિપોર્ટના એક જ ભાગનો ખુલાસો કરીને યસ બેન્કે લોકોને ગેરમાર્ગે દોરવાની કોશિશ કરી છે.
3.

યસ બેન્કે બુધવારે સ્ટોક એકસચેન્જને જણાવ્યું હતું કે તેના પ્રોવિઝનિંગને આરબીઆઈએ યોગ્ય ઠેરવ્યું છે. આ ન્યુઝ બાદ ગુરૂવારે યસ બેન્કના શેરમાં 32 ટકાની તેજી આવી હતી. તેનાથી માર્કેટ કેપમાં 12,025 કરોડ રૂપિયાનો વધારો થયો હતો.

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App