પરિણામ / વિપ્રોને જાન્યુઆરી-માર્ચમાં 2,494 કરોડનો નફો, 10,500 કરોડના શેરને બાયબેક કરશે

Wipro Q4 net up 38pc to Rs 2494 cr announces Rs 10500 cr buyback plan

  • 325 રૂપિયાની કિંમત પર 32.3 કરોડ શેર ખરીદશે
  • જાન્યુઆરી-માર્ચમાં રેવન્યુ 8.9% વધીને 15006 કરોડ રૂપિયા રહી

Divyabhaskar.com

Apr 16, 2019, 06:43 PM IST

બેંગલરુઃ આઈટી કંપની વિપ્રોને જાન્યુઆરી- માર્ચ ત્રિમાસિકમાં 2,493.9 કરોડ રૂપિયાનો નફો થયો છે. વાર્ષિક આધાર પર તે 38.4 ટકા વધુ છે. 2018ના જાન્યઆરી-માર્ચ ત્રિમાસિકમાં કંપનીને 1,800.8 કરોડ રૂપિયાનો પ્રોફિટ થયો હતો. રેવન્યુ 8.9 ટકા વધીને 15,006.3 કરોડ રૂપિયા થઈ છે. ગત વર્ષે જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિકમાં તે 13,768.6 કરોડ રૂપિયા હતી.

નાણાંકીય વર્ષ(2018-19)માં વિપ્રોને 9,017.9 કરોડ રૂપિયાનો નફો થયો છે. તે 2017-18ના 9,017.9 કરોડ રૂપિયાની સરખામણીમાં 12.6 ટકા વધુ છે. સમગ્ર વર્ષમાં રેવન્યુ 7.5 ટકા વધીને 58,584.5 કરોડ રૂપિયા રહી.

કંપનીના બોર્ડે 10,500 કરોડ રૂપિયાના શેર બાયબેક યોજનાને પણ મંજૂરી આપી છે. આ અંતર્ગત 325 રૂપિયાના ભાવ પર 32.3 કરોડ શેર ખરીદવામાં આવશે. મંગળવારે વિપ્રોનો શેર 2.45 ટકાના ઘટાડા સાથે 281.10 રૂપિયા પર બંધ થયો હતો.

બાયબેક શું હોય છે ?

કોઈ કંપની જયારે પોતાના જ શેરને રોકાણકારો પાસેથી ખરીદે છે તો તેને બાયબેક કહેવામાં આવે છે. કંપનીઓ ઘણાં કારણોથી તેનો નિર્ણય લે છે. સૌથી મોટું કારણ કંપનીની બેલેન્સશીટમાં વધારાની કેશ હોવી તે છે. શેર બાયબેક દ્વારા કંપની વધારાના કેશનો ઉપયોગ કરે છે. સૌથી પહેલા કંપનીનું બોર્ડ શેર બાયબેકના પ્રસ્તાવને મંજૂરી આપે છે.

X
Wipro Q4 net up 38pc to Rs 2494 cr announces Rs 10500 cr buyback plan
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી