ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Business » Latest News» વીડિયોકોન સામે નાદારીની કાર્યવાહીઃ રૂ.20,000 કરોડનું દેવું ચુકવવામાં નિષ્ફળ | Videocon Industries faces insolvency proceeding by NCLT

  વીડિયોકોન સામે નાદારીની કાર્યવાહીઃ રૂ.20,000 Crનું દેવું ચૂકવવામાં નિષ્ફળ

  moneybhaskar.com | Last Modified - Jun 07, 2018, 03:23 PM IST

  વીડિયોકોન હવે બેન્કરપ્સી કોડ હેઠળ નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલના કાર્યક્ષેત્રમાં આવી ગઇ છે. કંપની 20,000 કરોડનું દેવું છે.
  • વીડિયોકોન સામે નાદારીની કાર્યવાહીઃ રૂ.20,000 Crનું દેવું ચૂકવવામાં નિષ્ફળ
   વીડિયોકોન સામે નાદારીની કાર્યવાહીઃ રૂ.20,000 Crનું દેવું ચૂકવવામાં નિષ્ફળ

   નવી દિલ્હીઃ નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ (NCLT)ની મુંબઇ બેન્ચે વીડિયોકોન ઇન્ડસ્ટ્રી સામે એસબીઆઇ સહિતના લેણદારોની નાદારી કાર્યવાહી શરૂ કરવાની અરજીની સ્વીકારી લીધી છે. વીડિયોકોન હવે બેન્કરપ્સી કોડ હેઠળ નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ (NCLT)ના કાર્યક્ષેત્રમાં આવી ગઇ છે. કંપની 20,000 કરોડનું દેવું ચુકવવામાં નાકામ રહી છે. આગામી 180 દિવસોમાં બોલી મારફત કંપનીના નવા માલિકની શોધ કરવામાં આવે એવી શક્યતા છે. આ સમાચારથી ગુરુવારે માર્કેટમાં વીડિયોકોન ઇન્ડસ્ટ્રીઝનો શેર 5 ટકા લોઅર સર્કિટ સાથે ગબડ્યો હતો.

   બીએસઇમાં વીડિયોકોનનો શેર 5 ટકા ગબડીને રૂ.8.62 પર આવી ગયો હતો.

   કંપની પર કુલ રૂ.44,000 કરોડનું દેવું


   ભારતીય રીઝર્વ બેન્ક તરફથી નાદારીની સ્થિતિ હેઠળ ઋણ સમાધાનવાળી કંપનીઓની બીજી યાદીમાં વીડિયોકોનને સામેલ કરાયા પછી લેણદારોએ કંપની સામે કાર્યવાહીની શરૂઆત કરી છે. વીડિયોકોન ગ્રુપની કંપનીઓનું કુલ દેવું રૂ.44,000 કરોડ જેટલું છે. જોકે, લેણદારો તેની વિદેશી પેટાકંપનીને દેવાળિયા અદાલતમાં નથી લઇ ગઇ, કારણ તે હજુ પણ પોતાના દેવાની પુનઃચુકવણી કરી રહી છે. વીડિયોકોનનું લગભગ અડધું દેવું તેની વિદેશી પેટાકંપનીનું છે.

   કોર્ટમાં પેન્ડિંગ છે કેસ


   બેન્કરપ્સી કોર્ટ ગુરુવારે વીડિયોકોન ટલિકોમ સામેની અરજી પર સુનાવણી કરવાની છે. આ કંપની પર આશરે રૂ.2,000-3000 કરોડનું દેવું છે. વીડિયોકોને ભારતીય સ્ટેટ બેન્ક (એસબીઆઇ) અને આરબીઆઇ સામે બોમ્બે હાઇકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા ત્યારથી કેસ પેન્ડિંગ છે. આ દરમિયાન બેન્કોએ કંપનીનું ફોરેન્સિક ઓડિટ કરાવ્યું હતું જેણે તેને ક્લીન ચિટ આપી હતી.

   દેવું ચુકવવા વેચી સંપત્તિ


   દેવું ચુકતે કરવા માટે છેલ્લા બે વર્ષમાં વીડિયોકોને કેનસ્ટાર બ્રાંડનું વેચાણ એવરસ્ટોન કેપિટલને કર્યું હતું. ગ્રુપે બેન્કોને આશ્વાસન આપ્યું હતું કે તે દેવું ચુકવવા માટે પોતાની જમીન વેચી દેશે. ફોર્ટ મુંબઇમાં કંપનીનું મુખ્યાલય હતું જેને ગયા વર્ષે 300 કરોડમાં વેચ્યું હતું અને હવે તે ટાટા ગ્રુપનું ટેમ્પરરી મુખ્યાલય છે.

   વીડિયોકોનનો શેર 52 સપ્તાહના તળિયે


   ગુરુવારે વીડિયોકોનનો શેર 0.77 ટકા ઘટાડા સાથે નબળો ખુલ્યો હતો. બીએસઇમાં સેશન દરમિયાન શેર 5 ટકા ગબડીને રૂ.8.62ના 52 સપ્તાહના તળિયે અડ્યો હતો.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Business Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: વીડિયોકોન સામે નાદારીની કાર્યવાહીઃ રૂ.20,000 કરોડનું દેવું ચુકવવામાં નિષ્ફળ | Videocon Industries faces insolvency proceeding by NCLT
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Business

  Trending

  Top
  `