રિપોર્ટ / 2017માં 50% વધુ 12387 પેટન્ટ અરજીઓ મંજૂર થઈ, આ પૈકીની 85% વિદેશી

UN WIPO Report: Number of patents granted by India shot up by 50% in 2017

Divyabhaskar.com

Dec 04, 2018, 05:04 PM IST

- સંયુક્ત રાષ્ટ્રએ બહાર પાડ્યો વર્લ્ડ ઈન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઈઝેશનનો રિપોર્ટ
- વર્ષ 2017માં દેશમાં આપવામાં આવેલી કુલ પેટન્ટમાંથી માત્ર 1712 ભારતીય
- પેટન્ટની મંજૂરીના મામલામાં ભારત વિશ્વમાં 10માં નંબર પર, ચીન ટોપ પર

જીનેવાઃ ભારતમાં પેન્ટન્ટની સંખ્યામાં ગત વર્ષે 50 ટકાનો વધારો થયો છે. વર્ષ 2017માં કુલ 12,387 પેટન્ટ આપવામાં આવી. સંયુક્ત રાષ્ટ્રના વર્લ્ડ ઈન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઈઝેશનના રિપોર્ટમાં આ આંકડાઓ બહાર આવ્યા છે. તે મુજબ વર્ષ 2016માં 8,248 જયારે 2015માં 6,022 પેટન્ટ આપવામાં આવી હતી. આ રીતે છેલ્લા બે વર્ષમાં પેટન્ટ મંજૂરી મળવાની સંખ્યા બે ગણાથી પણ વધુ થઈ ગઈ છે.

2 વર્ષમાં પેટન્ટ મંજૂરી વધીને બે ગણાથી વધુ થઈ ગઈ

- યુએનના રિપોર્ટના જણાવ્યા પ્રમાણે વર્ષ 2016માં 8,248 જયારે 2015માં 6,022 પેટન્ટ આપવામાં આવી હતી. આ રીતે છેલ્લા બે વર્ષમાં પેટન્ટની મંજૂરી મળવાની સંખ્યા બે ગણાથી પણ વધુ થઈ ગઈ છે.

- વિશ્વભરમાં ગત વર્ષે કુલ 14 લાખ પેટન્ટને મંજૂરી આપવામાં આવી હતી. ચીનમાં સૌથી વધુ 4 લાખ 20 હજાર 144 પેટન્ટ ઈસ્યુ કરવામાં આવી છે. અમેરિકામાં 3 લાખ 18 હજાર 829 પેટન્ટ આપવામાં આવી.

- ભારતમાં ગત વર્ષે કુલ 46,582 પેટન્ટ એપ્લિકેશન દાખલ કરવામાં આવી હતી. તેમાં 14,961 ઘરેલું લોકોની જયારે 31,621 વિદેશીઓની હતી. ઘરેલું અરજીઓમાં 15.7 ટકા ફાર્મા સેકટરની હતી.

X
UN WIPO Report: Number of patents granted by India shot up by 50% in 2017
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી