USએ ચીન પર ફરીથી 13.77 લાખ કરોડ રૂપિયાની ઇમ્પોર્ટ ડ્યૂટી લાગુ કરી

અમેરિકા અને ચીને ગયા સપ્તાહે એકબીજાં પર 2.34 લાખ કરોડના ઇમ્પોર્ટ ટેરિફ લાગુ કર્યા હતા

divyabhaskar.com | Updated - Jul 11, 2018, 01:28 PM
US Plans To Tariff 200 Billion Dollar Of Chinese Goods

ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાએ ચીનથી ઇમ્પોર્ટ કરવામાં આવતા 200 બિલિયન ડોલર (13.77 લાખ કરોડ રૂપિયા) મૂલ્યના પ્રોડક્ટ્સ પર 10 ટકા ઇમ્પોર્ટ ડ્યૂટી લગાવવાની જાહેરાત કરી છે. સપ્ટેમ્બરથી આ શુલ્ક લાગુ થવાની સંભાવના છે. અમેરિકા ઓગસ્ટના અંતિમ સપ્તાહ સુધી એવા સામાનની લિસ્ટ જાહેર કરી શકે છે જેના ઉપર ટેરિફ લાદવામાં આવી છે. તેમાં ખાદ્ય સામગ્રી, મિનરલ્સ અને હેન્ડબેગ જેવા 6000 પ્રોડક્ટ્સ સામેલ હશે. આ નિર્ણયથી ચીનના શેર માર્કેટ અને ત્યાંની કરન્સી યુઆન પર પણ અસર થઇ છે. બુધવારે ચીનના શેર માર્કેટ ઘટાડા સાથે ખુલ્યા અને યુઆન અમેરિકન ડોલરની સરખામણીએ 0.5 ટકા ઘટીને અંદાજિત 11 મહિનાના સૌથી નીચા સ્તરે 6.69 પર પહોંચી ગયો.


ટ્રેડ વોર મુદ્દે ચીનની ચેતવણી


- જૂનમાં અમેરિકાએ 34 બિલિયન ડોલર (2.34 લાખ ડોલર)ના ચાઇનીઝ ઇમ્પોર્ટ પર 25 ટકા ડ્યૂટી લગાવવાની જાહેરાત કરી હતી. જે 6 જુલાઇથી લાગુ થઇ ગઇ છે.
- ચીને અમેરિકા પર ઇતિહાસની સૌથી મોટી ટ્રેડ વોરની શરૂઆત કરવાનો આરોપ લગાવતા એટલાં જ મૂલ્યના અમેરિકન ઇમ્પોર્ટ પર ડ્યૂટી લગાવી દીધી.
- અમેરિકાની નવી જાહેરાત ચીનના આ પગલાંનો જવાબ છે. અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલેથી જ કહ્યું હતું કે, જો ચીન જવાબી કાર્યવાહી કરશે તો અમેરિકા સામે વધારે ટેરિફ લગાવશે.
- ચીને ચેતવણી આપી હતી કે, 500 બિલિયન ડોલર (34.46 લાખ કરોડ રૂપિયા) સુધીના ઇમ્પોર્ટ પર ડ્યૂટી લગાવી શકાય છે. ગયા વર્ષે અમેરિકાનું ચીનથી કુલ ઇમ્પોર્ટ અંદાજિત એટલું જ (500 બિલિયન ડોલર) રહ્યું હતું.


અમેરિકાએ કહ્યું, ચીન ખોટું, અમે સમાધાન ઇચ્છીએ છે


- અમેરિકાનું કહેવું છે કે, ચીને જે ઇમ્પોર્ટ ડ્યૂટી લગાવી છે તેના પક્ષમાં તેઓ કોઇ તર્ક નથી આપી શકતા. અમેરિકા પ્રત્યે ચીન ખોટું વલણ અપનાવી રહ્યું છે.
- તેની સાથે વેપાર સંબંધી સમસ્યાઓના સમાધાન માટે પ્રયત્નો ચાલુ રાખશે. અમે ઇચ્છીએ છીએ કે, ચીન પોતાના માર્કેટમાં અમેરિકાના ઉત્પાદકોની પહોંચ સરળ બનાવે.
- અમે અમારાં દેશના કારોબારીઓના હિતોનું ધ્યાન રાખીશું.
- ચીન વિરૂદ્ધ ટેરિફ લગાવવાના નિર્ણયનો અમેરિકામાં અનેક કંપનીઓ વિરોધ કરી રહી છે. તેઓનું કહેવું છે કે, આનાથી કારોબાર અને અર્થવ્યવસ્થાને નુકસાન થઇ શકે છે.

X
US Plans To Tariff 200 Billion Dollar Of Chinese Goods
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App