Home » Business » Latest News » સરકારે મોંઘવારી ભથ્થું 2% વધાર્યું, એક કરોડ કેન્દ્રીય કર્મચારીઓ-પેન્શનરોને ફાયદો | Union cabinet on Wednesday approved an additional 2 per hike in Dearness Allowance

મોંઘવારી ભથ્થું 2% વધ્યું, 1.1 કરોડ કેન્દ્રીય કર્મચારીઓ-પેન્શનરોને થશે ફાયદો

Divyabhaskar.com | Updated - Aug 29, 2018, 03:39 PM

દેશના 48 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 62 લાખ પેન્શનરોને જુલાઇથી તેનો લાભ મળશે.

  • સરકારે મોંઘવારી ભથ્થું 2% વધાર્યું, એક કરોડ કેન્દ્રીય કર્મચારીઓ-પેન્શનરોને ફાયદો | Union cabinet on Wednesday approved an additional 2 per hike in Dearness Allowance
    સરકારી તિજોરી પર રૂ.112 કરોડ અને 2018ના આઠ મહિનામાં 4 હજાર 74 કરોડ રૂપિયાનો બોજો વધશે.

    નવી દિલ્હીઃ મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોનું મોંઘવારી ભથ્થું (ડીએ) 2% વધારી દીધું છે. બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ મીટિંગમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી. દેશના 48.41 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 62.03 લાખ પેન્શનરોને જુલાઇથી તેનો લાભ મળશે.

    કેન્દ્ર સરકારે જણાવ્યું કે વધતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને હવે ડીએ 7%થી વધારીને 9% ટકા આપવામાં આવશે. હાલના સમયે કર્મચારીઓને મળનારું મોંઘવારી ભથ્થું બેઝિક સેલેરી/પેન્શનના 7 ટકા છે.

    સરકારી તિજોરી પર બોજ વધશે

    આ નિર્ણયથી સરકારી તિજોરી બોજો વધશે. મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહત પર વધુ 2 ટકાનો વધારો થવાથી વાર્ષિક ધોરણે (જુલાઇ 2018થી ફેબ્રુઆરી 2019) પર સરકારી તિજોરી પર અનુક્રમે રૂ.6,11.20 કરોડ અને રૂ.4,074.80 કરોડનો બોજો વધશે. મોંઘવારી ભથ્થામાં વધારો સાતમા પગાર પંચની ભલામણોના આધારે કરવામાં આવ્યો છે.

    અગાઉ પણ વધાર્યું હતું મોંઘવારી ભથ્થું


    આની પહેલા આ વર્ષે માર્ચમાં કેન્દ્રીય કેબિનેટે મોંઘવારી ભથ્થામાં 2 ટકા વધારો કર્યો હતો. વધારેલો દર જાન્યુઆરીથી લાગુ થયો હતો. મોંઘવારી ભથ્થું એક એવું એલાઉન્સ હોય છે કે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને આપવામાં આવે છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Business

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ