વિઝા અને માસ્ટર કાર્ડ ગુમાવી રહ્યાં છે ભારતીય બજારમાંથી પોતાનો હિસ્સોઃ અરૂણ જેટલી

Visa and RuPay card lose their market share in India says Arun Jaitely

Divyabhaskar.com

Nov 09, 2018, 12:42 PM IST

નવી દિલ્હીઃ થોડા દિવસો અગાઉ પેમેન્ટ ગેટવે માસ્ટરકાર્ડે ભારતના સ્વદેશી પેમેન્ટ નેટવર્ક રૂપે (RuPay)ની વધતી લોકોપ્રિયતા અને ઉપયોગના પગલે ટ્રમ્પ સરકારને મોદી સરકારની ફરીયાદ કરી હતી. આ અંગેનો અહેવાલ રોયટર્સે પ્રસિધ્ધ કર્યો હતો.

આ સમાચાર બાદ અમેરિકા અને ભારત સરકાર તરફથી કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આવી નથી. પરંતુ અરુણ જેટવીએ ગુરૂવારે જણાવ્યું્ હતું કે સ્વદેશી રૂપે કાર્ડ અને યુનિફાઈડ પેમન્ટ ઈન્ટફેસ (UPI)ના કારણે માસ્ટક કાર્ડ અને વિઝા જેવી વૈશ્વિક પેમેન્ટ ગેટવે કંપનીઓ પોતાનો બજાર હિસ્સો ગુમાવી રહી છે. નોટબંધીની બીજી વર્ષગાંઠ પર એક ફેસબુક પોસ્ટમાં જેટલીએ કહ્યું કે નોટબંધીથી ડિઝીટલ લેવડદેવડમાં વધારો થયો છે.

જેટલીએ આ અંગે વધુમાં જણાવ્યું હતું કે વીઝા અને માસ્ટર કાર્ડ આજે ભારતીય બજારમાં પોતાનો હિસ્સો ગુમાવી રહ્યાં છે. ડેબિટ અને ક્રેડિટ કાર્ડ દ્વારા કરવામાં
આવતા પેમેન્ટમાં સ્વદેશી તરીકે વિકસિત યુપીઆઈ અને રૂપે કાર્ડનો બજાર હિસ્સો 65 ટકા સુધી પહોંચી ગયો છે.

યુપીઆઈને વર્ષ 2016માં શરૂ કરવામાં આવી હતી. તેમાં રિયલ સમયમાં બે મોબાઈલ હોલ્ડર્સ વચ્ચે પેમેન્ટ થાય છે. તેના દ્વારા ઓક્ટોબર 2016માં 50 કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી હતી. જે રકમ સપ્ટેમ્બર 2018માં વધીને 59,800 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

આ સિવાય ભારતીય રાષ્ટ્રીય પેમેન્ટ નિગમ (એનપીસીઆઈ)એ ભીમ એપને રજૂ કરી હતી. તે પણ યુપીઆઈ પર કામ કરે છે. અને હાલ લગભગ 1.25 કરોડ લોકો તેનો ઉપયોગ કરે છે. સપ્ટેમ્બર 2016માં ભીમ એપથી થયેલા પેમેન્ટની રકમ બે કરોડ રૂપિયા હતી. તે સપ્ટેમ્બર 2018માં વધીને 7,060 કરોડ રૂપિયા થઈ ગઈ છે. જૂન 2017ના આંકડાઓના જણાવ્યા અનુસાર, યીપીઆઈથી થનાર કુલ લેણદેણમાં ભીમનો હિસ્સો 48 ટકા હતો.

X
Visa and RuPay card lose their market share in India says Arun Jaitely
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી