• Gujarati News
  • National
  • જ્હોન્સન બેબી પાવડરથી થયું કેન્સર, USમાં કંપનીને 22 મહિલાઓને રૂ.32,000 કરોડ વળતર ચુકવવા આદેશ | US Jury Directs Johnson &

જ્હોન્સન બેબી પાવડરથી થયું કેન્સર, USમાં કંપનીને 22 મહિલાઓને રૂ.32,000 કરોડ વળતર ચુકવવા આદેશ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વોશિંગ્ટનઃ Johnson & Johnsonને અમેરિકામાં મોટો ફટકો વાગ્યો છે. અમેરિકામાં એક જ્યુરીએ કંપનીને 22 મહિલાઓ અને તેમના પરિવારોને 4.69 અબજ ડોલર (32,000 કરોડ રૂપિયા)નું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે. વાસ્તવમાં આ મહિલાઓએ દાવો કર્યો હતો કે કંપનીનો ટેલ્કમ પાવડર વાપરવાથી તેમના ઓવેરિયન કેન્સરની બિમારી થઇ ગઇ છે. ઉલ્લેખનીય છે કે કંપનીની અનેક પ્રોડક્ટસ ભારતમાં પણ ખૂબ પ્રચલિત છે. અત્યાર સુધીમાં આ પ્રકારના 9,000 કેસોમાં જોન્સન એન્ડ જોન્સન પર થયેલી આ સૌથી મોટી દંડનીય કાર્યવાહી છે.

 

આદેશ સામે અપીલ કરશે કંપની


આ અંગે મોકલવામાં આવેલા ઇ-મેઇલના જવાબમાં કંપનીની સ્પોક્સવુમન કૈરોલ ગુડરિચે જણાવ્યું હતું કે આ આદેશ સામે અપીલ કરવામાં આવશે. તેણે કહ્યું કે, `આ કેસની પ્રોસેસ આખી ખોટી હતી. તેમાં વાદીઓને 22 મહિલાઓના ગ્રુપને રજૂ કરવાની અનુમતી આપવામાં આવી. તેમાં મોટા ભાગની મહિલાઓ મિસોરીની છે. એક જ કેસમાં બધી મહિલાઓ ઓવેરિયન કેન્સર થયાનો આરોપ લગાવી રહી હતી.'

 

આ કેસમાં દરેક વાદી અને તેમના પરિવારના સભ્યોને રૂ.2.5 કરોડ વળતર ચુકવવાનો આદેશ આપવામાં આવ્યો છે. 

 

6 મહિલાઓનું થઇ ચૂક્યું છે મૃત્યુ

 

અરજકર્તાઓએ આરોપ લગાવ્યો છે કે બેબી પ્રોડક્ટ કંપનીના ટેલ્કમ પાવડરમાં એસ્બેસ્ટોસ જણાયો છે, જેનાથી 1970ના દાયકામાં તેમને ઓવેરિયન કેન્સર થયું હતું. આવા કેસોમાં 6 મહિલાઓનું મોત થઇ ગયું હતું. જ્હોન્સન એન્ડ જ્હોન્સનની દલીલ હતી કે તેમના ટેલ્ક પ્રોડક્ટસમાં એસ્બેસ્ટોસ હોતું નથી અથવા તો તે કેન્સરનું કારણ નથી. કંપનીએ કહ્યું કે તે કોર્ટના નિર્ણય સામે કોર્ટમાં અપીલ કરશે.

 

આગળ વાંચો....અગાઉ પણ 3 કેસોમાં થયો હતો 715 કરોડ રૂપિયાનો દંડ

અન્ય સમાચારો પણ છે...