ડિફોલ્ટ / મને ભાગેડુ કહેનાર મોદી બેન્કોને પૈસા લેવાનું કેમ કહેતા નથી; હું આપવા તૈયાર છુંઃ માલ્યા

Divyabhaskar.com | Updated - Feb 14, 2019, 10:32 PM
Vijay mallya says pm modi should instruct banks to take back the money
X
Vijay mallya says pm modi should instruct banks to take back the money

  • માલ્યાએ 4 ટ્વિટ કર્યા, સંસદમાં વડાપ્રધાન મોદીએ આપેલા ભાષણનો ઉલ્લેખ કર્યો
  • માલ્યાએ ફરીથી કહ્યું- તેણે કર્ણાટક હાઈકોર્ટમાં સેટલમેન્ટનો પ્રસ્તાવ રાખ્યો હતો

નવી દિલ્હીઃ ભાગેડુ કારોબારી વિજય માલ્યા(62)એ ટ્વિટ કરીને સવાલ ઉઠાવ્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેન્કોને એવો આદેશ કેમ નથી આપતા કે તે મારા પૈસા પરત આપવાના પ્રસ્તાવનો સ્વીકાર કરે. જેથી લોકોની એ રકમની રિકવરી થઈ શકે, જે કિંગફિશરને લોન તરીકે આપવામાં આવી હતી.

પૈસા પરત આપવાની ઈમાનદારીથી કોશિશ કરી: માલ્યા

1.માલ્યાએ ગુરૂવારે 4 ટ્વીટ કર્યા. તેણે સંસદમાં વડાપ્રધાન મોદીના બુધવારના ભાષણ અંગે વાત કરી. માલ્યાનું કહેવું છે કે મોદી એક પ્રખર વકતા છે. તેમણે નામ લીધા વગર કીધું છે કે એક વ્યક્તિ 9,000 કરોડ રૂપિયા લઈને ભાગી ગયો છે. તેમણે મિડિયાને આ મુદ્દો આપ્યો. હું સમજું છે કે તેમનો ઈશારો મારી તરફ છે.
2.માલ્યાએ વધુમાં જણાવ્યું હતું કે તેણે કર્ણાટક હાઈકોર્ટમાં સેટલમેન્ટનો પ્રસ્તાવ રાખ્યો હતો. તેને નકારી ન શકાય. તે એક ગંભીર અને ઈમાનદાર કોશિશ હતી. કિંગફિશરને આપવામાં આવેલી રકમ બેન્ક કેમ પરત લઈ રહી નથી.
3.મિડિયા રિપોર્ટસમાં કહેવામાં આવી રહ્યું છે કે પ્રવર્તન નિર્દેશાલયનો દાવો છે કે મે મારી સંપતિ છુપાવી છે. જો એવું હોત તો હું શા માટે કોર્ટની સામે 14,000 કરોડ રૂપિયાની સંપતિનો ખુલાસો કરત. જનતાને ગેરમાર્ગે દોરવી તે શરમજનક વાત છે.
4.

4 ફેબ્રુઆરીએ જ બ્રિટિશ સરકારે માલ્યાના પ્રત્યાર્પણની મંજૂરી આપી છે. જોકે તે આ નિર્ણયની વિરુદ્ધ લંડનની હાઈકોર્ટમાં અપીલ કરશે. ઉલ્લેખનીય છે કે ત્યાંની નીચલી કોર્ટે ડિસેમ્બરમાં જ માલ્યાના પ્રત્યાર્પણને મંજૂરી આપી હતી.

5.માલ્યાએ ભારતીય બેન્કોને 9,000 કરોડ રૂપિયા ચૂકવવાના નીકળે છે. તે માર્ચ 2016માં લંડન ભાગી ગયો હતો. ભારતે ગત વર્ષે ફેબ્રુઆરીમાં યુકેને માલ્યાના પ્રત્યાર્પણની અપીલ કરી હતી.
6.થોડા દિવસો અગાઉ ઈડીએ તપાસ રિપોર્ટમાં કહ્યું હતું કે માલ્યાનો કોઈ ઈરાદો લોનને પરત કરવાનો નથી. તે શરૂઆતથી જ લોનના પૈસા વિદેશમાં મોકલવામાં લાગ્યો હતો.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App