Home » Business » Latest News » BMWનો ઉપયોગ શરૂ કરનાર પ્રથમ વડાપ્રધાન હતા વાજપેયી, એમ્બેસેડર ખોટકાતા આપી તિલાંજલિ | Vajpeyee started to use BMW 7 Series first time in PM car fleet

BMWનો ઉપયોગ શરૂ કરનાર પ્રથમ વડાપ્રધાન હતા વાજપેયી, એમ્બેસેડર ખોટકાતા આપી તિલાંજલિ

Divyabhaskar.com | Updated - Aug 18, 2018, 05:36 PM

વાજપેયી દેશના પ્રથમ વડાપ્રધાન હતા કે જેમને પરંપરાગત એમ્બેસેડરના સ્થાને જર્મનીની લક્ઝરી કાર BMW મળી હતી.

 • BMWનો ઉપયોગ શરૂ કરનાર પ્રથમ વડાપ્રધાન હતા વાજપેયી, એમ્બેસેડર ખોટકાતા આપી તિલાંજલિ | Vajpeyee started to use BMW 7 Series first time in PM car fleet
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  વડાપ્રધાન અટલજીએ પ્રથમવાર વડાપ્રધાનનાકાર કાફલામાં BMWને સામેલ કરી.

  નવી દિલ્હીઃ ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું ગુરુવારે સાંજે પાંચ વાગ્યે એઇમ્સમાં નિધન થયું હતું. સરકારે તેમના માનમાં દેશમાં સાત દિવસનો શોક જાહેર કર્યો છે. ભૂતપૂર્વ વડાપ્રધાન તરીકે અટલ બિહારી વાજપેયીએ તેમના કાર્યકાળમાં અનેક મોટા આર્થિક નિર્ણયો લીધા હતા. તેના કારણે ભારતનું સ્થાન વૈશ્વિક ઇકોનોમીમાં ઘણું ઊંચે આવ્યું છે. અહીં એ ઉલ્લેખનીય છે કે વાજપેયી દેશના પ્રથમ વડાપ્રધાન હતા કે જેમને પરંપરાગત એમ્બેસેડરના સ્થાને જર્મનીની લક્ઝરી કાર BMW મળી હતી. વડાપ્રધાન તરીકે વાજપેયીને બ્લેક બુલેટ પ્રુફ BMW આપવામાં આવી હતી.

  કેમ બદલી દેવામાં આવી કાર


  જ્યારે અટલ બિહારી વાજપેયી બિહાર વિધાનસભા ચૂંટણી માટે કેન્દ્રીય ચૂંટણી સમિતિની એક બેઠકમાં હાજર રહેવા ભાજપના હેડક્વાર્ટર્સ પહોંચ્યા ત્યારે તેમની કાર (તે સમયે એમ્બેસેડર હતી)નો ફ્રન્ટ ડોર જામ થઇ ગયો હતો. સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપ (એસપીજી)એ થોડી મિનિટો સુધી તેને ખોલવાની કોશિશ કરી પરંતુ તેઓ અસફળ રહ્યા. વાજપેયીને પાછા જવું પડ્યું અને તેમને બીજી એમ્બેસેડર કારમાં લઇ જવામાં આવ્યા. તે પછી એ નક્કી કરવામાં આવ્યું કે વડાપ્રધાનના કાર કાફલામાંથી એમ્બેસેડરને દૂર કરવામાં આવશે. વાજપેયીને BMW 7 સીરીઝ આપવામાં આવી હતી.

  આગળ વાંચો... BMW 7 સીરીઝ વિશે

 • BMWનો ઉપયોગ શરૂ કરનાર પ્રથમ વડાપ્રધાન હતા વાજપેયી, એમ્બેસેડર ખોટકાતા આપી તિલાંજલિ | Vajpeyee started to use BMW 7 Series first time in PM car fleet
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  BMW 7 સીરીઝ વિશે

   

  BMW 7 સીરીઝ 760Li સુપર ફોર્ટિફાઇડ છે, જે અનેક શસ્ત્રો જેવા કે હેન્ડગન અને AK-47માંથી થતા હુમલાથી બચાવે છે.

   

  ફીચર્સ


  - આ કાર સંપૂર્ણ રીતે વીઆર7 ગ્રેડ બ્લાસ્ટિક પ્રોટેક્શન અને પાર્ટસથી બનાવેલી છે.
  - તેની કેબિન ગેસ હુમલા દરમિયાન આપોઆપ ગેસ-સેફ ચેમ્બરમાં બદલાઇ જાય છે. આ સાથે તેમાં બેકઅપ ઓક્સિજન ટેન્ક લાગેલી હોય છે.
  - તેમાં સેલ્ફ સીલિંગ ફ્યુઅલ ટેન્ક હોય છે જે કોઇ પણ પરિસ્થિતિમાં ફાટતી નથી. તે ઉપરાંત તેમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની કારની જેમ ફાયર-ફાઇટિંગ સિસ્ટમ, ઇમર્જન્સી એક્ઝિટ અને નક્કર બુલેટ પ્રુફ વિન્ડો હોય છે.
  - તે ઉપરાંત આ કારની નીચે માઇન્સ અને બોમ્સથી બચવા માટે કવચ લગાવેલું હોય છે.
  - આ અનેક કિલોમીટર સુધી ફ્લેટ ટાયર પર દોડી શકે છે અને તેમાં એડવાન્સ હીટ સેન્સર હોય છે જે બોમ્બ અને મિસાઇલ હુમલાથી બચાવે છે.
  - પીએમ મોદીની બીએમડબલ્યુને ઓબામાની કેડિલેક કરતા હલકી માનવામાં આવે છે.

   

  આગળ વાંચો... વધુ વિગત..

 • BMWનો ઉપયોગ શરૂ કરનાર પ્રથમ વડાપ્રધાન હતા વાજપેયી, એમ્બેસેડર ખોટકાતા આપી તિલાંજલિ | Vajpeyee started to use BMW 7 Series first time in PM car fleet

  BMW 7 સીરીઝ કારના અન્ય ફીચર્સ

   

  એન્જિન : 5972 સીસી
  પાવર : 544 બીએચપી
  ફ્યુઅલ : પેટ્રોલ
  માઇલેજ : 4.5-7.46 kmpl
  6.1 સેકન્ડમાં 0-100 kmph
  ટોપ સ્પીડ : 210 kmph

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Business

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ